Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Fact Check : શું કોરોના સામાન્ય ફલૂથી વધુ નથી? આ રહ્યું વાયરલ મેસેજનું સત્ય!

આખું વિશ્વ કોરોના વાયરસ જેવી જીવલેણ બીમારી સામે લડી રહ્યું છે. જો કે હવે વિશ્વ ધીરે ધીરે કોરોનાને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યું છે, જ્યારે સમગ્ર વિશ્વમાંથી કોરોનાના નવા કેસોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.

નવી દિલ્હી, 05 ઓક્ટોબર : આખું વિશ્વ કોરોના વાયરસ જેવી જીવલેણ બીમારી સામે લડી રહ્યું છે. જો કે હવે વિશ્વ ધીરે ધીરે કોરોનાને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યું છે, જ્યારે સમગ્ર વિશ્વમાંથી કોરોનાના નવા કેસોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ભારતમાં કોરોનાની બીજી લહેરના આતંક પછી કેસમાં મોટા પ્રમાણમાં ઘટાડો થયો છે. હાલ કોરોના વિશેના સમાચારનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કોરોના સામાન્ય ફલૂ કરતાં વધુ ખતરનાક નથી. આખરે શું છે આ વાયરલ મેસેજ?

fact

આજકાલ લોકો કોઈ પણ વિચાર વગર સોશિયલ મીડિયા પર કંઈપણ શેર કરવાનું શરૂ કરે છે. કોવિડ-19 વાયરસના સમયમાં સાચા સમાચાર ઓછા અને બનાવટી સમાચાર ઇન્ટરનેટ પર વધુ વાયરલ કરવામાં આવી રહ્યા છે. આ સ્થિતિમાં હવે એક વિદેશી સમાચાર વેબસાઈટનો સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે નોર્વેએ કોવિડ-19 નું ફરીથી વર્ગીકરણ કર્યું છે, જે જણાવે છે કે તે સામાન્ય ફલૂ કરતાં વધુ ખતરનાક નથી.

આ સ્થિતિમાં વાયરલ મેસેજ અંગે ઈન્ડિયા ટુડેમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, નોર્વેમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતાં દેશમાં કોવિડ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે, પરંતુ કોરોનાનું ફરીથી વર્ગીકરણ કરવામાં આવ્યું નથી. આ ઉપરાંત એવો દાવો પણ કરવામાં આવ્યો નથી કે કોરોના સામાન્ય ફલૂ કરતાં વધુ ખતરનાક નથી. જ્યારે વાયરલ મેસેજની તપાસ કરવા કીવર્ડ સર્ચ કરવામાં આવ્યું ત્યારે મુખ્ય રિપોર્ટ મળી આવ્યો, તે 23 સપ્ટેમ્બરના રોજ 'ફ્રી વેસ્ટ મીડિયા' નામની વેબસાઈટમાં પ્રકાશિત થયો હતો, જેનો સ્ક્રીનશોટ હવે વાયરલ થઈ રહ્યો છે.

ન્યૂઝ રિપોર્ટમાં નોર્વેજીયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ (NIPH) ના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, આપણે હવે કોરોનાના નવા તબક્કામાં છીએ, જ્યાં આપણે મોસમી ફેરફારો સાથે શ્વસન સંબંધી અનેક રોગોનો સામનો કરવો પડે છે. આ મુદ્દા પર અમેરિકન સાપ્તાહિક મેગેઝિન 'ન્યૂઝવીક' એ વાયરલ દાવા પર NIPH નો સંપર્ક કર્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે તે સાચું નથી કે નોર્વેજીયન ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક હેલ્થે દાવો કર્યો છે કે કોવિડ સામાન્ય ફલૂ કરતાં વધુ ખતરનાક નથી. આ નિવેદન ઇન્ટરવ્યૂનું ખોટું અર્થઘટન છે.

જણાવી દઈએ કે નોર્વેની સરકારે અસરકારક રસીકરણ અભિયાન અને કોરોના કેસોની સંખ્યામાં ઘટાડા બાદ 26 સપ્ટેમ્બરના રોજ કોવિડ પ્રતિબંધ હટાવ્યો હતો, પરંતુ ક્યારેય આ રોગને ફરીથી વર્ગીકૃત કર્યો નથી અથવા તેને સામાન્ય ફલૂ સાથે સરખાવ્યો નથી. આ સ્થિતિમાં વાયરલ મેસેજ સંપૂર્ણપણે નકલી છે.

Fact Check

દાવો

Fact Check : શું કોવિડ-19 સામાન્ય ફલૂથી વધુ નથી? આ રહ્યું વાયરલ મેસેજનું સત્ય!

નિષ્કર્ષ

fake news

રેટિંગ

Misleading
ફેક્ટ ચેક માટે તમારી રિક્વેસ્ટ મોકલો. [email protected] પર મેઈલ કરો
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X