For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિંન્દી રાષ્ટ્રભાષા છે?, ટ્વિટર પર #Reject_Zomato ટ્રેન્ડિંગ કેમ?

કંપનીના એક્ઝિક્યુટિવ સાથે ગ્રાહકની ચેટના સ્ક્રીનશોટ #Reject_Zomato ટેગ સાથે વાયરલ થયા છે.

|
Google Oneindia Gujarati News

#Reject_Zomato : ફૂડ ડિલિવરી એપ Zomato ની સોશિયલ મીડિયા ટીમનું હાલત ખરાબ થઇ ગઈ છે. કંપનીના એક્ઝિક્યુટિવ સાથે ગ્રાહકની ચેટના સ્ક્રીનશોટ #Reject_Zomato ટેગ સાથે વાયરલ થયા છે. તમિલનાડુમાં રહેતા એક માણસે આરોપ લગાવ્યો કે, ઝોમેટોના એક એક્ઝિક્યુટિવે તેને હિન્દી શીખવાનું કહ્યું હોય તેવા સ્ક્રીનશોટ શેર થઇ રહ્યા છે. વિકાસ નામની વ્યક્તિએ લખ્યું કે, 'કસ્ટમર કેર કહે છે કે, મારું રિફંડ એટલા માટે કરવામાં આવ્યું નથી કારણ કે મને હિન્દી આવડતી નથી. તેણે મને જૂઠો પણ કહ્યો છે. એવો આરોપ છે કે, ઝોમેટો કર્મચારીએ એમ પણ કહ્યું હતું કે 'હિન્દી રાષ્ટ્રભાષા છે એટલે તેની જાણકારી તો હોવી જ જોઇએ'.

ઝોમેટો

આ પછી ઘણા લોકોએ ઝોમેટો સાથેની ચેટ પર એક જ પ્રશ્ન પૂછવાનું શરૂ કર્યું, શું હિન્દી રાષ્ટ્રભાષા છે? દક્ષિણના રાજ્યોમાં પહેલાથી જ હિન્દીને 'લાદવા' સામે અવાજ ઉઠ્યો છે, આવી સ્થિતિમાં ઝોમેટોને પાઠ ભણાવવા સોશિયલ મીડિયા પર એક અભિયાન શરૂ થયું છે. આ અભિયાનમાં લોકો #Reject_Zomato સાથે એપને અનઇન્સ્ટોલ કરીને ઝોમેટોને સામે આવીને તેનું સ્ટેન્ડ ક્લિયર કરવા માટે જણાવી રહ્યા છે.

શું છે સમગ્ર વિવાદ?

#Reject_Zomato ટ્રેન્ડ વિકાસ નામના યુઝરના ટ્વીટથી શરૂ થયો હતો. વિકાસના મતે તેમણે જે વસ્તુઓ મંગાવી હતી, તેમાંથી એક વસ્તુ ઓછી હતી. તેણે એ પર કસ્ટમર કેર સાથે ચેટિંગ કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે ગ્રાહકે એછી થયેલી વસ્તુનું રિફંડ માંગ્યું, ત્યારે સ્ક્રીનશોટ મુજબ એક્ઝિક્યુટિવે તેને જણાવ્યું કે હોટેલિયર્સ તેનીભાષા સમજી શકતા નથી. આ અંગે વિકાસએ કહ્યું કે, તેની ચિંતા કરવી તેનું કામ નથી.

તેમણે લખ્યું હતું કે 'જો ઝોમેટો તમિલનાડુમાં ઉપલબ્ધ છે, તો તેઓએ ભાષાસમજતા લોકોને નોકરી પર રાખવી જોઈએ.' જેના જવાબમાં ઝોમેટો એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે, 'હિન્દી આપણી રાષ્ટ્રીય ભાષા છે. તેથી તે ખૂબ જ સામાન્ય છે કે, દરેકવ્યક્તિએ થોડુંક હિન્દી જાણવું જોઈએ.

અને #Reject_Zomato ટ્રેન્ડ થવા લાગ્યું

વિકાસના ટ્વિટ પર ઝોમેટોએ તેનો મોબાઈલ નંબર માંગ્યો હતો. એક ટ્વિટમાં વિકાસએ લખ્યું કે, તે "મજબૂત સ્પષ્ટતા અને જાહેર માફી" માગે. કંપનીના કસ્ટમર કેરેજવાબમાં જણાવ્યું હતું કે, ફોન વાતચીત બાદ વિકાસ સંતુષ્ટ છે. જો કે, ત્યાં સુધીમાં વિકાસનું ટ્વિટ વાયરલ થઈ ગયું હતું. તેમની ચેટના સ્ક્રીનશોટ શેર કરીને લોકોઝોમેટો પર હિન્દી લાદવાનો આરોપ લગાવવા લાગ્યા હતા. તમિલનાડુના લોકો થોડા વધારે ગુસ્સમાં જણાઇ રહ્યા છે.

આ પહેલા પણ ઝોમેટો સપડાયું હતું વિવાદ

બે વર્ષ પહેલા ઝોમેટોને સોશિયલ મીડિયા પર ભારે આક્રોશનો સામનો કરવો પડ્યો હતો. એક ગ્રાહકે ફરિયાદ કરી કે, તેને બીજા ધર્મનો ડિલિવરી બોય સોંપવામાં આવ્યોછે. ગ્રાહકે હિન્દુ ડિલિવરી બોયની માંગણી કરી હતી. તેમણે ટ્વિટર પર સ્ક્રીનશોટ પોસ્ટ કર્યા હતા, જેના જવાબમાં ઝોમેટોએ ટ્વિટ કર્યું કે, 'ખોરાકનો કોઈ ધર્મ નથી'. તેપોતે એક ધર્મ છે. ' આ પછી ઝોમેટો સામે ટ્રેન્ડ #Reject_Zomato ચાલવા લાગ્યો હતો. ઘણા યુઝર્સે પૂછ્યું કે, તો શા માટે ઝોમેટો 'જૈન' અને 'હલાલ' ટેગનોઉપયોગ કરે છે?

English summary
The condition of the social media team of food delivery app Zomato has deteriorated. Screenshots of customer chats with company executives have gone viral with the tag #Reject_Zomato.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X