Fact Check: શું ખરેખર વરસાદથી કોરોના સંક્રમણની ગતિ અટકશે, જાણો વાયરલ મેસેજની સચ્ચાઈ

Fact Check: શું ખરેખર વરસાદથી કોરોના સંક્રમણની ગતિ અટકશે, જાણો વાયરલ મેસેજની સચ્ચાઈ

કોરોનાની બીજી લહેર બેલગામ થઈ રહી છે. દરરોજ સામે આવી રહેલ નવા મામલાના કારણે મેડિકલ વ્યવસ્થા પાટા પરથી ઉતરી ગઈ છે. એવામાં કોરોાના વધતા મામલા વચ્ચે સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હવામાન પરિવર્તન થવાથી અને વરસાદના કારણે કોરોના સંક્રમણની ગતિ ધીમી પડશે. પરંતુ સમજ્યા વિચાર્યા વિના આવા મેસેજ પર ભરોસો કરી લોકો ફોરવર્ડ કર્યા કરતા હોય છે. એવામાં પીઆઈબી ફેક્ટ ચેકે વાયરલ મેસેજની સચ્ચાઈ તલાશી છે.

fake news

સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. વરસાદ થવાથી અને વાતાવરણમાં પરિવર્તન આવવાથી કોરોના સંક્રમણની ગતિ ધીમી પડી જશે. કેટલાક દિવસોથી આ મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેને પીઆઈબી ફેક્ટ ચેક સંપૂર્ણપણે ફેક જણાવી રહ્યું છે. પીઆઈબી ફેક્ટ ચેકે વાયરલ મેસેજને લઈ ટ્વીટ કર્યું છે.

જેમાં કહેવામાં આવ્યું કે કોરોનાની ગતિ માત્ર કોવિડ ઉપયુક્ત વ્યવહારનું પાલન કરવાથી ઘટાડી શકાય છે. એટલે કે કોરોના સંક્રમણની ચેન તોડવા માટે કોરોના ગાઈડલાઈનનું પાલન એકમાત્ર ઉપાય છે. જેમ કે માસ્ક પહેરવું, વારંવાર હાથ ધોવા અથવા સેનિટાઈઝ કરવા અને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવાથી જ કોરોનાની ગતિ ધીમી પડી શકે છે.

જણાવી દઈએ કે હોળી બાદથી આખા દેશમાં અચાનક કોરોનાના મામલામાં ઉછાળો જોવા મળ્યો છે. જે બાદ કેટલાય રાજ્યોમાં લૉકડાઉન જેવા સખ્ત પ્રતિબંધો લગાવી સંક્રમણને રોકવા પગલું ઉઠાવાયું છે, જે બાદ કોરોના સંક્રમણના મામલામાં થોડી ગિરાવટ નોંધાઈ છે. આ દરમિયાન દેશના કેટલાય ભાગોમાં વાતાવરણમાં બદલાવ અને વરસાદ જોવા મળ્યો છે, જે બાદ આ મેસેજ વાયરલ થવા લાગ્યો.

Fact Check

દાવો

દાવો કરવામાં આવી રહ્યો છે કે મોસમ પરિવર્તન અને વરસાદથી સંક્રમણની ગતિ ધીમી પડી શકે છે.

નિષ્કર્ષ

સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલો આ દાવો સંપૂર્ણપણે ખોટો છે.

રેટિંગ

Misleading
ફેક્ટ ચેક માટે તમારી રિક્વેસ્ટ મોકલો. [email protected] પર મેઈલ કરો
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X