For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fake: સરકારે દુકાન ખોલવાનો કે બંધ કરવાનો કોઈ સમય નક્કી નથી કર્યો

Fake: સરકારે દુકાન ખોલવાનો કે બંધ કરવાનો કોઈ સમય નક્કી નથી કર્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લૉકડાઉન 4ની ગાઈડલાઈન આજે કોઈપણ સમયે જાહેર થવાની સંભાવના છે. એવામાં સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે દુકાનો ખોલવા અને બંધ થવાની સમય અને દિવસ નક્કી કરવામાં આવ્યા છે. જ્યારે હકિકતમાં આ મેસેજ સંપૂર્ણપણે ફેક છે અને જ્યાં સુધી કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી કોઈ ગાઈડલાઈન જાહેર કરવામાં ના આવે ત્યાં સુધી આ ફેક મેસેજ નજરઅંદાજ કરવો જરૂરી છે.

fact check

સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે કાલથી દુકાનો ખોલવા અને બંધ થવાના દિવસ અને સમય નક્કી કરવામાં આવ્યા છે. જ્યારે આ મેસેજ સંપૂર્ણપણે ખોટો છે. મેસેજમાં અલગ અલગ ચીજોની દુકાનોની આખી યાદી સાથે દિવસ અને સમય જણાવવામાં આવ્યો છે. અમે તમને સાવધાન કરી દઈએ કે આ મેસેજ સમાજ વિરોધી માનસિકતાના લોકો દ્વારા ભ્રમ ફેલાવવાના ઉદ્દેશ્યથી ફેલાવવામા આવી રહ્યો છે, જેમાં કોઈફણ સચ્ચાઈ નથી. જ્યાં સુધી કેન્દ્રીય ગૃહમંત્રાલય અને રાજ્ય સરકાર સત્તાવાર રીતે કોઈ ગાઈડલાઈન જાહેર નથી કરતું ત્યાં સુધી આવા ફેક મેસેજ પર ભરોસો ના કરવો.

સચ્ચાઈ એ છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય આજે કોઈપણ સમયે લૉકડાઉન 4ને લઈ કોઈ નવી ગાઈડલાઈન લઈને આવનાર છે, જેના આધારે રાજ્ય સરકારો પોતાના હિસાબે ફેસલા લેશે. તમે માત્ર એ સર્ક્યુલરનો જ ઈતેજાર કરો.

જણાવી દઈએ કે વનઈન્ડિયાને સૂત્રોના હવાલેથી જાણવા મળ્યું છે કે નવી ગાઈડલાઈન એવી ગતિવિધિઓની આખી યાદી હશે, જેને નેગેટિવ લિસ્ટમાં રાખવામાં આવશે. અમને માલૂમ પડ્યું છે કે નવી ગાઈડલાઈનમાં સાર્વજનિક પરિવહન પર ફોકસ હશે. ખાસ કરીને ઑફિસ જતા લોકોની સુવિધાઓનો ખ્યાલ રાખવામાં આવશે. આ ઉપરાંત ટેક્સી, ઑટોને પણ ચાલવાની મંજૂરી મળી શકે છે. નવા લૉકડાઉન વિસ્તારમાં પ્રતિબંધોમાં થોડી છૂટ મળી શકે છે, પરંતુ સોશિયલ ડિસ્ટેન્સિંગને લઈ આકરા પ્રાવધાન કરવામાં આવી શકે છે.

Fact Check: કોરોના વાયરસથી બચવા માટે સરકાર ફ્રીમાં માસ્ક આપી રહી છે?Fact Check: કોરોના વાયરસથી બચવા માટે સરકાર ફ્રીમાં માસ્ક આપી રહી છે?

English summary
Fake: Government has not fixed any time to open and close shops
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X