Fact Check : શું ભારત સરકારે સેના ભરતી માટે વય મર્યાદામાં 2 વર્ષની છૂટ આપી?
હાલના સમયમાં સોશિયલ મીડિયા પર એક તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે, જેના વિશે PIBએ એક ટ્વિટ કર્યું છે. દેશના ઘણા યુવાનો ભારતીય સેનામાં નોકરી મેળવવાની આશા સાથે ભરતીની રાહ જોઈ રહ્યા છે.
નવી દિલ્હી : હાલના સમયમાં સોશિયલ મીડિયા પર એક તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે, જેના વિશે PIBએ એક ટ્વિટ કર્યું છે. દેશના ઘણા યુવાનો ભારતીય સેનામાં નોકરી મેળવવાની આશા સાથે ભરતીની રાહ જોઈ રહ્યા છે, તે દરમિયાન ઘણા ઉમેદવારો તેમની ઉંમરને કારણે અરજી કરી શકતા નથી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક ફોટો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જે પહેલી નજરે કોઈ ન્યૂઝ ચેનલનો સ્ક્રીનશોટ લાગે છે. આમાં સીડીએસ બિપિન રાવત પણ જોવા મળી રહ્યા છે.

ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ ફોટો શેર કરીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય સેનાએ સેમા રિક્રુટમેન્ટ 2022 માટે નવા નિયમો જાહેર કરીને અરજદારની ઉંમરમાં 2 વર્ષની છૂટ આપી છે. ફોટોમાં સીડીએસ બિપિન રાવતના ફોટો સાથે બ્રેકિંગ ન્યૂઝ લખવામાં આવ્યા છે.
ઈન્ટરનેટ પર આ તસવીરમાં કરવામાં આવેલા દાવાઓને ધ્યાનમાં લઈને ઘણા યુવાનો અલગ-અલગ પ્રકારના પ્રશ્નો પૂછી રહ્યા છે, પરંતુ સત્ય એ છે કે ન તો ભારત સરકાર અને ન તો ભારતીય સેનાએ આવો કોઈ નિયમ જાહેર કર્યો છે.
ફોટોની સત્યતા વર્ણવતા પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) એ એક ટ્વિટ કર્યું છે. જેમાં PIBએ જણાવ્યું કે, ફોટો ફેક છે, એવું કોઈ નથી દાવો કરવામાં આવ્યો નથી.
एक तस्वीर में दावा किया गया है कि भारत सरकार ने 2022 की सेना भर्ती के लिए आयु सीमा में 2 साल की छूट दी है।#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) November 3, 2021
➡️ यह दावा फर्जी है।
➡️ आयु सीमा में ऐसा कोई बदलाव नहीं किया गया है।
➡️ कृपया ऐसी फर्जी संदेश/तस्वीर साझा न करें।
पढ़ें:https://t.co/4YFdn3U5o3 pic.twitter.com/SA7wQpA8VJ
બનાવટી ફોટો શેર કરતા PIBએ લખ્યું કે, 'એક તસવીરમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારત સરકારે 2022ની આર્મી ભરતી માટે વય મર્યાદામાં 2 વર્ષની છૂટ આપી છે. આ દાવો ખોટો છે. વય મર્યાદામાં આવો કોઈ ફેરફાર નથી. તો મહેરબાની કરીને આવા ફેક મેસેજ/તસવીર શેર કરશો નહીં.'

Fact Check
દાવો
સેના ભરતી માટે વયમર્યાદામાં 2 વર્ષની છૂટ અપાઇ.
નિષ્કર્ષ
સેના ભરતી માટે વયમર્યાદામાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી.
રેટિંગ
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
