For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fact Check: શું 11 એપ્રિલથી ગુજરાતના 6 શહેરો લૉકડાઉન થશે? જાણો હકીકત

Fact Check: શું 11 એપ્રિલથી ગુજરાતના 6 શહેરો લૉકડાઉન થશે? જાણો હકીકત

|
Google Oneindia Gujarati News

દેશમાં ફરીથી કોરોનાવાયરસે ગતિ પકડી લીધી છે. કેટલાય રાજ્યોમાં સતત બેકાબૂ હાલાતો બાદ સરકારે સખ્તાઈ વરતવી ફરીથી શરૂ કરી દીધી છે. મહારાષ્ટ્રથી લઈ દિલ્હી સુધી કોરોનાના મામલામાં થયેલા વધારા બાદ સરકાર તેની ગતિ ધીમી કરવા માટે નવી રણનીતિ બનાવી રહી છે. જ્યારે ગુજરાતમાં પણ કોરોનાના મામલા થંભવાનું નામ નથી લઈ રહ્યા. વધતા કોરોનાએ રૂપાણી સરકારની પણ ચિંતા વધારી દીધી છે. આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર એક પત્ર વાયરલ થઈ રહ્યો છે જેમાં ગુજરાતના 6 શહેરોમાં પૂર્ણ લૉકડાઉન લાગવા વિશેની વાત કહેવાઈ રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ આ નોટિસમાં લખેલું છે કે સરકારે રાજ્યના 6 શહેરોમાં 11 એપ્રિલથી પૂર્ણ લૉકડાઉન લગાવવાની ઘોષણા કરી છે. એવામાં આવો જાણીએ આ દાવાની હકિકત શું છે...

Lockdown

સોશિયલ મીડિયા પર વાયરલ લેટર મુજબ ગુજરાતના ગૃહવિભાગે 11 એપ્રિલથી 6 પ્રમુખ શહેરોમાં લૉકડાઉનનું એલાન કર્યું છે. વાયરલ લેટરમાં ગુજરાતના 6 શહેરોમાં 11 એપ્રિલથી 16 એપ્રિલ સુધી લૉકડાઉન રહેવાની વાત કહેવાઈ છે. જો કે આ દાવાની સચ્ચાઈ કંઈક અલગ જ છે. પત્ર વાયરલ થયા બાદ ગુજરાત પોલીસે ટ્વીટ કરી આ અંગે ખુલાસો કરવો પડ્યો હતો.

ગુજરાત પોલીસે પોતાના સત્તાવાર હેન્ડલથી ટ્વીટ કરીને જાણકારી આપતા કહ્યું કે, ગૃહ વિભાગ દ્વારા લોકડાઉન માટે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી, સોશિયલ મીડિયામાં લોકડાઉનની આવી અફવા ખોટી રીતે ફેલાવી રહેલા તત્વો સામે સાયબર ક્રાઇમ કાર્યવાહી કરશે. આવા ફેક ન્યૂઝ ફોરવર્ડ કરતા પહેલા તેની ખરાઈ કરો.

ભોજપુરી એક્ટ્રેસ આમ્રપાલી દુબે થઈ કોરોના સંક્રમિતભોજપુરી એક્ટ્રેસ આમ્રપાલી દુબે થઈ કોરોના સંક્રમિત

Fact Check

દાવો

સોશિયલ મીડિયા પર વાયરલ નોટિસમાં ગુજરાતના 6 શહેરો 11થી 16 એપ્રિલ સુધી લૉકડાઉન થઈ રહ્યાં હોવાનો દાવો કરાયો છે.

નિષ્કર્ષ

ગુજરાત સરકારના ગૃહ વિભાગે આવી કોઈ ઘોષણા કરી નથી.

રેટિંગ

False
ફેક્ટ ચેક માટે તમારી રિક્વેસ્ટ મોકલો. [email protected] પર મેઈલ કરો
English summary
Fact Check: lockdown does not imposed on 6 city of gujarat, viral message is fake
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X