For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેંક FD કરતા સ્ટોક્સમાં રોકાણ આ કારણોથી લાભદાયી

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 25 નવેમ્બર : તાજેતરના સમયમાં સ્ટોક માર્કેટમાં જોવા મળેલી વોલેટિલિટીને કારણે રિટેલ ઇન્વેસ્ટર્સ શેરોમાં રોકાણ કરતાં ખચકાય છે. શેર માર્કેટના વિકલ્પ સામે બેન્ક એફડી અને નાની બચત યોજનાઓ લોકપ્રિય છે. જ્યારે કુલ ઘરગથ્થુ બચતમાં શેર રોકાણનો હિસ્સો પાંચ ટકાથી પણ ઓછો છે. જોકે, કેટલાક શેરોએ આકર્ષક વળતરની સાથે નફાનો મોટો હિસ્સો ડિવિડન્ડ સ્વરૂપે વહેંચ્યો છે.

બીએસઇ 500 ઇન્ડેક્સમાંથી છેલ્લાં 10 વર્ષમાં ચોખ્ખા નફાના 25 ટકા કરતાં વધુ હિસ્સાની વહેંચણી ડિવિડન્ડ તરીકે કરી હોય તેવી માત્ર ૩૮ કંપનીઓ આ માપદંડ હેઠળ આવે છે. તેમાંથી અમુક કંપનીઓએ જ સમીક્ષા હેઠળનાં 10 વર્ષમાંથી ઓછામાં ઓછાં 7 વર્ષ સેન્સેક્સ કરતાં વધુ વળતર આપ્યું છે. સૂચિત ગાળામાં સેન્સેક્સ વાર્ષિક 17 ટકાના ચક્રવૃદ્ધિ દરે વધ્યો છે. જ્યારે સમીક્ષા હેઠળના શેરોએ સરેરાશ વાર્ષિક 38 ટકાનું વળતર આપ્યું છે. રિટર્ન ઉપરાંત, આ શેરોની ડિવિડન્ડ યીલ્ડ પણ ઘણી ઊંચી રહી છે.

loan-1

આગામી સમયમાં પણ આ કંપનીઓ ઊંચું ડિવિડન્ડ ચૂકવતી રહેશે? તેવો પ્રશ્ન કોઇ પણ રોકાણકારના મનમાં ઉઠે છે. કેટલીક કંપનીઓની મેનેજમેન્ટ પોલિસી પ્રમાણે તેમણે વાર્ષિક નફાનો અમુક હિસ્સો ડિવિડન્ડ તરીકે ચૂકવવાનો હોય છે. એટલે આવા શેરોમાં રોકાણકારોને નિયમિત આકર્ષક ડિવિડન્ડની ખાતરી મળે છે.

તમે આવી કેટલીક કંપનીઓમાં લાંબા સમય સુધી રોકાણ કરશો તો નિવૃત્તિમાં તમને સારી આવક મળી રહેશે. જોકે, આ શેરોની ડિવિડન્ડ યીલ્ડ ઊંચી નથી. ડિવિડન્ડ યીલ્ડ એટલે શેરના બજાર ભાવના પ્રમાણમાં ડિવિડન્ડની ટકાવારી. આપણે જે શેરોની ચર્ચા કરી રહ્યા છીએ તેમાં ચોખ્ખા નફાના પ્રમાણમાં ડિવિડન્ડની ચુકવણી ઊંચી છે, પરંતુ આ શેરોનો ભાવ ઘણો વધારે હોવાથી તેમની યીલ્ડ નીચા સ્તરે છે.

ઉપરાંત, આ કંપનીઓનો પીઇ 40-50ની આસપાસ હોવાથી તેને વેલ્યૂ પિક પણ કહી શકાય નહીં. કેટલાક શેરોમાં તો ટૂંકાથી મધ્યમ ગાળાની દૃષ્ટિએ વૃદ્ધિનો ખાસ અવકાશ નથી. તમારો રોકાણનો ગાળો માત્ર બે વર્ષ હોય તો આ શેરોમાં રોકાણ હિતાવહ નથી. જોકે, લાંબા ગાળે વળતર મેળવવું હોય તો આ શેરોના ઊંચા ભાવને જોઈને રોકાણ કરવાનું ટાળશો નહીં.

English summary
Why investment in Stock is more profitable than invest in bank FDs?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X