For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આંતરરાષ્ટ્રીય મ્યુચ્યુઅલ ફંડમાં ભારતીયો માટે રોકાણની કેવી તકો છે?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 જાન્યુઆરી : આપ વિદેશમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો આપ સેબી (SEBI)માં નોંધાયેલા ઇન્ટરનેશનલ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. વિદેશમાં રોકાણ કરવા માટે અનેક વિકલ્પો છે. જેમાંથી આપ આપની જોખમ લેવાની ક્ષમતાને આધારે રોકાણ કરી શકો છો.

સેબીમાં નોંધાયેલા ઇન્ડિયન મ્યુચ્યુઅલ ફંડ્સને મહત્તમ 7 બિલિયન અમેરિકન ડોલર સુધીનું રોકાણ કરવાની છુટ છે. તેઓ નીચે આપેલા વિકલ્પોમાં રોકાણ કરી શકે છે.

mutual-fund-2

a - ભારતીય અથવા વિદેશી કંપનીઓના ADRs / GDRsમાં

b - વિદેશના સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ હોય તેવી વિદેશી કંપનીઓની ઇક્વિટીમાં રોકાણ કરી શકાય છે. આ ઉપરાંત વિદેશના સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કંપનીઓના આઇપીઓ અને પબ્લિક ઓફરિંગમાં પણ રોકાણ કરી શકાય છે.

C - ફોરેન ડેબ્ટ સિક્યુરિટીઝ : સારું રેટિંગ ધરાવતા શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ સિક્યુરિટીઝમાં રોકાણ કરી શકાય છે. તે ફુલ્લી કરન્સી કન્વર્ટિબલ્સ હોવા જરૂરી છે.

d - મની માર્કેટિંગ ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડની નીચે હોવું ના જોઇએ.

e - એવી સરકારી સિક્યુરિટીઝ કે જે ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડની નીચે ના હોય.

f - માન્ય સ્ટોક એક્સચેન્જીસમાં ટ્રેડ થતા ડેરિવેટિવ્સમાં રોકાણ માત્ર પોર્ટપોલિયો બેનેન્સ રાખવા માટે કરી શકાય છે.

g - ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડથી નીચે ના હોય તેવી વિદેશની શોર્ટ ટર્મ બેંક ડિપોઝિટ્સમાં રોકાણ કરી શકાય છે.

h - ઓવરસીઝ રેગ્યુલેટર્સ સાથે રજિસ્ટર્ડ થયેલા યુનિટ ટ્રસ્ટ કે મ્યુચ્યુઅલ ફંડની યુનિટ્સ કે સિક્યુરિટીમાં રોકાણ કરી શકાય છે.

English summary
What are the Investment Avenues for Indians in International Mutual Funds?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X