For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fact Check: શું એસ્પિરિન ખાવાથી ઠીક થઈ રહ્યો છે કોવિડ-19? સરકારે જણાવી સચ્ચાઈ

કોવિડ-19 વાયરસ નહિ પરંતુ બેક્ટેરિયા છે અને તેનો ઈલાજ એસ્પિરિન જેવી દવાથી કરી શકાય છે. છેવટે શું છે આ વાયરસ પોસ્ટની સચ્ચાઈ. જાણો અહીં..

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના સામે દેશભરમાં યુદ્ધના ધોરણે રસીકરણનુ કામ ચાલી રહ્યુ છે. આ દરમિયાન સરકાર કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે લડવા માટે પણ પોતાના સ્તરે તૈયારીઓ કરી રહી છે પરંતુ કોરોના સંક્રમણના આ દોરમાં સોશિયલ મીડિયા પર લોકો ભ્રામક મેસેજ કરવાનુ ચૂકી નથી રહ્યા. હવે સોશિયલ મીડિયા પર એક મેસેજ ઝડપથી વાયરલ કરવામાં આવી રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કોવિડ-19 વાયરસ નહિ પરંતુ બેક્ટેરિયા છે અને તેનો ઈલાજ એસ્પિરિન જેવી દવાથી કરી શકાય છે. છેવટે શું છે આ વાયરસ પોસ્ટની સચ્ચાઈ. જાણો અહીં..

corona

વાસ્તવમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરીને જણાવવામાં આવ્યુ છે કે સિંગાપુરના એક એવા વ્યક્તિના શબનુ પરીક્ષણ કરવામાં આવ્યુ જેનુ મોત કોરોનાથી થયુ. આ દરમિયાન જોવા મળ્યુ કે કોરોના વાયરસ નથી એક બેક્ટેરિયા છે અને તેને એસ્પિરિન જેવી દવાથી ઠીક કરી શકાય છે. આ સાથે જ પોસ્ટમાં એ પણ દાવો કરવાાં આવ્યો છે કે સિંગાપુર કોવિડ-19ના શબનુ પરીક્ષણ(ઑટોપ્સી) કરનાર દુનિયામાં પહેલો દેશ બની ગયો છે. સાથે જ જણાવવામાં આવ્યુ કે કોરોના વાયરસ બિમારીને ઠીક કરવામાં એસ્પિરિનની ભૂમિકા પર એક અધ્યયન કરવામાં આવ્યુ છે.

વળી, હવે વાયરસની સચ્ચાઈ જણાવીને પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વિટર કરીને આને સંપૂર્ણપણે નકલી અને ભ્રામક ગણાવ્યુછે. સાથે જ પોતાના ટ્વિટમાં જણાવ્યુ કે કોવિડ-19થી ઠીક થવા માટે એસ્પિરિન નથી. પીઆઈબીએ લખ્યુ કે ફૉર્વર્ડ કરવામાં આવેલા વૉટ્સએપ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે કોવિડ-19 એક વાયરસ નથી પરંતુ એક બેક્ટેરિયા છે અને તેને એસ્પિરિન જેવા એંટીકોઆગુલંટ્સથી ઠીક કરી શકાય છે. જે સંપૂર્ણપણે ફેક છે. આ સાથે જ કહેવામાં આવ્યુ છે કે કોવિડ-19 એક વાયરસ છે બેક્ટેરિયા નહિ જેને એસ્પિરિન જેવી દવા ઠીકથી ઠીક નથી કરી શકાતો.

હવે સરકારે લોકોને આ રીતની ખોટા પોસ્ટ પર વિશ્વાસ ન કરવાની અપીલ કરી છે. તમને જણાવી દઈએ કે આવુ પહેલી વાર નથી જ્યારે કોરોના વાયરસને લઈને એક ભ્રામક મેસેજ સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવ્યો હોય. આ પહેલા ઘણા મેસેજ સામે આવી ચૂક્યા છે. વળી, વનઈન્ડિયા પણ પોતાના વાચકોને અપીલ કરે છે કે તમે આવા વાયરલ મેસેજ પર ભરોસો ન કરો. જો તમને આ રીતની કોઈ તથ્યાત્મક માહિતી જોઈએ તો તમે સરકારની હેલ્થ વેબસાઈટ પર વિઝિટ કરી શકો છો.

Fact Check

દાવો

કોવિડ-19 વાયરસ નથી પરંતુ એક બેક્ટેરિયા છે અને તેને એસ્પિરિનથી ઠીક કરી શકાય છે.

નિષ્કર્ષ

આ દાવો સંપૂર્ણપણે નકલી અને ભ્રામક છે.

રેટિંગ

False
ફેક્ટ ચેક માટે તમારી રિક્વેસ્ટ મોકલો. [email protected] પર મેઈલ કરો
English summary
Fact Check: COVID-19 is not virus but a bacteria and it can be cured with aspirin.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X