શા માટે હોમ, ઓટો અને પર્સનલ લોનના વ્યાજદર ઘટતા નથી?

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ - RBI)એ મંગળવારે રેપો રેટ, રિવર્સ રેપોરેટ અને સીઆરઆરના દરો યથાવત રાખીને ફરી સંકેત આપી દીધા કે આગામી થોડા સમયમાં તે આ દરોમાં કોઇ કાપ કૂપ કરશે નહીં. જેથી હોમ લોન, પર્સનલ લોન, ગોલ્ડ લોન, ઓટો લોન, એજ્યુકેશન લોન વગેરેના વ્યાજદર આગામી સમયમાં ઘટશે નહીં.

રેપો રેટ એ દર છે જે દરે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારતની અન્ય બેંકોને નાણા આપે છે. જ્યારે આરબીઆઇ ઇન્ટરેસ્ટ રેટ કે રેપો રેટમાં ઘટાડો કરે છે ત્યારે દેશમાં વિવિધ વ્યાજ દરોમાં પણ ઘટાડો થાય છે. દેશમાં અન્ય બેંકો એટલા માટે વ્યાજદર ઘટાડે છે કારણ કે તેને નાણા સસ્તા દરે મળે છે.

insurance-1

જો કે દર વખતે આમ થાય એ જરૂરી નથી. દરેક બેંક વ્યાજ દર નક્કી કરતા પહેલા પોતાની મિલકતો, જવાબદારીઓને ધ્યાનમાં લે છે. જો કે સામાન્ય રીતે રેપો રેટ ઘટતા દેશમાં વ્યાજદર ઘટે છે.

આરબીઆઇએ કેવી રીતે આપ્યો સંકેત
આરબીઆઇ ગવર્નર રઘુરામ રાજને અનેક પ્રસંગે જણાવ્યું છે કે તે મોટી ચિંતા છે. જ્યારે પણ ફુગાવો વધે છે ત્યારે કોઇ પણ સેન્ટ્રલ બેંક વ્યાજ દર ઘટાડતી નથી. RBIએ જણાવ્યું છે કે ફુગાવો 8 ટકાએ રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X