Fact Check: Jioની 5G ટેસ્ટિંગને કારણે પક્ષીઓ મરી રહ્યા છે? જાણો હકીકત
Fact Check: Jioની 5G ટેસ્ટિંગને કારણે પક્ષીઓ મરી રહ્યા છે? જાણો હકીકત
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનો મામલો હજી ખતમ નહોતો થયો કે બર્ડ ફ્લૂના આગમને બધાની ચિંતા વધારી દીધી છે. આ દરમ્યાન સોશિયલ મીડિયા પર એક વાયરલ દાવામાં કહેવામાં આવી રહ્યું છે કે રિલાયન્સ જિયો દ્વારા કરવામાં આવેલ 5જી ટેસ્ટને કારણે પક્ષીઓ મરી રહ્યાં છે. યૂઝર્સનું કહેવું છે કે બર્ડ ફ્લુ ફેલાઈ રહ્યો હોવાનું કહી લોકોને મુર્ખ બનાવવામાં આવી રહ્યા છે.

ટ્વિટર અને ફેસબુક પર કેટલાય યૂઝર્સ હિંદીમાં એક મેસેજ શેર કરી રહ્યા છે. આ મેસેજમાં લખેલું છે કે, 'સમાચાર ફેલાઈ રહ્યા છે કે Jioના 5G ટેસ્ટિંગથી પક્ષીઓ મરી રહ્યાં છે અને બર્ડ ફ્લૂ ફેલાઈ રહ્યો હોવાનું કહી લોકોને મુર્ખ બનાવવામાં આવી રહ્યા છે.' વન ઈન્ડિયાની ફેક્ટ ચેક ટીમે આ વાયરલ મેસેજની તપાસ કરી. તપાસ દરમ્યાન ઘણી મહત્વપૂર્ણ જાણકારી સામે આવી. ભારત સરકારે હજી સુધી 5G સ્પેક્ટ્રમની હરાજી નથી કરી તો એવામાં 5જી ટેસ્ટિંગનો સવાલ જ નથી ઉઠતો.
આ ઉપરાંત રિલાયન્સ જિયોએ પણ 5G 5જી પરીક્ષણ કરવાની વાતને નકારી કાઢી છે. દેશના કેટલાય રાજ્યોમાં પક્ષીઓના મોતનું કારણ એવિયન ઈન્ફ્લૂએંજા છે. જેના કારણે સેંકડોની સંખ્યામાં પક્ષીઓના મોત થઈ રહ્યાં છે. દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને ગુજરાતમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ ચૂકી છે. રાજ્ય સરકારો ચિકનના આયાતને રોકી રહી છે.
કેન્દ્ર સરકારે હજી સુધી એકેય દૂરસંચાર એકમોને ભારતમાં 5જી ટેક્નોલોજીનું પરીક્ષણ કરવાની મંજૂરી નથી આપી. કેન્દ્રીય આઈટી અને દૂરસંચાર મંત્રી રવિશંકર પ્રસાદે હાલમાં જ કહ્યું હતું કે 5જી ટેક્નોલોજી માટે બહુપ્રતીક્ષિત પરીક્ષણ બહુ જલદી જ શરૂ થશે. હાલમાં જ દૂરસંચાર વિભાગે પહેલી માર્ચથી થનાર સ્પેક્ટ્રમ હરાજીમાં ભાગ લેવા માટે અરજીઓ મંગાવી છે.

Fact Check
દાવો
બર્ડ ફ્લૂ નહિ, Jioના 5G ટેસ્ટિંગને કારણે પક્ષીઓનાં મૃત્યુ થઈ રહ્યાં છે.
નિષ્કર્ષ
ભારત સરકારે હજી સુધી 5G સ્પેક્ટ્રમની હરાજી નથી કરી તો એવામાં 5G ટેસ્ટિંગનો સવાલ જ નથી ઉઠતો.
રેટિંગ
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
