For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NCDEXમાં ફ્રેશ ઓપન પોઝિશન પર રિસ્ક મેનેજમેન્ટ ફી લાદવાથી શું અસર થશે?

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 15 ઓક્ટોબર : એનસીડીઈએક્સ (National Commodity & Derivatives Exchange - NCDEX) દ્વારા અચાનક કેરી ફોરવર્ડ સોદા ઉપર રિસ્ક મેનેજમેન્ટ ફી અમલી કરવાનો નિર્ણય લીધો છે. કૉમોડિટી માર્કેટમાં પહેલાથી જ ઓછા વોલ્યુમને કારણે બ્રોકર્સ અને હેજર્સ પરેશાન છે. જેના કારણે સટોડીયાઓને ફાયદો થઈ રહ્યો છે. હવે નવા દરના કારણે તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે. આ મુશ્કેલીઓ શું છે તે જાણવા આગળ વાંચો...

કેટલી રિસ્ક મેનેજમેન્ટ ફી ચૂકવવી પડશે?

કેટલી રિસ્ક મેનેજમેન્ટ ફી ચૂકવવી પડશે?


નવા સરક્યુલર મુજબ હવે જે પણ હેજર્સ કે એગ્રી કૉમોડિટીમાં વાયદા કારોબારમાં કામ કરનાર વ્યકિત છે. તેમણે પોતાના કેરી ફોરવર્ડ સોદા માટે પ્રતિ એક લાખ રૂપિયા પર પાંચ રૂપિયા ચૂકવવા પડશે.

ખિસ્સું હળવું કરનારો નિર્ણય

ખિસ્સું હળવું કરનારો નિર્ણય


પ્રથમ નજરે રૂપિયા એક લાખ સામે માત્ર પાંચ રૂપિયા ફી ખૂબજ નાની લાગે છે. પરંતુ સામાન્ય રીતે કૉમોડિટી માર્કેટમાં એક સોદો એક કરોડ રૂપિયાનો હોય છે. આ કારણે એક કરોડ પર રૂપિયા 500 ચૂકવવા પડશે.

નવા નિયમથી અમલથી નફો ઘટશે

નવા નિયમથી અમલથી નફો ઘટશે


આ નવા નિયમનો અમલ આજથી શરૂ થઈ ગયો છે.
જેના કારણે તેમના નફામાં ઘટાડો થશે. રિસ્ક મેનેજમેન્ટના નામે જે ફી વસુલ કરવામાં આવી રહી છે. તેનાથી સટોડિયાઓને પ્રોત્સાહન મળશે.

બ્રોકર્સને કેવી રીતે અસર?

બ્રોકર્સને કેવી રીતે અસર?


રિસ્ક મેનેજમેન્ટ ફીને કારણે માત્ર હેજર્સની જ નહીં પરંતુ બ્રોકર્સની પણ ચિંતા વધી છે. આ નવી ફી કારણે વધી ગઈ છે. બ્રોકર્સના જે સોદા એનસીડીઈએક્સ પર થાય છે. તેના રિસ્કમાં ઘટાડો કરવા માટે પહેલાથી જ માર્જીનની રકમ એક્સચેન્જ પોતાની પાસે રાખે છે. હવે અચાનક કયું જોખમ વધી ગયું છે. તે સમજાતુ નથી.

રોકાણકારના સેન્ટિમેન્ટની અસર બ્રોકર્સને

રોકાણકારના સેન્ટિમેન્ટની અસર બ્રોકર્સને


પહેલા જ્યાં કૉમોડિટી એક્સચેન્જના વોલ્યુમમાં 80% સુધીનો ઘટાડો થયો છે. ત્યાં આ ફીના કારણે રોકાણકારના સેન્ટીમેન્ટ પર માઠી અસર પડશે. જેની અસર બ્રોકર્સને મળનારા સૌદાની ફી પર પડશે. આ કારણે ગ્રાહકોનો રસ પણ ઓછો થઈ રહ્યો છે.

હેજર્સનો રસ ઘટ્યો

હેજર્સનો રસ ઘટ્યો


હેજીંગ કરનારની સંખ્યા પણ સતત ઘટી રહી છે. કેમકે હેજર્સને કોઈ પણ સોદા માટે પહેલા જ બ્રોકરેજ, ટર્ન ઓવર ટેક્સ, સ્ટેમ્પ ડયૂટી, સીટીટી સિર્વસ ટેકસ જેવા ખર્ચ ચૂકવવા પડે છે.

English summary
What is effect of NCDEX to levy risk management fee on fresh open position?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X