પેટા ચૂંટણી 2021 : આવતીકાલે 3 લોકસભા અને 29 વિધાનસભા બેઠકોની થશે મતગણતરી

દેશના 13 રાજ્યોમાં ત્રણ લોકસભા સીટો અને 29 વિધાનસભા સીટો પર પેટા ચૂંટણી માટે મતદાન થયું છે. આવતીકાલે એટલે કે 2 નવેમ્બરના રોજ ચૂંટણી પંચ તમામ પેટા ચૂંટણીઓના પરિણામો જાહેર કરશે.

નવી દિલ્હી : દેશના 13 રાજ્યોમાં ત્રણ લોકસભા સીટો અને 29 વિધાનસભા સીટો પર પેટા ચૂંટણી માટે મતદાન થયું છે. આવતીકાલે એટલે કે 2 નવેમ્બરના રોજ ચૂંટણી પંચ તમામ પેટા ચૂંટણીઓના પરિણામો જાહેર કરશે. ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ અનુસાર મંગળવારની સવારે 8 કલાકથી પરિણામ જાહેર કરવામાં આવશે.

પેટા ચૂંટણીમાં ઘણા રાજકીય પક્ષોની વિશ્વસનીયતા દાવ પર

ઉલ્લેખનીય છે કે, લોકસભા અને વિધાનસભા સીટોની પેટા ચૂંટણીમાં ઘણા રાજકીય પક્ષોની વિશ્વસનીયતા દાવ પર છે. આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીના પરિપ્રેક્ષ્યમાં પણ આ મહત્વપૂર્ણ છે.

By elections 2021

પેટા ચૂંટણીના મતદાન બાદ હવે પરિણામની જાહેરાતને લઈને રાજકીય ગલિયારામાં ચર્ચા

નોંધપાત્ર વાત એ છે કે, વર્ષ 2022માં દેશના પાંચ મોટા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, જેના માટે રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગત શનિવારના રોજ પૂર્ણ થયેલી પેટા ચૂંટણીના મતદાન બાદ હવે પરિણામની જાહેરાતને લઈને રાજકીય ગલિયારામાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.

પેટા ચૂંટણીને આગામી વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષોની કામગીરી પર કરશે અસર

માનવામાં આવે છે કે મોટાભાગની બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ ખેલાશે. આ પેટા ચૂંટણીને આગામી વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષોની કામગીરી સાથે પણ જોડવામાં આવી રહી છે.

પેટા ચૂંટણીના પરિણામોની આતુરતાપૂર્વક જોવાઈ રહી છે રાહ

આવતીકાલે એટલે કે 2 નવેમ્બરના રોજ પેટા ચૂંટણીના પરિણામોથી ન માત્ર વિધાનસભાના નવા રાજકીય સમીકરણનો ખ્યાલ આવશે, પરંતુ એ પણ ખબર પડી જશે કે, પવન કઈ દિશામાં જઈ રહ્યો છે. અન્ય ઘણા કારણો છે, જેના કારણે પેટા ચૂંટણીના પરિણામોની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. તેને દેશવ્યાપી સર્વે તરીકે પણ જોવામાં આવી રહ્યું છે.

વિધાનસભા સીટો માટે મતગણતરી યોજાશે

ઉલ્લેખનીય છે કે, મંગળવારના રોજ ત્રણ લોકસભા સીટો (દાદર નગર હવેલી, ખંડવા અને મંડી)ની પેટા ચૂંટણી સિવાય આસામ, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, મેઘાલય, બિહાર, રાજસ્થાન, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, મિઝોરમ અને તેલંગાણાની વિધાનસભા સીટો પર મતગણતરી થશે.

બેઠકોની સંખ્યા આ મુજબ છે

  • આસામ - 5
  • પશ્ચિમ બંગાળ - 4
  • મધ્યપ્રદેશ - 3
  • હિમાચલ પ્રદેશ - 3
  • મેઘાલય - 3
  • બિહાર - 2
  • રાજસ્થાન - 2
  • કર્ણાટક - 2
  • આંધ્રપ્રદેશ - 1
  • હરિયાણા - 1
  • મહારાષ્ટ્ર - 1
  • મિઝોરમ - 1
  • તેલંગાણા - 1

ઉલ્લેખનીય છે કે, આ પેટા ચૂંટણીના પરિણામ બાદ રાજકીય પક્ષો પોતાની આગામી રણનિતિ નક્કી કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X