ICMRએ રાજ્યો પાસેથી પાછી માંગી રેપિડ ટેસ્ટીંગ કિટ, કહ્યુ, પરિણામો નથી બરાબર નથી મળી રહ્યા

ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ(આઈસીએમઆર) રાજ્યોને મોકલેલી રેપિડ એન્ટીબૉડી ટેસ્ટ કિટ પાછી માંગી છે.

ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ(આઈસીએમઆર) રાજ્યોને મોકલેલી રેપિડ એન્ટીબૉડી ટેસ્ટ કિટ પાછી માંગી છે. આઈસીએમઆરે કહ્યુ છે કે જે રિઝલ્ટ કિટથી મળી રહ્યા છે તે સંતોષજનક નથી. એવામાં આનાથી ટેસ્ટ કરવા યોગ્ય નથી. રાજ્યોએ જે રેપિડ કિટ કોરોના ટેસ્ટ માટે મોકલી હતી તેને પાછી આપી દેવામાં આવે. કિટથી સારા પરિણામ ન મળવાની ફરિયાદ બાદ આઈસીએમઆર તેનો ઉપયોગ ન કરવા માટે રાજ્યોને પહેલા કહી ચૂક્યુ છે.

ચાઈનીઝ કંપની પાસેથી ખરીદી છે આ કિટ

ચાઈનીઝ કંપની પાસેથી ખરીદી છે આ કિટ

કેન્દ્રએ બે ચીની કંપનીઓ પાસેથી 5 લાખ કિટ ખરીદી હતી. ત્યારબાદ તેને રાજ્યોને મોકલવામાં આવી. આનો ઉપયોગ શરૂ કરતા જ રાજસ્થાન સહિત ઘણા રાજ્યોએ કિટ પર સવાલ ઉઠાવ્યા. ત્યારબાદ આઈસીએમઆરે રાજ્યોને ટેસ્ટ રોકવા માટે કહ્યુ એને તેની તપાસ શરૂ કરી. સોમવારે આઈસીએમઆરે માન્યુ કે કિટથી યોગ્ય પરિણામ નથી મળી રહ્યા અને તેને પાછી માંગી છે.

ગુણવત્તા ખરાબ, કિંમત માટે પણ વિવાદ

ગુણવત્તા ખરાબ, કિંમત માટે પણ વિવાદ

ચીનથી આવેલી આ કિટ્સની ગુણવત્તા એકદમ ખરાબ નીકળી છે. વળી, આની કિંમતો માટે પણ વિવાદ છે. વાસ્તવમાં રેપિટ ટેસ્ટ કિટ વિશે સામે આવ્યુ છે કે ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદને વેચવામાં આવેલી કિટમાં બહુ મોટો નફો લેવામાં આવ્યો છે. આ કિટની ભારતમાં પડતર કિંમત 245 રૂપિયા છે પરંતુ ICMRને 600 રૂપિયા પ્રતિ કિટ વેચવામાં આવી છે એટલે કે લગભગ 145 ટકાનો નફો લેવામાં આવ્યો છે. દિલ્લી હાઈકોર્ટમાં આ કેસ જતા આના પર ખુલાસો થયો.

વિપક્ષે ઉઠાવ્યા સવાલ

વિપક્ષે ઉઠાવ્યા સવાલ

કોરોના એન્ટીબૉડી રેપિડ કિટની ખરીદી વિશે મોદી સરકાર અને ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસે પૂછ્યુ છે કે આઈસીએમઆરને 245માં આયાત કરવામાં આવેલી એન્ટીબૉડી ટેસ્ટ કિટ 600 રૂપિયામાં કેમ ખરીદવી પડી. રાહુલ ગાંધીએ કહ્યુ કે આવા સમયમાં પણ આ રીતની નફાખોરી ખોટી છે. આના પર કાર્યવાહી થવી જોઈએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X