WhatsApp ને 1942 કરોડ રૂપિયાનો દંડ, જાણો કારણ
WhatsApp ને 267 મિલિયન ડોલર એટલે કે લગભગ 1942 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, વોટ્સએપે યુરોપિયન રેગ્યુલેટર્સનો ડેટા પ્રાઈવેસી કાયદો તોડ્યો છે, જેના કારણે તેમને આટલો મોટો દંડ ફટકારવામાં આવ્યો છે.
WhatsApp ને 267 મિલિયન ડોલર એટલે કે લગભગ 1942 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, વોટ્સએપે યુરોપિયન રેગ્યુલેટર્સનો ડેટા પ્રાઈવેસી કાયદો તોડ્યો છે, જેના કારણે તેમને આટલો મોટો દંડ ફટકારવામાં આવ્યો છે.

આયર્લેન્ડ ડેટા પ્રોટેક્શન કમિશન (DPC) એ ગુરુવારના રોજ 89 પાનાનો નિર્ણય જાહેર કર્યો છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, WhatsApp દ્વારા યુઝર્સને અંધારામાં રાખવાને કારણે આ કાર્યવાહી યુરોપિયન યુનિયન દ્વારા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, WhatsApp દ્વારા એ સમજાવવવામાં આવ્યું નથી કે, તે WhatsApp યુઝર્સના પર્સનલ ડેટાનો ઉપયોગ કઇ રીતે કરી રહ્યું છે.
WhatsApp પર લગભગ 1942 કરોડનો મોટો દંડ ફટકારાયો
ફેસબુકની માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપનો ઉપયોગ આજે દરેક વ્યક્તિ કરી રહ્યો છે, પરંતુ હવે WhatsApp એ જ કાયદો તોડ્યો છે. જે કારણે તેને 267 મિલિયન ડોલર એટલે કે લગભગ 1942 કરોડનો દંડ ભરવો પડશે.
DPC એ ડિસેમ્બર, 2018માં WhatsApp પર તપાસ શરૂ કરી હતી, જેથી મેસેજિંગ એપ યુઝર્સને જણાવે કે, વોટ્સએપ અને અન્ય ફેસબુક કંપનીઓ વચ્ચે તેમના ડેટાની પ્રક્રિયા કેવી રીતે થશે, તેની વચ્ચે તેમની GDPR ટ્રાન્સફરન્સીની જવાબદારીઓ પૂર્ણ કરી છે.
ગત ડિસેમ્બરમાં અન્ય યુરોપિયન રેગ્યુલેટર્સને મંજૂરી માટે સબમિટ કરેલી પ્રાથમિક શોધમાં DPC એ 30 થી 50 મિલિયન યુરો વચ્ચે દંડની દરખાસ્ત કરી હતી, પરંતુ ઘણા રાષ્ટ્રીય નિયમનકારોએ આ આંકડાને નકારી દીધો હતો, જેના કારણે જૂનમાં વિવાદ ઉકેલવાની પ્રક્રિયા શરૂ થઈ હતી.
ગત મહિને યુરોપિયન ડેટા પ્રોટેક્શન બોર્ડ (EDPB) એ DPCને દંડ વધારવાનો નિર્દેશ આપ્યો હતો, જર્મનીના નિયમનકારોએ વધારે દંડની માંગણી કર્યા બાદ EDPB એ જણાવ્યું હતું કે, દંડ આયર્લેન્ડમાં "બિન પાલનનું નોંધપાત્ર સ્તર" પ્રતિબિંબિત કરે છે, જે WhatsApp દ્વારા કરવામાં આવતી તમામ પ્રક્રિયાને અસર કરે છે." દંડ "અસરકારક, પ્રતિઉત્પાદક અને પ્રમાણસર" હોવો જોઈએ. જો કે, જર્મનીના ડેટા સુરક્ષા કમિશનર, ઉલરિચ કેલ્બરે માર્ચમાં એક ખુલ્લો પત્ર લખ્યો હતો અને ડીપીસીની જીડીપીઆર ફરિયાદોને સંભાળવાની "અત્યંત ધીમી" રીત માટે ટીકા કરી હતી.












Click it and Unblock the Notifications
