For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કંઈ કર્યા વિના તમારુ બાળક બની જશે કરોડપતિ, આ છે સૌથી સરળ રીત

ચાલો જાણીએ કે તમે તમારા બાળકને કેવી રીતે કરોડપતિ બનાવી શકો છો.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ અમીર કેવી રીતે બનવુ એ સૌથી સામાન્ય પ્રશ્ન છે જેનો જવાબ મોટાભાગના લોકો જાણવા માંગતા હોય છે. અહીં અમે તમને જણાવીશુ કે તમે કેવી રીતે તમારા ઉપરાંત તમારા બાળકને પણ કરોડપતિ બનાવી શકો છો અને તે પણ તેના માટે કંઈ કર્યા વિના. આ સંપૂર્ણપણે તમારા બાળકના ભવિષ્યને સુરક્ષિત કરવા વિશે છે. તમે એજ્યુકેશન પૉલિસી લઈ શકો છો અથવા તેના માટે એફડી મેળવી શકો છો. પરંતુ જો તમે તેને કરોડપતિ બનાવી દો તો આ બધી વસ્તુઓ તેના માટે કંઈ નહીં હોય. તો ચાલો જાણીએ કે તમે તમારા બાળકને કેવી રીતે કરોડપતિ બનાવી શકો છો.

મ્યુચ્યુઅલ ફંડ છે સૌથી સરળ રીત

મ્યુચ્યુઅલ ફંડ છે સૌથી સરળ રીત

નિષ્ણાતોના મતે મ્યુચ્યુઅલ ફંડ એ તમારા બાળકને આરામથી અને વધુ જોખમ વિના કરોડપતિ બનાવવાનો સૌથી સરળ રસ્તો છે. લોકોએ તેમના બાળક માટે મ્યુચ્યુઅલ ફંડ SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન)માં નાની રકમનુ રોકાણ કરવુ જોઈએ. મ્યુચ્યુઅલ ફંડ રોકાણના આ મોડમાં, તમે લાંબા સમય સુધી રોકાણ કરવાનુ ચાલુ રાખી શકો છો અને મોટી રકમ કમાઈ શકો છો.

માત્ર 200 રૂપિયાનુ રોકાણ

માત્ર 200 રૂપિયાનુ રોકાણ

મહત્વની વાત એ છે કે તમારા બાળકને કરોડપતિ બનાવવા માટે તમારે માત્ર રૂ.200થી શરૂઆત કરવી પડશે. તમારે દરરોજ આ રકમનુ રોકાણ કરવુ પડશે. હવે તમે દરરોજ પૈસા જમા કરી શકતા નથી. તેથી તમારે માસિક ધોરણે રૂ.6000ની જરૂર પડશે. તમારે 25 વર્ષ સુધી સતત આટલુ રોકાણ કરવુ પડશે. આગળ જાણો બાકીનુ ગુણાકાર ગણિત.

25 વર્ષમાં કરોડપતિ

25 વર્ષમાં કરોડપતિ

જો તમે 25 વર્ષ સુધી દર મહિને 6000 રૂપિયાનુ રોકાણ કરવાનુ ચાલુ રાખો તો તમારી રોકાણની રકમ 18 લાખ રૂપિયા થઈ જશે. હવે જો તમને આના પર વાર્ષિક 12 ટકા વળતર મળે તો પણ તમારુ બાળક 25 વર્ષનુ થશે ત્યારે વળતરની રકમ 95.85 લાખ રૂપિયા થશે. આમ 25 વર્ષના બાળક માટે કુલ 1.13 કરોડ રૂપિયા એકઠા થશે. 25 વર્ષની ઉંમરે જો તમારા પુત્ર કે પુત્રી માટે 1.13 કરોડ રૂપિયાનુ ફંડ તૈયાર કરવામાં આવે તો તે તેના લગ્ન અથવા શિક્ષણ માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે.

તૈયાર થઈ શકે છે 2 કરોડ રુપિયાનુ ફંડ

તૈયાર થઈ શકે છે 2 કરોડ રુપિયાનુ ફંડ

જો તમે 25 વર્ષ સુધી દર મહિને રૂ. 6000નુ રોકાણ કરવાનુ ચાલુ રાખો છો તો તમારા રોકાણની રકમ માત્ર રૂ. 18 લાખ થશે. હવે જો તમને આના પર 12% વાર્ષિક વળતરને બદલે 15% વળતર મળે તો 25 વર્ષના સમયગાળામાં રોકાણની રકમ અને વળતરની રકમ સાથે 1.97 કરોડ રૂપિયાનુ ફંડ તૈયાર થઈ જશે.

અમુક ખાસ વસ્તુઓનુ ધ્યાન રાખો

અમુક ખાસ વસ્તુઓનુ ધ્યાન રાખો

  • મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ એ મધ્ય અથવા લાંબા ગાળાના રોકાણનો વિકલ્પ છે. તેથી પસંદ કરેલ ફંડ તમારા નાણાકીય લક્ષ્યો સાથે સુમેળમાં હોવુ જોઈએ.
  • બાળક માટે રોકાણના કિસ્સામાં જોખમ ધ્યાનમાં રાખવુ મહત્વપૂર્ણ છે.
  • મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણમાં ઘણા માત્રામાં પૈસા શામેલ હોય છે માટે ફંડની પસંદગી સાવધાનીથી કરવા માટે સારી માત્રામાં રિસર્ચ કરવુ જોઈએ.
  • એકવાર રોકાણ કર્યા પછી તમને સમયાંતરે વળતર મળે છે પરંતુ તમારે નિયમિત દેખરેખની જરૂર પડશે.

English summary
Your child will become a millionaire without doing anything this is the easiest way
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X