For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fact Check: વિદેશમાં ફસાયેલા ભારતીયોને ઘરે લાવવાનો વૉટ્સએપનો આ વાયરલ મેસેજ ફેક

Fact Check: વિદેશમાં ફસાયેલા ભારતીયોને ઘરે લાવવાનો વૉટ્સએપનો આ વાયરલ મેસેજ ફેક

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ હાલ મેસેજિંગ એપ WhatsApp પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમમાં વિદેશોમાં ફસાયેલ લોકોને ભારત પાછા લાવવા માટે રજિસ્ટ્રેશન ફોર્મનો ઉલ્લેખ કરાયેલો છે. મેસેજનું ટાઈટલ Rescue Flights From India છે. વાયરલ થઈ રહેલ આ મેસેજમાં યૂએસએ, કેનેડા અને ઓસ્ટ્રેલિયા સહિત અન્ય દેશોમાં ફસાયેલા ભારતીયોને કાઢવા માટે રજિસ્ટ્રેશન લિંક આપવામાં આવી છે, જેમમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ લિંકના માધ્યમથી તમે રજિસ્ટ્રેશન કરી શકો છો. પીઆઈબીની ફેક્ટ ચેક ટીમે આ મેસેજને ફેક ગણાવતા લોકોને સાવધાન રહેવાની અપીલ કરી છે.

પહેલાં જાણી લો શું છે મેસેજ

પહેલાં જાણી લો શું છે મેસેજ

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહેલ આ મેસેજમાં ઓસ્ટ્રેલિયા, યૂએસએ અને કેનેડા જેવા દેશોમાં ફસાયેલા ભારતીયોની ઘર વાપસી માટે લિંક આપવામાં આવી છે. આની સાથે જ મેસેજ લખ્યો છે- કૃપિયા આને જલદીમાં જલદી અને વધુમાં વધુ શેર કરો જેથી સૌકોઈ પોતાના ઘરે જઈ શકે.

ફેક નીકળ્યો આ મેસેજ

ભારત સરકાર તરફતી અત્યાર સુધી કોઈપણ ફોર્મ જાહેર કરવામાં આવ્યું નથી. એવામાં તમને બદાને સલાહ આપવવામાં આવે છે કે આવા પ્રકારની કોઈપણ લિંક ના ખોલવી અને માત્ર દૂતાવાસની સત્તાવાર વેબસાઈટ જ વિજિટ કરવી. જણાવી દઈએ કે મોદી સરકારે વિદેશોમાં ફસાયેલા ભારતીયોની ઘર વાપસી માટે મેગા પ્લાન બનાવ્યો છે. પહેલા તબક્કામાં 7 દિવસમાં કુલ 14800 લોકોને દેશ લાવવામાં આવશે. સંયુક્ત અરબ અમીરાત, સાઉદી અરબ, કતર, બ્રિટન, સિંગાપુર, મલેશિયા, સંયુક્ત રાજ્ય અમેરિકા, ફિલીપીંસ, બાંગ્લાદેશ, બેહરીન, કુવૈત અને ઓમાન જેવા દેશમાં ફસાયેલા ભારતીયોને ભારત લાવવામાં આવશે.

વધુ એક ફેક મેસેજ થયો હતો વાયરલ

વધુ એક ફેક મેસેજ થયો હતો વાયરલ

થોડા દિવસો પહેલા વધુ એક મેસેજ વાયરલ થયો હતો. જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે તમામ બેરોજગારોને દર મહિને 3500 રૂપિયા આપવામાં આવી રહ્યા છે. જો તમને પણ વોટ્સએપમાં આવો કોઈ મેસેજ મળ્યો હોય તો સાવધાન થઈ જાવ. કેમ કે આ મેસેજ ખોટો છે.

શું કેન્દ્રીય કર્મચારીઓએ હવે 10 કલાકની શિફ્ટમાં કામ કરવું પડશે, જાણો સચ્ચાઈશું કેન્દ્રીય કર્મચારીઓએ હવે 10 કલાકની શિફ્ટમાં કામ કરવું પડશે, જાણો સચ્ચાઈ

English summary
Beware of these fake rescue forms for Indians stranded abroad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X