Fact Check: શું કોંગ્રેસ દ્વારા શેર કરવામાં આવેલ ફોટો આસામના ચાના બગીચાનો છે? જાણો સત્ય
ચાના બાગનો મુદ્દો ઉઠાવી રહેલ કોંગ્રેસ પાર્ટીને એ વખતે ટ્રોલનો સામનો કરવો પડ્યો જ્યારે એક ફોટો આસામનો બતાવીને શેર કરી દીધો.
નવી દિલ્લીઃ દેશમાં પાંચ રાજયોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. તેમાંથી એક આસામ રાજ્ય છે. રાજ્યમાં આ વખતે ચૂંટણીમાં કોંગ્રેસે આસામમાં ચાના બગીચાઓને ચૂંટણી મુદ્દો બનાવ્યો છે. હાલમાં જ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આસામમાં પાર્ટી માટે કેમ્પેઈન કરવા પહોંચ્યા હતા. તેમણે ચાના બગીઓની મુલાકાત લીધી હતી. ચાના બાગનો મુદ્દો ઉઠાવી રહેલ કોંગ્રેસ પાર્ટીને એ વખતે ટ્રોલનો સામનો કરવો પડ્યો જ્યારે એક ફોટો આસામનો બતાવીને શેર કરી દીધો.

કોંગ્રેસ આસામના ચાના મજૂરોના રાજકીય મહત્વને ધ્યાનમાં રાખીને આસામ બચાવો અભિયાન ચલાવી રહી છે. કોંગ્રેસે ઘણા પ્લેટફૉર્મ પર આ અભિયાનને જાહેરાત તરીકે જાહેર કર્યુ છે. આ જાહેરાતમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે તેના માટે કોંગ્રેસ હવે ઘેરાઈ ગઈ છે. ભાજપનો દાવો છે કે ફોટો આસામનો નહિ પરંતુ તાઈવાનનો છે. વન ઈન્ડિયાની ફેક્ટ ચેક ટીમે આ ફોટોની તપાસ કરી છે. વન ઈન્ડિયાએ રિવર્સ ઈમેજ સર્ચથી ફોટાની તપાસ કરી તો જાણવા મળ્યુ કે બંનેમાં કોઈ પણ ફોટો આસામનો નથી. પહેલો ફોટો બગુઆ ચાના બગીચાનો છે જ્યારે બીજો તાઈવાનમાં બિહૂ ચા ઉદ્યાનનો છે. સ્ટૉક ઈમેજ સાઈટ ગેટ્ટી અને શટર સ્ટૉક સહિત વિવિધ વેબસાઈટો પર પહેલો ફોટો ઉપલબ્ધ છે. આ બધી વેબસાઈટ જણાવે છે કે ફોટો તાઈવાનનો છે. અમુક વેબસાઈટો અનુસાર ફોટો બગુઆ ચા બાગ તાઈવાનનો હતો. આનાથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસ દ્વારા શેર કરવામાં આવેલ ફોટો આસામનો નથી.
આસામ સરકારમાં મંત્રી હિમાંત બિસ્વ સરમાએ કોંગ્રેસની જાહેરાતના ફોટાના સ્ક્રીન શૉટ લઈને ટ્વિટ કર્યુ. તેમણે આ ફોટાને ટવિટ કરવા સાથે લખ્યુ, 'કોંગ્રેસના અધિકૃત કેમ્પેઈન પેજમાં ટી ગાર્ડનના જે ફોટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે તાઈવાનનો છે.. કહે છે આસામ બચાવો.' હિમાંતાએ આગળ લખ્યુ - 'કોંગ્રેસના નેતા શું આસામને નથી ઓળખી શકતા? આ આસામ અને આપણા રાજ્યમાં ચાના બગીચાઓમાં કામ કરતા લોકોનુ અપમાન છે.'

Fact Check
દાવો
કોંગ્રેસે આસામ માટે અભિયાન શરૂ કર્યુ છે આસામ બચાવો. આના માટે એક અધિકૃત ફેસબુક પેજ અને અભિયાનની જાહેરત બનાવવામાં આવી. આ જાહેરાતમાં જે ફોટો મૂકવામાં આવ્યો તેના માટે કોંગ્રેસ ઘેરાઈ ગઈ.
નિષ્કર્ષ
બંનેમાંથી કોઈ પણ ફોટો આસામનો નથી. પહેલો ફોટો બગાઆ ચા બગીચાનો છે જ્યારે બીજો તાઈવાનમાં બિહૂ ચા ઉદ્યાનનો છે.












Click it and Unblock the Notifications
