For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડિમેટ એકાઉન્ટ ખોલાવવા અને મેઇન્ટેઇન કરવાનો ચાર્જ શું હોય છે?

|
Google Oneindia Gujarati News

ભારતમાં આપે શેર્સનું ખરીદ અને વેચાણ કરવાનું હોય ત્યારે ડિમેટ એકાઉન્ટ વિના કરવું શક્ય નથી. આ માટેનો યોગ્ય શબ્દ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સ (ડિપીસ) સાથેનું બેનિફિશિયરી એકાઉન્ટ અથવા બીઓ છે તેમ કહેવાય. ડીપી બેંકની જેમ કામ કરે છે અને ડિમેટ એકાઉન્ટ ખોલવાનું અને બંધ કરવાની સુવિધા આપે છે.

ડિમેટ એકાઉન્ટ ખોલાવવા માટે આપે કેટલીક પ્રાથમિક પ્રક્રિયાઓ પૂર્ણ કરવાની હોય છે.

demat-1

ડિમેટ એકાઉન્ટ ખોલાવવાના ચાર્જીસ
ડિમેટ એકાઉન્ટ ખાલાવવાના અને મેઇન્ટેઇન કરવાના અલગ અલગ ચાર્જીસ હોય છે. જો કે સેબીએ આ ચાર્જીસ વાજબી હોય અને રાહત આપતા હોય તે માટે દરમિયાનગિરી કરીને તેને લઘુત્તમ રાખવાના પ્રયાસ કર્યા છે.

સેબીએ શું ધ્યાન રાખ્યું છે?
સેબીએ ખાસ ધ્યાન રાખ્યું છે કે ડિમેટ એકાઉન્ટ ખોલાવવાના કોઇ ચાર્જીસ ના હોય. કોઇ ટ્રાન્ઝેક્શન ચાર્જીસ ના હોય (સિક્યુરિટીના ક્રેડિટ કે બાય ટ્રાન્ઝિક્શન માટે), કસ્ટડી અને એકાઉન્ટ ક્લોઝિંગ ચાર્જીસ. કસ્ટડી ચાર્જીસ હવે ઇશ્યુઅર કંપની દ્વારા ચૂકવવામાં આવે છે.

ડિમેટ એકાઉન્ટમાં નીચેના ચાર્જીસ ચૂકવવા પડે છે
1. શેર્સનું ડિમેટ અને રિમેટ
જ્યારે આપ ફિઝિકલ ફોર્મમાં હોય તેવા સર્ટિફિકેટને ઇલેક્ટ્રોનિક ફોર્મમાં તબદીલ કરો છો ત્યારે તેને ડિમટિરિયલાઇઝેશન અથવા ડીમેટ કહેવામાં આવે છે. જ્યારે આપ તેનાથી વિપરિત કરો છો, તેને રિમટિરિયલાઇઝેશન કહેવામાં આવે છે. જ્યારે આપ આ બંનેમાંથી જે પણ પ્રક્રિયા હાથ ધરો છો ત્યારે તેને સંબંધિત ચાર્જીસ ચૂકવવા પડે છે.

2. એન્યુઅલ એકાઉન્ટ મેઇન્ટેનન્સ ચાર્જ પણ ચૂકવવો પડે છે. આ ચાર્જ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સ લાદે છે. ડિપોઝિટરી પાર્ટસિપન્ટ્સને 30 દિવસનો નોટિસ પીરિયડ આપીને ચાર્જીસ રિવાઇઝ કરવાની પરવાનગી આપવામાં આવેલી છે.

સેબી દ્વારા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સને તેમના ચાર્જીસ દર વર્ષે 30 એપ્રિલ સુધીમાં રજૂ કરવા તથા વર્ષ દરમિયાન સુધારો કરવામાં આવે ત્યારે કઇ તારીખથી અસરમાં આવશે તેની વિગતો સાથે જમા કરાવવા પડે છે. આ અંગેની જાણ તમામ રોકાણકારોને કરવી પડે છે.

English summary
What are the Charges Payable for Opening and Maintaining a Demat Account?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X