For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fact Check: શું હેલ્થ આઈડીના રજિસ્ટ્રેશન માટે સરકારે માંગ્યો પર્સનલ ડેટા? જાણો સચ્ચાઈ

એક મીડિયા પોર્ટલ પર એ દાવો કરવામાં આવ્યો છે કે સરકારે હેલ્થ આઈડીના રજિસ્ટ્રેશન માટે પર્સનલ માહિતી માંગી છે. જાણો સચ્ચાઈ શું છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ એક મીડિયા પોર્ટલ પર એ દાવો કરવામાં આવ્યો છે કે સરકારે હેલ્થ આઈડીના રજિસ્ટ્રેશન માટે પર્સનલ માહિતી માંગી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ભારતીય લોકો પાસે હેલ્થ ડેટા પૉલિસીની સમીક્ષા માટે માત્ર એક સપ્તાહ બચ્યુ છે અને કેન્દ્ર સરકાર દ્વારા આવુ કરવુ અલોકતાંત્રિક છે. આ રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યુ છે કે આ યોજના હેઠળ લોકોની મેડિકલ, ફાઈનાન્સ, આનુવંશિક, જાતિ, ધર્મ અને રાજનીતિક વિશ્વાસ સંબંધિત માહિતી એકઠી કરવામાં આવશે. જ્યારે અમે આની તપાસ કરી તો માલુમ પડ્યુ કે આ રિપોર્ટ એકદમ ખોટો છે.

fake news

પીઆઈબીએ પણ આ રિપોર્ટને નકલી ગણાવી છે. પીઆઈબીનુ કહેવુ છે કે આ દાવો ખોટો છે અને સરકારે હેલ્થ આઈડી રજિસ્ટ્રેશન માટે આવી કોઈ માહિતી માંગી નથી. તમને જણાવી દઈએ કે 15 ઓગસ્ટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'નેશનલ ડિજિટલ હેલ્થ મિશન' (National Digital Health Mission)ની ઘોષણા કરી હતી. તેમણે પોતાના સ્વતંત્રતા દિવસના ભાષણ દરમિયાન નેશનલ ડિજિટલ હેલ્થ મિશન લૉન્ચ કર્યુ હતુ અને કહ્યુ હતુ કે આ ભારતના હેલ્થ સેક્ટરમાં નવી ક્રાંતિ લઈને આવશે. પ્રધાનમંત્રીએ કહ્યુ હતુ કે આ મિશન હેઠળ ટેકનિટના માધ્યમથી લોકોની મુશ્કેલીઓને ઘટાડવામાં આવશે.

આ સાથે જ પ્રધાનમંત્રીએ કહ્યુ હતુ કે હવે બધા ભારતીયોને ડિજિટલ હેલ્થ આઈડી મળશે. તમારા દરેક ટેસ્ટ, દરેક બિમારી, તમને કયા ડૉક્ટરે કઈ દવા આપી, ક્યારે આપી, તમારો રિપોર્ટસ શું હતો, આ બધી માહિતી એક હેલ્થ આઈડીમાં સમાહિત હશે. નેશનલ ડિજિટલ હેલ્થ મિશનના માધ્યમથી લોકોને તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે. આ મિશન આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આવે છે. જે હેઠળ દરેક દર્દીને એક આઈડી કાર્ડ આપવામાં આવશે.

PM મોદીએ 10 રાજાજી માર્ગ જઈને પ્રણવ દાને આપી શ્રદ્ધાંજલિ PM મોદીએ 10 રાજાજી માર્ગ જઈને પ્રણવ દાને આપી શ્રદ્ધાંજલિ

Fact Check

દાવો

સરકારે હેલ્થ આઈડી માટે માંગી પર્સનલ માહિતી

નિષ્કર્ષ

સરકારે હેલ્થ આઈડી માટે પર્સનલ માહિતી માંગી નથી.

રેટિંગ

False
ફેક્ટ ચેક માટે તમારી રિક્વેસ્ટ મોકલો. [email protected] પર મેઈલ કરો
English summary
Fact Check: Government is not asking for sensitive personal information for health id.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X