For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'યામાહા ભારતમાં લોન્ચ કરશે વિશ્વની સૌથી સસ્તી બાઇક'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

yamaha-logo
નવી દિલ્હી, 10 એપ્રિલ: જાપાની ટુવ્હિલર નિર્માતા કંપની યામાહાએ દાવો કર્યો છે કે તે ભારતમાં દુનિયાની સૌથી સસ્તી મોટરસાઇકલ બનાવવાની દિશામાં કામ કરી રહી છે. કંપનીના જણાવ્યા અનુસાર મોટરસાઇકલની કિંમત લગભગ 500 ડોલર (લગભગ 27 હજાર રૂપિયા) હશે.

ભારતમાં પોતાના પાંચમા રિસર્ચ અને વિકાસ કેન્દ્ર (આરએન્ડડી સેન્ટર)ની સ્થાપનાની જાહેરાત કરતાં કંપનીએ કહ્યું છે કે ભારત ઓછી કિંમતે મોટરસાઇકલ બનાવનાર એક વૈશ્વિક કેન્દ્રના રૂપમાં વિકસીત થશે.

અહીંથી આફ્રિકા અને લેટિન અમેરિકાના દેશોને પણ નિકાસ કરવામાં આવશે. યામાહાના નવા એકમ યામાહા મોટર રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (વાઇએમઆરઆઇ)ની સ્થાપના આ વર્ષે ફેબ્રુઆરીમાં ઉત્તર પ્રદેશના સુરજપુરમાં કરવામાં આવી છે.

વાઇએમઆરએમે સૌથી સસ્તી મોટરસાઇકલ બનાવવાની દિશામાં કાર્ય શરૂ કરી દિધું છે, જેમાં સૌથી પહેલાં ભારતમાં લોન્ચ કરવામાં આવશે. વાઇએમઆરઆઇના મેનેજિંગ ડિરેક્ટર તોશિકાજુ કોબાયાશીએ જણાવ્યું હતું કે અમારો ઉદ્દેશ્ય દુનિયામાં સૌથી સસ્તા ટુવ્હિલર મોડલ અને સસ્તા પાર્ટ્સ બનાવવાનો છે.

સાથે જ અમારું લક્ષ્ય ભારત અને અહીંથી નિર્યાત કરવામાં આવતાં દેશો માટે લગભગ 500 ડોલરમાં સૌથી સસ્તી મોટરસાઇકલ બનાવવાનો છે. આ મોટરસાઇકલના લોંચીગ અંગે સમય મર્યાદાનો ખુલાસો કરવામાં આવ્યો નથી તેમને કહ્યું હતું કે આ મોટરસાઇકલનું એન્જિન 100 સીસી અથવા તેથી વધારે હશે. અમે આને સૌથી પહેલાં ભારતમાં લોન્ચ કરીશું. ભવિષ્યમાં આફ્રિકા અને લેટિન અમેરિકાના દેશોમાં પણ તેનું નિકાસ કરવામાં આવશે.

ભારતીય બજારમાં પોતાની સ્થિતી મજબૂત બનાવવા માટે કંપની 2016 સુધી દર વર્ષે એક નવું સ્કુટર લોંચ કરશે. તે ઉપરાંત ટૂંક સમયમાં તૈયાર થનાર પોતાના ચેન્નઇ સંયંત્રમાં 2015 સુધી બીજા આરએન્ડડી સેન્ટરની સ્થાપના કરશે.

English summary
After launching successful series of Yamaha bikes in India, Yamaha will develop a motorcycle which will cost as low as INR 27,500.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X