For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્રુડ 80 ડોલરની અંદર જતા OMCsના શેર્સમાં તેજી

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 12 નવેમ્બર : ઓઇલ માર્કેટિંગ કંપનીઓના શેર્સમાં તેલની કિંમતોમાં ઘટાડા છતાં તેજી જોવા મળી રહી છે. બ્રેન્ડ ક્રુડ આજે 80 ડોલર પ્રતિ બેરલ પહોંચી ગયું હતું. આ બાબતને ભારતમાં રહેલી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ માટે સારું માનવામાં આવી રહ્યું છે.

આના પગલે બીપીસીએલ અંદાજે એક ટકા જેટલો વધ્યો છે. એચપીસીએલ અંદાજે 2 ટકા જેટલો વધીને ટ્રેડ થઇ રહ્યો છે. ડીલર્સનું કહેવું છે કે જ્યાં સુધી ક્રુડ પ્રાઇસમાં ઘટાડો થવાનું ચાલુ રહેશે ત્યાં સુધી ઓઇલ માર્કેટિંગ કંપનીઓના શેર્સમાં તેજી ચાલુ રહેશે.

personal-finance-investment-1

જો કે ક્રુડ પ્રાઇસમાં ઘટાડાથી ઓઇલ એક્સપ્લોરેશન અને પ્રોડક્શન કંપનીઓ માટે સારી સ્થિતિ નથી. ક્રેઇન ઇન્ડિયામાં ઘટાડો નોંધાયો છે.

હાલમાં બ્રેન્ટ ક્રુડના ભાવ 82 ડૉલરની નીચે પહોંચી ગયા છે. તો એનવાયએમઈએક્સ પર ક્રુડ 77 ડૉલરની નજીક કારોબાર કરી રહ્યું છે. લિબીયા અને યુક્રેનમાં સંકટ હોવા છતાં ક્રુડને સપોર્ટ નથી મળી રહ્યો. સાથે જ આંતરરાષ્ટ્રીય બજારમાં ડૉલર ઈન્ડેક્સ 4 વર્ષની ઉંચાઇ પર પહોંચી ગયો છે. તેની અસર ક્રુડ પર જોવા મળી રહી છે.

હવે 27 નવેમ્બરે થનારી ઓપેકની બેઠક પર બધાની નજર ટકેલી છે. કારણકે આ બેઠકમાં ઓપેક ક્રુડનું ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય લઈ શકે છે. અને જો ઉત્પાદન નહીં ઘટે તો ક્રુડમાં હજુ પણ મોટો ઘટાડો જોવા મળી શકે છે.

બજારના જાણકારોનું માનવું છે કે ક્રુડના ભાવ ઘટવાના કારણે ઓએમસીએસ શૅર્સમાં હજુ આગળ પણ તેજી બનેલી રહેશે.
સસ્તા ક્રુડની અસર આવનાર 2 વર્ષ સુધી ક્રુડ હાલના સ્તરે જ રહેશે. સસ્તા ક્રુડના કારણે ઓએમસીએસના શૅર્સ પર અસર જોવા મળી. ઓએમસીએસના શૅર્સમાં હજુ આગળ પણ તેજી યથાવત રહેશે. ઓએમસીએસ શૅર્સમાં ટૂંકા ગાળામાં ઘટાડો શકય નથી.
ક્રુડના ભાવમાં ઘટાડો થવાના કારણે ઓએમસીએસના દેવામાં થોડો ઘટાડો થશે.

ક્રુડના ભાવમાં ઘટાડો થવાના કારણે સૌથી વધારે ફાયદો ઓએનજીસી જેવી અપસ્ટ્રીમ કંપનીઓને થશે . ઓએમસીએસએ ઓછું દેવું ચૂકવવું પડશે જેના કારણે વાર્ષિક રૂપિયા 4000 કરોડની બચતનું અનુમાન છે.

English summary
Why OMCs trading higher as Brent Crude Falls under $80 a Barrel?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X