Fact- Check: શું દિગ્વિજય સિંહે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું?
સોશિયલ મીડિયા પર એક પત્ર વાયરલ થઇ રહ્યો છે, આ પત્ર રાજ્યસભા સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહના લેટરહેડ પર લખાયેલ રાજીનામું પત્ર છે. આ પત્ર વાયરલ થયા બાદ કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે આ પત્રનું ખંડન કર્યું છે અને તેમણે રાજીનામું આપ્યું ન હોવાની સ્પષ્ટતા કરવી પડી.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ દિગ્વિજય સિંહે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યાના સમાચાર ખોટા નીકળ્યા છે. વાસ્તવમાં દિગ્વિજય સિંહના રાજીનામા સાથે જોડાયેલો એક પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. થોડી જ વારમાં આ સમાચાર જંગલની આગની જેમ ફેલાઈ ગયા. જો કે થોડા સમય બાદ દિગ્વિજયે આ સમાચારને નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું કે આ ભાજપ દ્વારા ફેલાવવામાં આવેલ જૂઠ છે. હું આ બાબતે પોલીસમાં ફરિયાદ કરી રહ્યો છું.
દિગ્વિજયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉના ટ્વિટર) પર લખ્યું કે ભાજપ જૂઠું બોલવામાં એક્સપર્ટ છે. મેં 1971માં કોંગ્રેસનું સભ્યપદ લીધું. હું પદ માટે નહીં, પરંતુ વિચારધારાથી પ્રભાવિત હોવાથી પાર્ટીમાં જોડાયો છું અને જીવનના અંતિમ શ્વાસ સુધી કોંગ્રેસમાં જ રહીશ. હું આ જુઠ્ઠાણા સામે પોલીસ ફરિયાદ નોંધાવી રહ્યો છું.

Fact Check
દાવો
દિગ્વિજય સિંહના રાજીનામાનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
નિષ્કર્ષ
દિગ્વિજય સિંહે કોંગ્રેસની સદસ્યતા કે પોતાના પદ પરથી રાજીનામું નથી આપ્યું. તેમણે આ પત્ર ફેક હોવાનો ખુલાસો કર્યો છે.












Click it and Unblock the Notifications
