વાંચ્યા વગર જ રીડ થઇ જાય છે WhatsApp ના મેસેજ, પ્રાઇવેટ ફોટો અને વીડિયો પર રાખવામાં આવી રહી છે નઝર
વર્તમાન સમયમાં WhatsApp દરેક વ્યક્તિ વાપરે છે. નાના મોટા દરેક કામ માટે લોકો WhatsApp નો ઉપયોગ કરે છે. એક રીતે કહીએ તો મેસેજનો પર્યાય WhatsApp બની ગયો છે.
વર્તમાન સમયમાં WhatsApp દરેક વ્યક્તિ વાપરે છે. નાના મોટા દરેક કામ માટે લોકો WhatsApp નો ઉપયોગ કરે છે. એક રીતે કહીએ તો મેસેજનો પર્યાય WhatsApp બની ગયો છે. આવા સમયે WhatsAppને કારણે તમારી સમસ્યા વધી શકે છે, કારણ કે તમે ઘણી એવી વસ્તુનું આદાનપ્રદાન કરો છો, જે અન્યના જોવાથી મુશ્કેલીમાં મૂકાઇ શકો છે.

જો તમારા WhatsApp ના મેસેજ તમારા વાંચ્યા પહેલા રીડ થઇ જાય છે, તો તમારે ચેતી જવાની જરૂર છે. જો આવું થઇ રહ્યું છે તો તમારે તમારા સગા સંબંધીઓને જણાવી દો કે WhatsApp પર તમને ખાનગી વસ્તુઓ ન મોકલે.
જો તમને લાગતું હોય કે WhatsApp પર તમારા મેસેજ વાંચતા પહેલા જ રીડ થઇ રહ્યા છે અને તમને તે વાંચવાનો મોકો નથી મળી રહ્યો તો તે ચિંતાનો વિષય છે. કારણ કે, તમારે સમજી લેવું જોઈએ કે, તમારું WhatsApp એકાઉન્ટ હેક થઈ ગયું છે.
વાસ્તવમાં આજકાલ હેકર્સ એક નવી રીત લઈને આવ્યા છે, આ નવી રીતમાં તમારી આખી WhatsApp ચેટિંગ સ્માર્ટફોન પર ઓપન થઈ જાય છે, તે તેને પોતાના લેપટોપ પર પણ ઓપન કરી શકે છે. આમાં, જ્યારે પણ તમારા એકાઉન્ટ પર કોઈ સંદેશ આવે છે, તે સીધો હેકર્સના ઉપકરણ પર દેખાવા લાગે છે.
હેકિંગ કેવી રીતે થાય છે?
ઉલ્લેખનીય છે કે, WhatsApp-વેબ એક એવી પદ્ધતિ છે, જે હેકિંગનું માધ્યમ બની ગઈ છે અને તેના કારણે યુઝર્સ હેકિંગનો શિકાર બની રહ્યા છે. આ પદ્ધતિ ખૂબ જ અસરકારક છે અને હેકર્સ તેનો ઉપયોગ કરી રહ્યા છે. હેકર તમારા ઉપકરણ પરના WhatsApp બારકોડને સ્કેન કરે છે અને પછી તમારી ચેટ અને એકાઉન્ટ હેક થઇ જશે. આ રીતે તમારે કોઈને તમારા એકાઉન્ટનો બારકોડ સ્કેન કરવા દેવો નહીં. જો તમે આવું કરશો તો તમારું WhatsApp એકાઉન્ટ હેક થઈ જશે.












Click it and Unblock the Notifications
