ચૂંટણી આવતાં જ શેર માર્કેટમાં આંધી કેમ આવે? જાણો ભાજપ અને સ્ટોક માર્કેટનું કનેક્શન
દેશના શેર માર્કેટમાં ઉતાર-ચઢાવ ચાલતા રહે છે. પરંતુ જ્યારે પણ દેશમાં ચૂંટણી હોય છે ત્યારે શેર માર્કેટમાં ઉથલ-પાથલ જોવા મળે છે. શેર માર્કેટ ઉપર-નીચે થવું ચર્ચાનો વિષય બની રહે છે. પરંતુ જ્યારે વાત રાજનીતિની આવે છે. ત્યારે તેનો અલગ મતલબ કાઢવામાં આવે છે. કેન્દ્રમાં ભાજપની સરકાર બન્યા બાદ જે કોઈપણ રાજ્યમાં ચૂંટણી થાય છે. શેર માર્કેટ ઉતર ચાલ્યું જાય છે. આનાથી ચૂંટણીનું આંકલન પણ બદલાય જાય છે. આખરે ભાજપ અને શેર માર્કેટ વચ્ચે એવું શું કનેક્શન છે. હાલમાં જ પાંચ રાજ્યોના વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ આવાતાની પહેલાં જ શેર માર્કેટે મોટી છલાંગ લગાવી છે.

વધતા અર્થતંત્ર સાથે શેર બજાર ચોખા ફાયદામાં
શેર બજાર સાથે જોડાયેલા લોકોનું માનવું છે કે કેન્દ્રમાં ભાજપની સરકાર અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ દેશના અર્થતંત્રએ હરણફાળ છલાંગ લગાવી છે. જેની અસર બજાર પર જોવા મળે છે. ભારત સહિત અન્ય દેશોમાં બેઠેલા લોકોને ઈકોનોમી પર ભરોસો છે. શેર બજારમાં તેજી પાછળનું આ એક મોટું કારણ છે. આ લોકોનું માનવું છે કે ભાજપે દેશના રાજકારણને સ્થિરતા આપી છે. શેરમાર્કેટમાં તેજી પાછળનું આ પણ એક મોટું કારણ છે.
શેરબજારને આશા છે કે મોદી 2024માં પણ પીએમ બનશે
શેરબજાર સાથે જોડાયેલા લોકોનું માનવું છે કે પીએમ મોદીના વડાપ્રધાન બન્યા બાદથી માર્કેટમાં સ્થિરતા જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં તેમને આશા છે કે જો નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન રહેશે તો ભારતમાં રોકાણ વધશે અને અર્થવ્યવસ્થા વધુ આગળ વધશે. શેરબજારને આનો ફાયદો થશે. મોટી રકમનું રોકાણ થશે અને તેમને નફો મળશે. આવી સ્થિતિમાં નફો કમાવવા માટે શેરબજાર ઈચ્છે છે કે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બને.
તમને જણાવી દઈએ કે 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં દેશની જનતાએ ભાજપને પૂર્ણ બહુમતી આપી હતી. નરેન્દ્ર મોદી બંને વખત પૂર્ણ બહુમતી સાથે દેશના વડાપ્રધાન બન્યા. તેનાથી દેશમાં રાજકીય સ્થિરતાની સ્થિતિ સર્જાઈ અને અર્થવ્યવસ્થાનો વિકાસ થયો.












Click it and Unblock the Notifications
