For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મ્યુચ્યુઅલ ફંડમાં ટર્નઓવર રેશિયો શું છે?

|
Google Oneindia Gujarati News

મ્યુચ્યુઅલ ફંડના સંદર્ભમાં ટર્નઓવર રેશિયોએ કોઇ પણ કંપનીનું ફંડ નિશ્ચિત સમય મર્યાદામાં કેટલીવાર બદલાયું છે તે દર્શાવતો માપદંડ છે. ઉદાહરણ તરીકે કોઇ એક મ્યુચ્યુઅલ ફંડે 100 જુદા જુદા સ્ટોકમાં રોકાણ કર્યું. તેમાંથી તેણે નિયત સમય મર્યાદામાં 75 સ્ટોકમાં રોકાણ બદલ્યું. તો તે મ્યુચ્યુઅલ ફંડનો ટર્નઓવર રેશિયો 75 ટકા છે એમ કહેવાય.

કોઇપણ મ્યુચ્યુઅલ ફંડના ટર્નઓવર રેશિયોને અસર કરતા પરિબળોમાં મ્યુચ્યુઅલ ફંડનો પ્રકાર, મ્યુચ્યુઅલ ફંડનો હેતુ, રોકાણની સ્ટાઇલ વગેરેનો સમાવેશ થાય છે. જો ટર્નઓવર રેશિયો ઊંચો હોય તો તેમના ખર્ચા વધુ હશે, જે તેમની આવકનું ધોવાણ કરે છે.

બીજી તરફ જે મ્યુચ્યુઅલ ફંડમાં ટર્નઓવર રેશિયો નીચો હોય તેમમાં ટ્રેડિંગ ખર્ચ અને ટેક્સ ખર્ચ ઓછો હોય છે. જેના કારણે આવા મ્યુચ્યુઅલ ફંડમાં ઊંચું રિટર્ન મળે છે. તેમાં પંડ મેનેજરની ખરીદો અને સંગ્રહી રાખો પોલીસી પણ મહત્વની પૂરવાર થાય છે.

3-personal-finance-600

સામાન્ય રીતે બોન્ડ્સ ફંડ અને સ્મોલ કેપ સ્ટોક ફંડમાં ઊંચુ વળતર મળે છે. જ્યારે ઇન્ડેક્સ ફંડમાં ઓછું વળતર મળે છે. ટર્નઓવર રેશિયો એક વર્ષથી બીજા વર્ષ સુધી હોય છે.

મ્યુચ્યુઅલ ફંડ માટે નીચો ટર્નઓવર રેશિયો એટલે જ્યારે આ રેશિયો 20થી 30 ટકા હોય. જ્યારે ટર્નઓવર રેશિયો 50 ટકા હોય ત્યારે કહી શકાય કે મ્યુચ્યુઅલ ફંડનો ટર્નઓવર રેશિયો ઊંચો છે.

જો આપ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો તો ડિવિડન્ડ દ્વારા પ્રાપ્ત થતી આવક કર મુક્ત હોય છે. પરંતુ જો આપ તે આવકનું ફરી રોકાણ કરો છો અને તેને વેચો છો તો તેને NAV (નેટ એસેટ વેલ્યુ) કહેવામાં આવે છે. તેની ઉપર મૂડી લાભ તરીકે કર લાગે છે.

મ્યુચ્યુઅલ ફંડના અનેક પ્રકાર છે જેવા કે ઓપન એન્ડેડ ફંડ્સ, ક્લોઝ એન્ડેડ ફંડ્સ, ઇન્ટર્વલ ફંડ્સ.

તારણ :
જ્યારે પણ આપ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો તો તેમાં કેટલું જોખમ છે તે ખાસ ચેક કરી લેવું જોઇએ. ત્યાર બાદ ખરીદી કે રોકાણ કરવું જોઇએ.

English summary
What is turnover ratio in mutual funds?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X