For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BSE વિશ્વનું ટોચનું એક્સચેન્જ બન્યું

|
Google Oneindia Gujarati News

bse-building
નવી દિલ્હી, 25 નવેમ્બર : મુંબઇ શેર બજાર એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ) સૂચિબદ્ધ કંપનીઓ (લિસ્ટેડ કંપનીઓ)ની સંખ્યાની દ્રષ્ટિએ વિશ્વના તમામ સ્ટોક એક્સચેન્જમાં નંબર વન ઉપર છે. આ મુદ્દે ભારતના બીએસઇએ એનવાયએસઇ, નેસ્ડેક, તથા લંડન સ્ટોક એક્સચેન્જને પણ પાછલ છોડી દીધા છે.

વર્લ્ડ ફેડરેશન ઑફ એક્સચેન્જ (ડબલ્યુએફઆઇ)ના આંકડાઓ અનુસાર પાછલા મહિનાના અંતમાં બીએસઇમાં 5,174 કંપનીઓ લિસ્ટેડ હતી. આ સંખ્યાની દ્રષ્ટિએ જોઇએ તો તે ટીએમએક્સ ગ્રુપ (કેનેડા)થી 1000 કંપનીઓ એટલે કે અંદાજે 20 ટકા આગળ છે.

આ રીતે જ બ્રિટનના લંડન સ્ટોક એક્સચેન્જ તથા અમેરિકન શેર માર્કેટ નાસ્ડેક તથા એનવાયએસઇમાં લિસ્ટેડ કંપનીઓની સંખ્યા પર નજર કરવમાં આવે તો બીએસઇમાં કંપનીઓની સંખ્યા લગભગ બમણી છે. આ મામલે ભારતના નેશનેલ સ્ટોક એક્સચેન્જનો નંબર 10 આવે છે. એનએસઇમાં કુલ 1660 કંપનીઓ નોંધાયેલી છે.

ડબલ્યુએફઇનાં આંકડાઓ અનુસાર બીએસઇમાં લિસ્ટેડ કંપનીઓની સંખ્યા જાન્યુઆરીમાં 5,115 હતી. જે ઑક્ટોબરમાં વધીને 5174 થઇ ગઇ હતી. ઑક્ટોબરમાં સ્ટોક એક્સચેન્જમાં નોંધાયેલી કંપનીઓની સંખ્યામાં ટકાનો વધારો થયો હતો.

આ દ્રષ્ટિએ જોઇએ તો બીએસઇ બાદ ટીએમએક્સ ગ્રુપ, બીએમઇ સ્પેનિશ એક્સચેંજ, લંડન એસઇ ગ્રુપ, નાસ્ડેક, ઓએમએક્સ, એનવાયએસઇ, યુરોનેક્સ્ટ, ટોકિયો એસઇ ગ્રુપ, ઓસ્ટ્રેલિયન એસઇ, કોરિયા એક્સચેન્જ તથા એનએસઇ છે.

English summary
World's top exchange is BSE.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X