જાણો આઈટીઆર ફાઈલ નહીં કરવાનું નુકશાન, પાછળથી પસ્તાવો થશે
જો તમે ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ નથી કરતા તો તમે કેટલા ફાયદાથી વંચિત રહી જાઓ છો, તે જાણો છો ? સામાન્ય રીતે લોકોને લાગે છે કે તેમણે પોતાની આવક પ્રમાણે રોકાણ કરી લીધું છે
જો તમે ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ નથી કરતા તો તમે કેટલા ફાયદાથી વંચિત રહી જાઓ છો, તે જાણો છો ? સામાન્ય રીતે લોકોને લાગે છે કે તેમણે પોતાની આવક પ્રમાણે રોકાણ કરી લીધું છે, તો રિટર્ન ફાઈલ કરવની જરૂર નથી. પરંતુ આ યોગ્ય નથી. શક્ય છે કે કાયદાકીય રીતે તમે સાચા હો, પરંતુ રિટર્ન ફાઈલ ન કરવાથી કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ચાલો જાણીએ ઈન્કમટેક્સ રિટર્નની કૉપીની જરૂર ક્યાં ક્યાં પડે છે ?

વધુ મોટો વીમો લેવામાં
હવે 50 લાખથી 1 કરોડ રૂપિયા સુધીનો વીમો સામાન્ય બન્યો છે. પરંતુ આવો વીમો લેવા માટે તમારે ઈન્કમટેક્સ રિટર્નનો પુરાવો આપવો પડી શકે છે. કંપની વધુ મોટો વીમો આપતા પહેલા આ દસ્તાવેજ માગી શકે છે. જો તમે ITR ફાઈલ નથી કર્યું તો તમને આટલો મોટો વીમો લેવામાં મુશ્કેલી પડી શકે છે. નિષ્ણાતોના મત મુજબ વીમા કંપનીઓ તમારી પાસે 3 વર્ષના ITRની કૉપી માગી શકે છે.

વાહન ખરીદવા માટે જરૂરી
આજકાલ ટુ વ્હિલર કે ફોર વ્હિલર વાહન ખરીદવા માટે પણ ITRની જરૂર પડે છે. ત્યારે જો તમે ITR ફાઈલ નહીં કર્યું હોય તો વાહન ખરીદવામાં પણ મુશ્કેલી આવી શકે છે. જો તમે SBIમાંથી વાહન માટે લોન લેવા ઈચ્છો છો તમારી પાસે TDS સર્ટિફિકેટ / ફોર્મ 16, 2 નાણાકીય વર્ષનું ITR હોવું જરૂરી છે.

હોમ લોન માટે ITR છે જરૂરી
બેન્ક અને નાણાકીય સંસ્થાઓ હોમ લોન આપતા પહેલા ITRની કોપી માગે છે. બેન્ક જાણવા ઈચ્છે છે કે હોમ લોન લેનારની આર્થિક સ્થિતિ કેવી છે. શું તે લોન લીધા બાદ પાછી ચૂકવી શક્શે કે નહીં. એટલે જો તમે ભવિષ્યમાં હોમ લોન લેવા ઈચ્છતા હો, તો અત્યારથી જ ITR ફાઈલ કરવાનું શરૂ કરી દો.

સરકારી કોન્ટ્રાક્ટ
આવક વેરાના નિષ્ણાતો મુજબ જો તમે કોઈ બિઝનેસ માટે સરકારી ટેન્ડરમાં અરજી કરવા ઈચ્છતા હો તો પાછલા 5 વર્ષનું ITR આપવું જરૂરી છે. સકરારી વિભાગ ITRની કોપી જોઈને નાણાકીય સ્થિતિ વિશે જાણે છે.

પોતાના વેપાર માટે પણ ITR જરૂરી
બિઝનેસમેન, કન્સલટન્ટ અને પાર્ટનર્સશિપ ફર્મ્સને ફોર્મ 16 નથી મળતું, એટલે તેમના માટે ITRની કોપી વધુ મહત્વની બને છે.

રિફંડ માટે
જો તમારે ઈન્કમ ટેક્સ વિભાગ પાસેથી રિફંડ લેવાનું હોય તો પણ ITR ફાઈલ કરવું જરૂરી છે. આમ કર્યા વિના રિફંડ ક્લેમ ન કરી શકાય. આવો ટેક્સ સામાન્ય રીતે TDS તરીકે કપાઈ જાય છે.

નાણાકીય નુક્સાનને કેરી ફોર્વડ કરવા માટે
જો તમે ITR ફાઈલ નહીં કરો તો તમે તમારો કેપિટલ લોસ કેરી ફોર્વડ નહીં કરી શકો. નાણાકીય નુક્સાનને કેરી ફોરવર્ડ કરવાનો અર્થ થાય છે તમારા નાણાકીય નુક્સાનને આગલા નાણાકીય વર્ષમાં લઈ જવું જેથી તેની ભરપાઈ થઈ શકે.

વિદેશના વિઝા માટે
જો તમે વિદેશ જવા ઈચ્છો છો તો પણ ITR સૌથી મહત્વનો દસ્તાવેજ બની જાય છે. ફોરેન દૂતાવાસ વીઝા ઈન્ટરવ્યુ દરમિયાન તમારી પાસે પાછલા કેટલાક વર્ષોનું ITR માગે છે. ક્યાંક ITR 3 વર્ષનું જરૂરી છે, તો ક્યાં આ સમય મર્યાદા જુદી જુદી છે. tr-what-is-the-income-tax-return-filing-itr












Click it and Unblock the Notifications
