Zomato market cap : ઝોમેટોના માર્કેટ કૅપમાં ઉછાળો, જાણો કેમ કંપની રોકાણકારોને આકર્ષી રહી છે?

Zomato market cap : હાલમાં Zomatoએ 2024-2025 દરમિયાન તેના માર્કેટ કૅપિટલાઇઝેશનમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી છે. 2024ના અંત સુધીમાં કંપનીનું મૂલ્યાંકન 1.95થી 2.2 લાખ કરોડે પહોંચ્યુ છે. અહીં સવાલ થઈ રહ્યાં છે કે નફામાં ઘટાડા છતાં આ વૃદ્ધિ કેવી રીતે થઈ રહી છે?

Zomato ની મુખ્ય આવક તેના ફૂડ ડિલિવરી બિઝનેસમાંથી આવે છે, જે ભારતીય બજારમાં 58% શેયર ધરાવે છે. મજબૂત બ્રાન્ડ અને વિશાળ ગ્રાહક આધાર સાથે કંપનીએ ડિલિવરી ચાર્જમાં વધારો અને ખર્ચ ઘટાડીને તેના યુનિટ ઈકોનોમિક્સ સુધારવાની દિશામાં પગલાં લીધાં છે. આ જ કારણ છે કે તેના નફામાં વધારો જોવા મળ્યો છે.

Zomato market cap

Zomato જુલાઈ 2021માં IPO દ્વારા સ્ટોક માર્કેટમાં પ્રવેશ કર્યો હતો. IPOના સમયે એક્શન કિંમત 76 રૂપિયા હતી અને માર્કેટ વેલ્યુ લગભગ 64,365 કરોડ હતી. આજે તે ત્રણગણાથી વધુ વધીને 2.03 લાખ કરોડ સુધી પહોંચી છે.

કંપનીએ ફૂડ ડિલિવરી ઉપરાંત Blinkit અને Hyperpure જેવા સેગમેન્ટ્સમાં પ્રવેશ કરીને પોતાનું વ્યાપક પ્લેટફોર્મ બનાવવાની દિશામાં પગલા ભર્ચા છે.

Zomatoના વિવિધ બિઝનેસ સેગમેન્ટ્સ અને પ્રદર્શન
ફૂડ ડિલિવરી (Core Business)
Zomatoનું મુખ્ય ક્ષેત્ર ફૂડ ડિલિવરી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ઓર્ડર વેલ્યુ અને એક્ટિવ યુઝર્સની વૃદ્ધિ ધીમી પડી છે. જો કે પ્લેટફોર્મ ફી વધારવાથી નફામાં વધારો થયો છે. હવે Zomato ઝડપી ડિલિવરી જેવા નવા સર્વિસ મોડલ્સ પર કામ કરી રહ્યું છે.

ક્વિક કોમર્સ (Blinkit)
Blinkit ને Zomatoએ જૂન 2022માં અંદાજિત 568 મિલિયન ડોલરના શેર સોદામાં ખરીદી હતી, તેણે FY25ના Q2માં 129% YoY રેવન્યુ ગ્રોથ નોંધાવ્યો છે. જો કે Blinkit હજુ પણ નફાકારક નથી, કારણ કે તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડાર્ક સ્ટોર્સ માટે ભારે રોકાણ કરી રહી છે.

B2B સપ્લાય (Hyperpure)
Zomatoનું B2B ડિવિઝન Hyperpure ધીમે ધીમે નફા તરફ આગળ વધી રહ્યું છે. FY25માં તેના આવકમાં નોંધપાત્ર વધારો થયો છે અને Blinkit સાથે સંકલન તેને વધુ મજબૂતી આપે છે.

માર્કેટ કૅપ અને રોકાણકારોનો વિશ્વાસ
Zomatoનો શેર હાલ 211 આસપાસ છે, જે તેની ટોચની કિંમત કરતાં ઓછો છે છતાં તે હજુ પણ 1.95-2.2 લાખ કરોડના ઊંચા વેલ્યુએશન પર ટ્રેડ કરે છે.

NIFTY50માં સામેલ થવાથી તેનો રોકાણકારોને વિશ્વાસ વધ્યો છે. ઘણા વિશ્લેષકો માને છે કે જો Blinkitના ખોટ ઘટાડે અને ફૂડ ડિલિવરી નફાકારક રહે તો બજારમાં Zomatoનું મૂલ્યાંકન આવતા 1-2 વર્ષમાં ₹2.5 લાખ કરોડ સુધી પહોંચી શકે છે.

Swiggy અને Zepto જેવી કંપનીઓ Blinkitને જોરદાર સ્પર્ધા આપી રહી છે. જો કે, Swiggy હજુ નફાકારક બન્યું નથી, જ્યારે Zomato એકમાત્ર લિસ્ટેડ અને નફાકારક ફૂડ ડિલિવરી પ્લેયર છે. યુરોપ અને અમેરિકા સામે જોવામાં આવે તો ભારતીય બજારનો ગ્રોથ રેટ વધુ છે અને તેથી વૈશ્વિક સ્તરે પણ Zomatoનું મૂલ્યાંકન વધારે જોવા મળે છે.

Zomato માટે આવકની દૃષ્ટિએ ભાવિ સકારાત્મક છે, ખાસ કરીને Blinkit અને Hyperpure જેવી નવી સેવાઓથી. જો કે, ક્વિક કોમર્સ અને ફૂડ ડિલિવરી ક્ષેત્રોમાં માર્જિન ઓછા છે અને ગ્રાહકો મેળવવા ખર્ચ ઊંચો હોય છે. તેથી લાંબા ગાળે નફાકારકતા વધારવી મહત્વની રહેશે.

વિશ્લેષક વિષ્ણુ કાંત ઉપાધ્યાય અનુસાર, હાલની નફાકારકતા પરથી જોવાય તો Zomatoનું મૂલ્યાંકન થોડું ઊંચું લાગે છે પણ રોકાણકારો તેનો ભવિષ્યમાં નફો વધશે એ અપેક્ષાથી રોકાણ કરે છે.

Zomato લાંબા ગાળાના રોકાણ માટે યોગ્ય છે?
Zomatoનું રૂપાંતર હવે ફક્ત ફૂડ ડિલિવરી કંપનીથી આગળ વધી એક બહુવિસ્તૃત ગ્રાહક ટેક પ્લેટફોર્મ બનતું જઈ રહ્યું છે. નફાકારકતા ઊંચી થતાં અને માર્કેટ ડોમિનન્સ જાળવતાં તેનું ભવિષ્ય ઉજ્જવળ લાગી શકે છે. ઊંચા મૂલ્યાંકન સાથે થતા જોખમ પણ સમાન રૂપે મહત્વના છે.

જો Zomato Blinkit ના નુકસાનને ઘટાડે અને તેની વિવિધ સેવા ક્ષેત્રોમાં કાર્યક્ષમતા વધારી શકે તો તે તેના માર્કેટ કૅપને આગામી વર્ષોમાં 3 લાખ કરોડ સુધી લઈ જઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X