રાજ્યસભાના અધ્યક્ષને હટાવી શકાય કે નહીં? જાણો શું કહે છે નિયમો?
રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડની જયા બચ્ચન પર વિવાદીત ટિપ્પણીને લઈને વિપક્ષી પાર્ટીઓમાં નારાજગી છે. અહેવાલો છે કે વિપક્ષી પાર્ટીઓ જગદીપ ધનખડ વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે.
રાજ્યસભાનું અધ્યક્ષપદ ભારતના ઉપરાષ્ટ્રતિ સંભાળે છે. આ સ્થિતીમાં સવાલ એ થાય છે કે રાજ્યસભાના અધ્યક્ષને હટાવી શકાય કે નહીં? અને હટાવી શકાય તો કેવી રીતે?

અહેવાલો અનુસાર, જયા બચ્ચન સાથેના વિવાદ બાદ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને હટાવવા માટે વિપક્ષ એકજુટ થઈને મહાભિયોગની તૈયારી કરી રહ્યો છે. અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો લગભગ 87 રાજ્યસભા સાંસદો ધનખડ વિરુદ્ધ પ્રસ્તાવ લાવવા માટે સંમત થયા છે.
જો આવું થાય અને મહાભિયોગ લાવવામાં આવે તો ભારતીય રાજકારણના ઈતિહાસમાં આ પ્રથમ વખત બનશે, જ્યારે ઉપરાષ્ટ્રપતિને હટાવવા માટે ગૃહમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે.
બંધારણ અનુસાર, ભારતના ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સ્વાભાવિક અધ્યક્ષ છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી લોકસભા અને રાજ્યસભાના સભ્યો એકસાથે સાદી બહુમતીથી કરે છે. આ પોસ્ટ વિશે વિગતવાર માહિતી બંધારણના અનુચ્છેદ 64 માં આપવામાં આવી છે. અધ્યક્ષનું કામ રાજ્યસભાની કાર્યવાહી ચલાવવાનું છે.
રાજ્યસભાના અધ્યક્ષને એ તમામ અધિકારો આપવામાં આવ્યા છે જે લોકસભાના અધ્યક્ષ દરમિયાન ભોગવે છે. અધ્યક્ષ પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ રાજ્યસભાના કોઈપણ સભ્યનું સભ્યપદ રદ કરી શકે છે.
આ સિવાય કાર્યવાહી સ્થગિત પણ કરી શકે છે. તે સુનિશ્ચિત કરે છે કે ગૃહની કાર્યવાહી બંધારણ અને ગૃહના નિયમો અનુસાર હાથ ધરવામાં આવે. સભ્યોને બોલવા અને ચર્ચાને નિયંત્રિત કરવા માટે સમય આપે છે.
ગૃહમાં શિસ્ત જાળવવાની જવાબદારી અધ્યક્ષની હોય છે. તેઓ કોઈપણ સભ્યને અનુશાસનહીનતા માટે ચેતવણી આપી શકે છે અને તેમને ગૃહમાંથી બહાર કાઢી શકે છે. તેઓ ગૃહમાં કોઈપણ અવ્યવસ્થાને રોકવા માટે જરૂરી પગલાં લઈ શકે છે.
રાજ્યસભાના અધ્યક્ષ ભારતના ઉપરાષ્ટ્રપતિ પણ હોવાથી આ પદને ભારતના બંધારણમાં બીજા ક્રમનું સર્વોચ્ચ પદ ગણવામાં આવે છે. કલમ 67-(a) મુજબ, કાર્યકાળની સમાપ્તિ પહેલા ઉપરાષ્ટ્રપતિ ભારતના રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સુપરત કરીને પદ છોડી શકે છે.
રાજ્યસભા અધ્યક્ષને પદ પરથી દૂર કરી શકાય?
રાજ્યસભામાં પ્રસ્તાવ દ્વારા રાજ્યસભા અધ્યક્ષને હટાવી શકાય છે. આના માટે પુરી પ્રકિયા છે. આના માટે લેખિત સૂચના 14 દિવસ અગાઉ આપવી પડે છે. જે બાદ રાજ્યસભામાં હાજર સભ્યો દ્વારા વોટિંગ કરવામાં આવે છે અને જો બહુમતી મળી જાય તો ઉપરાષ્ટ્રપતિને પદ પરથી હટાવી શકાય છે.
અધ્યક્ષને હટાવવા માટે લાવવામાં આવેલો પ્રસ્તાવ એક સામાન્ય દરખાસ્ત છે અને તેને રાજ્યસભાના 50 સભ્યોના હસ્તાક્ષર સાથે સચિવાલયને મોકલવામાં આવે છે.
હાલની સ્થિતી પર વાત કરીએ તો, રાજ્યસભામાં કુલ 225 સભ્યો છે અને જો વિપક્ષ અધ્યક્ષ ધનખરને આ પદ પરથી હટાવવા માંગે તો તેના માટે તેમને ઓછામાં ઓછા 113 વોટની જરૂર પડે છે.
હાલમાં ભારત ગઠબંધન પાસે ગૃહમાં 87 બેઠકો છે. જો બીજુ જનતા દળ અને વાયએસઆર કોંગ્રેસને ઉમેરવામાં આવે તો પણ હાલમાં આ સંખ્યા માત્ર 106 સુધી પહોંચે છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા










Click it and Unblock the Notifications
