મોદી-શાહ સામે નહી ટકી શકે I.N.D.I.A. ગઠબંધન?
આગામી વર્ષે લોકસભા ચૂંટણી 2024 યોજાનાર છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી તમામ પક્ષોએ ચૂંટણીલક્ષી પોતપોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ જીતી એક રીતે તો લોકસભાની સેમિફાઈનલ જીતી લીધી જ છે. અને આ ચૂંટણીઓએ સ્પષ્ટ કરી દીધું કે લોકસભા ચૂંટણીમાં પણ ભાજપને ટક્કર આપી શકે તેવી એકેય પાર્ટીઓમાં દમ નથી.

ત્યારે ભાજપને હરાવવા માટે તમામ વિપક્ષો એક થઇને બેઠા છે. કોંગ્રેસની આગેવાનીમાં તમામ વિપક્ષ એક થઇ ગયો છે અને ઈન્ડિયા ગઠબંધનની રચના કરી લીધી છે. પરંતુ તાજેતરમાં યોજાયેલ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પણ ઈન્ડિયા ગઠબંધન ભાજપને રોકી ના શક્યું. ત્યારે લોકસભા ચૂંટણી વખતે પણ કોંગ્રેસને ઈન્ડિયા ગઠબંધનથી ધારેલું પરિણામ ના મળે તો કંઈ નવાઈ નહીં.
લોકસભા ચૂંટણીને હજી 4 મહિના જેટલો સમય બાકી છે ત્યારે અત્યારથી જ ઈન્ડિયા ગઠબંધનમાં સીટ વહેંચણીને લઈને પણ તુતુ-મેંમેં થવા લાગી છે. બધા ભાજપને હરાવવાના ઉદ્દેશ્યથી એક થયા છે, પરંતુ ઈન્ડિયા ગઠબંધનમાં જોડાયેલી તમામ પાર્ટીઓને બંને હાથમાં લાડવા જોઈએ છે, એક તરફ ભાજપને હરાવવું છે અને બીજી તરફ વધુમાં વધુ સીટ પોતાની પાર્ટીને અપાવવી હોય તેવી હોડ લાગી છે. હાલમાં જ અરવિંદ કેજરીવાલે પંજાબમાં આપેલા એક નિવેદનથી આ સ્પષ્ટ થઇ જાય છે. અરવિંદ કેજરીવાલે જ કહ્યું હતું કે પંજાબમાં આમ આદમી પાર્ટીને 13માંથી 13 સીટ આપવામાં આવે.
આમ ચૂંટણી વહેંચણી ઈન્ડિયા ગઠબંધન માટે સૌથી મોટી સમસ્યા બની શકે છે, અને આ સમસ્યાનું નિરાકરણ થઇ જાય તો પણ વડાપ્રધાન પદના ઉમેદવારને લઈ ઈન્ડિયા ગઠબંધનમાં ફાટા પડી શકે તેમ છે, કેમ કે કોંગ્રેસ ઈચ્છે છે કે રાહુલ ગાંધી વડાપ્રધાન બને અને યુવાનોને સત્તા પર લાવવામાં આવે, જ્યારે બીજી તરફ લાલુ પ્રસાદ યાદવે આડકતરી રીતે રાહુલ ગાંધીના પીએમ પદના ચહેરા બનવા પર વાંધો ઉઠાવી ચૂક્યા છે, તેમણે કહ્યું હતું કે પીએમ જે કોઈપણ બને પરણેલો હોવો જોઈએ વાંઢો નહીં.
ત્યારે ઈન્ડિયા ગઠબંધનની આ આંતરિક સમસ્યાઓ જ ઈન્ડિયા ગઠબંધનની અંતિમ સમસ્યા બની જશે અને ફરી એકવાર મોદી-શાહ સામે ગઠબંધન ઘૂંટણીએ આવી જાય તો નવાઈ નહીં.












Click it and Unblock the Notifications
