For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફેક્ટ ચેકઃ લૉકડાઉન ખતમ થતા જ ચાલશે ટ્રેનો! રેલવેએ કહી આ વાત

સોશિયલ મીડિયા પર વૉટ્સએપ પર એવા મેસેજ વાયરલ થઈ રહ્યા છે જેમાં કહેવામાં આવી રહ્યુ છે કે જલ્દી ટ્રેનો ચાલુ થશે. જાણો સચ્ચાઈ...

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના કારણે દેશભરમાંં ચાલી રહેલ લૉકડાઉનના કારણે રસ્તા, ટ્રેન, વિમાન સેવા બધુ અટકી ગયુ છે. લોકો પોતાના ઘરોમાં ફસાયેલા છે. દરેક જણ જાણવા ઈચ્છે છે કે ભારતીય રેલવેની યાત્રી સેવા ક્યારથી શરૂ થશે. સોશિયલ મીડિયા પર આ વિશે ઘણા વાયરલ મેસેજ ફ્લોંટ થઈ રહ્યા છે. રેલવેની ટ્રેનોના પરિચાલન વિશે અફવા ઉડાવવામાં આવી રહી છે કે જલ્દી બધા પેસેન્જર ટ્રેનોની સર્વિસ શરૂ કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર વૉટ્સએપ પર એવા મેસેજ વાયરલ થઈ રહ્યા છે જેમાં કહેવામાં આવી રહ્યુ છે કે જલ્દી ટ્રેનો ચાલુ થશે.

ક્યારથી શરૂ થશે ટ્રેન સેવા

ક્યારથી શરૂ થશે ટ્રેન સેવા

આ સંદેશ એ લોકોને ભ્રમિત કરી રહ્યા છે જે જલ્દીમાં જલ્દી ઘરે પહોંચવા ઈચ્છે છે. આવા સંદેશ ઘણી વાર સર્ક્યુલેટ થઈ રહ્યા છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ટ્રેનો જલ્દી શરૂ થવાની છે. આ સંદેશ વિશે તમને જણાવી દઈએ કે સરકારે ટ્રેનોના પરિચાલન વિશે કોઈ નિર્ણય કર્યો નથી. પેસેન્જર ટ્રેનો ક્યારથી ચાલુ થશે તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. 3 મે સુધી ચાલુ લૉકડાઉન ટ્રેનોના પરિચાલન વિશે કેન્દ્ર સરકાર અને રેલવે મંત્રાલયે કોઈ નિર્ણય લીધો નથી. ટ્રેનો સાથે સાથે વિમાન સેવાઓ વિશે હાલમાં કોઈ નિર્ણય સરકાર તરફથી લેવામાં આવ્યો નથી.

વાયરલ થઈ રહ્યો છે મેસેજ

વાયરલ થઈ રહ્યો છે મેસેજ

ટ્રેન સર્વિસ માટે વાયરલ થઈ રહેલ આ મેસેજ સંપૂર્ણપણે ફેક છે. રેલવેએ સ્પષ્ટ કહ્યુ છે કે ટ્રેનોના સંચાલનનો નિર્ણય રેલવે બોર્ડ અને રેલવે મંત્રાલય તરફથી લેવામાં આવશે. બોર્ડના નિર્ણય બાદ જ ટ્રેનો ચાલુ થશે. તમને જણાવી દઈએ કે રેલવેએ ટિકિટોનુ બુકિંગ બંધ કરી રાખ્યુ છે. 3 મે બાદ રેલવે રિઝર્વેશને પણ બંધ કરી દીધુ છે. રેલવે લૉકડાઉન બાદ ટ્રેનો ચલાવે કે નહિ તે કેન્દ્રની લીલી ઝંડી બાદ જ નક્કી થશે.

રેલવે કરી શકે છે આ ઉપાય

રેલવે કરી શકે છે આ ઉપાય

લૉકડાઉન ખુલ્યા બાદ રેલવે માત્ર સ્લીપર ક્લાસના કોચવાળી ટ્રેન ચલાવી શકે છે. આ ટ્રેનોમાં સંપૂર્ણપણે સ્વસ્થ લોકોને સ્ક્રીનિંગ બાદ જ સફર કરી શકશે. વળીૂ, કન્ફર્મ ટિકિટવાળા પેસેન્જર જ સફર કરી શકશે. વળી, ટ્રેનોમાં લોકોની સંખ્યા ઘટાડવા માટે રેલવે આ ટ્રેનોનુ ભાડુ વધુ રાખી શકે છે. માનવામાં આવી રહ્યુ છે કે શરૂઆતમા ટ્રેનો માત્ર અમુક જ સ્ટેશનો વચ્ચે ચલાવવામાં આવે અને જે વિસ્તારોમાં કોરોનાના વધુ કેસ આવી રહ્યા છે ત્યાં ટ્રેનો નહિ ચાલે. જો કે આના પર હજુ રેલવે તરફથી કોઈ અધિકૃત માહિતી આપવામાં આવી નથી.

આ પણ વાંચોઃ ICMRએ રાજ્યો પાસેથી પાછી માંગી રેપિડ ટેસ્ટીંગ કિટ, કહ્યુ, પરિણામો નથી બરાબર નથી મળી રહ્યા

English summary
IRCTC India railway resume train services immediately after lockdown, here is the fact
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X