For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં ઓનલાઇન લોન એપ્લિકેશન્સ કેમ વેસ્ટ ઓફ ટાઇમ છે?

|
Google Oneindia Gujarati News

આપ જ્યારે ઓનલાઇન લોન એપ્લિકેશન માટે ગૂગલ પર સર્ચ કરશો ત્યારે અનેક ઓનલાઇન પોર્ટલ આપને લોન ઓફર કરશે. ખાસ કરીને પર્સનલ લોન આપવાનું પ્રમાણ વધારે હોય છે. આ પોર્ટલ્સ આપને ઝડપી લોન મંજુર થવાની ખાતરી આપીને આકર્ષે છે.

ગૂગલ સર્ચમાં આપને એક વાક્ય ખાસ જોવા મળશે. તે છે '12.99 ટકાના દરે બે મીનિટમાં લોન મંજુરી' વાસ્તવમાં આ શક્ય નથી. હકીકતમાં ઓનલાઇન લોનની પ્રક્રિયા કેવી છે તે સમજવી પડે એમ છે.

ઓનલાઇન લોન અરજી કર્યા બાદ આપને જે તે કંપની કે બેંકના એક્ઝિક્યુટિવનો ફોન આવે છે. જેમાં આપને કહેવામાં આવે છે કે તેઓ તેંમની કંપનીમાંથી કોઇ માણસને ફોર્મ કલેક્ટ કરવા માટે મોકલશે. આપના ફોર્મ કલેક્ટ થાય અને પછી ચકાસણી થાય એટલે આપને એમ થાય છે કે હવે લોન મળી ગઇ સમજો.

ખરેખર તો ફોર્મ ચકાસણી માટે જાય પછી ખરી ઝંઝટ શરૂ થાય છે. વાસ્તવમાં આપની ઓનલાઇન મંજુર થયેલી લોન આ તબક્કામાં રિજેક્ટ થાય છે. ઓનલાઇન લોન એપ્લિકેશનમાં શરૂઆતમાં પૂછવામાં આવેલા કેટલાક પ્રશ્નો અને તેના આધારે મંજુર થયેલી લોન બાદ આ તબક્કો તેટલો જ અઘરો અને કંટાળાજનક બની રહે છે.

વાસ્તવમાં ઓનલાઇન લોન અરજી કરનાર ક્યાં ભૂલ કરે છે એ જોવા જેવું છે. તેઓ બેંકના સ્ટેટમેન્ટને લોન મંજુરી પત્ર માની બેસે છે. પરંતુ તે લોન મંજુરી પત્ર હોતો નથી. આપના ઓનલાઇન ફોર્મમાં નીચે લખેલું હોય છે કે આપની અરજી ગમે ત્યારે નામંજુર થઇ શકે છે. આમ થવાના મુખ્યકારણો આ મુજબ હોય છે...

1 - ખરાબ ક્રેડિટ રેટિંગ અથવા સિબિલ સ્કોર

1 - ખરાબ ક્રેડિટ રેટિંગ અથવા સિબિલ સ્કોર


આપનો સિબિલ સ્કોર અગાઉની લોનમાં નાદારીને કારણે અથવા ભરપાઇમાં વિલંબ થવાને કારણે બગડે છે. આવા કિસ્સામાં બેંક આપને લોન આપવાનો ઇનકાર કરે છે.

2 - દસ્તાવેજો અપૂરતા અથવા અયોગ્ય હોવા

2 - દસ્તાવેજો અપૂરતા અથવા અયોગ્ય હોવા


જ્યારે પણ આપ ઓનલાઇન લોન અરજી કરો છો ત્યારે આપના દસ્તાવેજો ચકાસવામાં આવતા નથી. ઓનલાઇન એપ્લિકેશન બાદની પ્રક્રિયામાં જાણવા મળે છે કે આપના દસ્તાવેજો કેવાયસી મુજબના નથી અથવા અપૂરતા છે.

3 - ઓછી રકમ

3 - ઓછી રકમ


બેંક આપનો ક્રેડિટ સ્કોર અને તેની ધિરાણ માર્ગદર્શિકા જોઇને તેના આધારે આપને કેટલી લોન આપી શકાય તેનો નિર્ણય કરે છે. મોટા ભાગની બેંકો ઓછામાં ઓછી રકમ આપવા માંગે છે.

4 - વ્યાજના દરોમાં તફાવત

4 - વ્યાજના દરોમાં તફાવત


ઘણા કિસ્સામાં વ્યક્તિની કંપનીમાંથી જ વ્યક્તિગત લોન મળી જતી હોય છે. જો કે ઓનલાઇન લોનની સરખામણીમાં તેના વ્યાજદરો ઓછા હોય છે.

5 - હોમલોનના કિસ્સામાં ઘણી ચકાસણી

5 - હોમલોનના કિસ્સામાં ઘણી ચકાસણી


આપે હોમ લોન માટે ઓનલાઇન અરજી કરી હોય અને તે મંજુર થઇ હોય તો ખાસ હરખાવા જેવું હોતું નથી. કારણ કે હોમ લોન માટે ઓનલાઇન અરજી કર્યા બાદ લોન મંજુરીની પ્રક્રિયા ઘણી લાંબી અને કંટાળાજનક હોય છે. ઘણીવાર લોન આપનાર જે તે મિલકતને મંજુર રાખતી નથી.ઘણીવાર તે જ્યુરાડિક્શનની બહાર હોય છે. કેટલીકવાર તેને અન્ય કોઇ કારણથી નામંજુર કરવામાં આવે છે. આ કારણે હોમ લોન મેળવવામાં ઘણો સમય લાગે છે.

6 કેવી વિગતો ભરવી પડે છે?

6 કેવી વિગતો ભરવી પડે છે?


આપ જ્યારે પણ ઓનલાઇન લોન માટે અરજી કરી રહ્યા હોવ ત્યારે તેમાં પ્રથમ તબક્કે પ્રાથમિક વિગતો માંગવામાં આવે છે. આ વિગતો આપ્યા બાદ બીજો તબક્કો તમામ દસ્તાવેજો અને તેની ચકાસણીનો છે. જે ખરેખર માથાનો દુ:ખાવો બની રહે છે.

English summary
Why online loan applications in India may sometimes be a waste of time?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X