For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો : IPO કે પબ્લિક ઇશ્યુમાં બુક રનિંગ લીડ મેનેજર કોણ હોય છે?

|
Google Oneindia Gujarati News

જો આપે પબ્લિક ઇશ્યુ કે IPO (આઇપીઓ) માટે નોંધણી કરાવી હોય અને તેનું પ્રોસ્પેક્ટસ વાંચ્યું હોય તો આપના વાંચવામાં લીડ મેનેજર અથવા બુક રનિંગ લીડ મેનેજર જેવા શબ્દો ચોક્કસ નજરે ચઢ્યા હશે.

વાસ્તવમાં લીડ મેનેજર્સ અને બુક રનિંગ લીડ મેનેજર્સ (બીઆરએલએમ - BRLM) ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ કે આઇપીઓ (IPO)ની સંપૂર્ણ પ્રક્રિયા સાથે સંકળાયેલા છે. આપ તેમના વિના આઇપીઓ લોન્ચ કરી શકતા નથી. આ કારણે કોઇ પણ કંપની પાસે મજબુત અને હોંશિયાર BRLM અને લીડ મેનેજર્સ હોવા જરૂરી છે. આ બાબતનું ધ્યાન રાખવામાં આવશે તો આપનો પબ્લિક ઇસ્યુ ચોક્કસથી સફળ થશે.

લીડ મેનેજર્સ અને બુક રનિંગ લીડ મેનેજર્સ શું કરે છે?
લીડ મેનેજર્સ અને બુક રનિંગ લીડ મેનેજર્સ કંપનીનો આઇપીઓ માર્કેટમાં મૂકતા પહેલા કંપનીની તરફથી બાકી તમામ કાર્યવાહી પૂર્ણ કરે છે. આ કાર્યવાહીમાં લોકો સમક્ષ મેનેજમેન્ટ, બિઝનેસ પ્લાન જેમાં કંપનીના ફ્યુચર બિઝનેસ પ્લાન અને કાયદાકીય બાબતોનો પણ સમાવેશ થાય છે વગેરેની ચકાસણી કરે છે.

લીડ મેનેજર્સ અને બુક રનિંગ લીડ મેનેજર્સની સૌથી મહત્વની કામગીરી એ છે કે તેઓ કંપનીના અત્યંત મહત્વપૂર્ણ દસ્તાવેજો જેવા કે પ્રોસ્પેક્ટસ, પ્રચાર સામગ્રી અને એડવર્ટાઇઝમેન્ટ વગેરેની સત્યતા અને ચોક્કસાઇની તપાસ કરે છે.

લીડ મેનેજર્સ અને બુક રનિંગ લીડ મેનેજર્સ રજિસ્ટ્રાર ઓફ કંપનીસ, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા અને અન્ય સત્તાવાળાઓ સહિત વિવિધ સ્ટોક એક્સચેન્જીસમાં જરૂરી કાર્યવાહી પૂર્ણ કરે છે.

આઇપીઓની મેનેજમેન્ટ ટીમ ઉપરાંત તેઓ પબ્લિક ઇશ્યુ માટે એક રજિસ્ટ્રાર, પ્રિન્ટર્સ, એડવર્ટાઇઝિંગ એજન્સી અને બેંકરની વ્યવસ્થા પણ કરે છે.

લીડ મેનેજર્સ અને બુક રનિંગ લીડ મેનેજર્સ પબ્લિક ઇશ્યુને સફળ બનાવવા માટે માર્કેટિંગ સ્ટ્રેટેજી ઘડે છે. પબ્લિક ઇશ્યુ બહાર પાડ્યા બાદ તેઓ એ બાબાત જોવે છે કે સિક્યુરિટીનું લિસ્ટિંગ કરવામાં આવે અને આઇપીઓમાંથી યોગ્ય રીતે રિફન્ડ મળે. આ માટે સારા સંયોજનની જરૂર પડે છે.

interest-rates-4

લીડ મેનેજર્સ અને બુક રનિંગ લીડ મેનેજર્સની ભૂમિકા શા માટે મહત્વની?
લીડ મેનેજર્સ અને બુક રનિંગ લીડ મેનેજર્સની ભૂમિકા એટલા માટે મહત્વની છે કારણ કે તેઓ આઇપીઓની યોગ્ય કિંમત રજૂ કરવા સાથે તે સફળ રહે તેની વ્યવસ્થા ગોઠવે છે. ભારતમાં તેમના મહત્વને નજરઅંદાજ કરી શકાય તેમ નથી. જો આ વ્યવસ્થામાં કોઇ મુશ્કેલી સર્જાય ત્યારે તેઓ સમસ્યાનું સમાધાન લાવી આપે છે.

ભૂતકાળમાં લીડ મેનેજર્સ અને બુક રનિંગ લીડ મેનેજર્સની ભૂમિકાઓ પર બાજ નજર રાખવામાં આવતી હતી. કારણ કે ભૂતકાળમાં કેપિટલ માર્કેટના વૉચ ડોગ્સ દ્વારા લીડ મેનેજર્સ અને બુક રનિંગ લીડ મેનેજર્સને પોતાની તરફેણમાં કરવાના કિસ્સા બન્યા હતા. આ કારણે આઇપીઓની વિગતો ડબલ ચેક કરવી જરૂરી છે.

English summary
Who is a Book Running Lead Manager in an IPO or Public Issue?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X