તાલિબાને હેલિકોપ્ટર પર અમેરિકન જાસૂસને લટકાવ્યો હતો? જાણો વાયરલ વીડિયોનું સત્ય
અમેરિકાના એક સેનેટર સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કર્યો અને દાવો કર્યો છે કે, એક અમેરિકન મદદગારને હેલિકોપ્ટરમાં તાલિબાનીઓ દ્વારા બાંધવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર હજારો લોકોએ આ વીડિયો શેર કર્યો છે.
કાબુલ : અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાંથી અમેરિકી સૈનિકોના ગયા પછી તરત જ એક ભયાનક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો જોઈને આખી દુનિયામાં ભયનો માહોલ સર્જાયો છે અને ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટી ઓફ અમેરિકાના એક સેનેટર સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કર્યો અને દાવો કર્યો છે કે, એક અમેરિકન મદદગારને હેલિકોપ્ટરમાં તાલિબાન આતંકવાદીઓ દ્વારા બાંધવામાં આવી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર હજારો લોકોએ આ વીડિયો શેર કર્યો છે. જે સાથે દાવો પણ કર્યો છે કે, તાલિબાની આતંકવાદીઓ એક વ્યક્તિને હેલિકોપ્ટરથી લટકાવીને મારી રહ્યા છે. તો ચાલો જાણીએ શું છે આ વાયરલ વીડિયોની વાસ્તવિકતા...


કંધારથી વીડિયો થયો હતો વાયરલ
હેલિકોપ્ટરથી લટકીને એક અમેરિકન સહાયકને ફાંસી આપવાનો દાવો કરતો આ વીડિયો અચાનક સમગ્ર દુનિયામાં વાયરલ થવા લાગ્યો અને હવે તાલિબાન દ્વારા આવીડિયોનું સત્ય જણાવવામાં આવ્યું છે. વીડિયોમાં એક માણસ અમેરિકન બ્લેકહોક પર લટકતો જોવા મળે છે. આ હેલિકોપ્ટર ઘરોની વચ્ચે ઉડી રહ્યું છે.
આ વીડિયોઅફઘાનિસ્તાનના મુખ્ય પ્રાંત કંધારનો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. બહુવિધ અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે, સોમવારના રોજ યુએસ સૈનિકો દેશ છોડીને ગયાતે બાદ આ વીડિયો સામે આવ્યો છે. જે બે કારણોસર વાયરલ થયો છે.
If this is what it looks like… the Taliban hanging somebody from an American Blackhawk… I could vomit. Joe Biden is responsible.
— Liz Wheeler (@Liz_Wheeler) August 30, 2021
pic.twitter.com/muHLEi3UvK
વ્યક્તિને ફાંસી આપવાની શંકા શા માટે?
લોકો બે કારણોસર દાવો કરી રહ્યા હતા કે, તાલિબાન હેલિકોપ્ટરથી અમેરિકન મદદગારને લટકાવી રહ્યું છે. પહેલું કારણ એ હતું કે તાલિબાન લડવૈયાઓ બ્લેકહોકહેલિકોપ્ટર ઉડાવી રહ્યા હતા અને લોકોએ જણાવ્યું કે, તાલિબાન પાસે પ્રશિક્ષિત પાઇલટ નથી, તો પછી બ્લેક હોક હેલિકોપ્ટર કોણ ઉડાવી રહ્યું છે? તે જ સમયે લોકોબીજો દાવો કરી રહ્યા હતા કે, તાલિબાન સતત વિદેશી સહયોગીઓને શોધવાનો પ્રયાસ કરી રહ્યું છે અને કદાચ તાલિબાન તેમને હેલિકોપ્ટર દ્વારા લટકાવીને સમગ્રદેશમાં ભય પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના સેનેટર ટેડ ક્રુઝે વીડિયો શેર કર્યો અને જો બાઇડનની આકરી ટીકા કરી હતી,વીડિયોને 'અફઘાનિસ્તાનનો વિનાશ' ગણાવ્યો અને તેમણે દાવો કર્યો કે, અમેરિકાએ અફઘાનિસ્તાનમાં જે બ્લેકહોક હેલિકોપ્ટર છોડી દીધું છે, તેનાથી હવે અમેરિકનોનોશિકાર કરવામાં આવી રહ્યો છે.

વાયરલ વીડિયોનું સત્ય શું છે?
જ્યારે આંતરરાષ્ટ્રીય મીડિયાએ વાયરલ વીડિયો વિશે કહ્યું કે, તાલિબાન એક વ્યક્તિને હેલિકોપ્ટરથી લટકાવી રહ્યું છે, અફઘાન મીડિયાએ આ દાવાને નકાર્યો છે. વીડિયોવાયરલ થયા બાદ અફઘાનિસ્તાનના પત્રકાર બિલાલ સરવરે વીડિયો વિશે કરવામાં આવી રહેલા દાવાને ખોટો ગણાવીને ફગાવી દીધો અને જણાવ્યું હતું કે, 'વાસ્તવમાંઆ વીડિયોનું સત્ય અલગ છે'.
ટ્વિટર પર વીડિયો શેર કરતાં તેમણે દાવો કર્યો હતો કે, જે વ્યક્તિને તમે હેલિકોપ્ટરથી લટકતા જોઇ રહ્યા છો તે વાસ્તવમાં તાલિબાનફાઇટર છે અને કોઈને ફાંસી આપવામાં આવી રહી નથી. તાલિબાન ફાઇટર વાસ્તવમાં તાલિબાની ધ્વજ લગાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

અફઘાન પત્રકારે શું કહ્યું?
અફઘાન પત્રકાર બિલાલે કહ્યું કે, 'હું અફઘાનિસ્તાનના પાયલોટને જાણું છું, જે અમેરિકન બ્લેકહોક હેલિકોપ્ટર ઉડાવી રહ્યો છે અને તેણે અમેરિકા તેમજ સંયુક્ત આરબઅમીરાતમાં ઉડાન ભરવાની તાલીમ મેળવી છે. મેં તેની સાથે આ વીડિયો વિશે વાત કરી અને તેણે મને કહ્યું કે, તાલિબાન ફાઇટર કંધાર ગવર્નર હાઉસમાં તાલિબાનીધ્વજ લગાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, એવું નથી કે, કોઈને ફાંસી આપવામાં આવી રહી હતી. તાલિબાનના લડવૈયાએધ્વજને લાંબા સમય સુધી લગાવવાનો પ્રયત્નકર્યો હતો, પરંતુ અંતે તે તાલિબાનનો ધ્વજ લગાવવામાં નિષ્ફળ રહ્યો હતો.
તાલિબાનની ન્યૂઝ એજન્સી અશ્વાકા ન્યૂઝ એજન્સીએ પણ આ જ વીડિયો પોસ્ટ કર્યો હતો,જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, બ્લેક હોક કંધાર ગવર્નર ઓફિસની ઉપર જોવા મળ્યું હતું અને તાલિબાન કંધાર ગવર્નર હાઉસ ઉપર ધ્વજ લગાવવાનો પ્રયાસ કરીરહ્યા હતા.

ટ્રમ્પના સેનેટરે વીડિયો હટાવી દીધો
ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીના સેનેટર ટેડ ક્રુઝે શરૂઆતના કલાકોમાં આ વીડિયો શેર કર્યો હતો અને બાદમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ઉગ્ર રીતેવાયરલ થવા લાગ્યો હતો.
આ વીડિયો પોસ્ટ કરીને તેણે તાલિબાનને બર્બર આતંકવાદી સંગઠન ગણાવ્યું અને લખ્યું કે, અમેરિકાએ આતંકવાદીઓના હાથમાં અબજોરૂપિયાના મિલિટરી હથિયારો અને બ્લેક હોક હેલિકોપ્ટર છોડી દીધા છે.
રિપોર્ટ અનુસાર જ્યારે વીડિયોની વાસ્તવિકતા સામે આવી ત્યારે ટ્રમ્પના પક્ષના સેનેટરે પોતાનાસોશિયલ મીડિયા અકાઉન્ટમાંથી વીડિયો ડિલીટ કરી દીધો.

રોઇટર્સ ફેક્ટ ચેક
આ વીડિયો વાયરલ થયા બાદ ઘણી આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સીઓએ ફેક્ટ ચેક કર્યું છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સે ફેક્ટ ચેક કર્યા બાદ કહ્યું કે, જે વ્યક્તિને વીડિયોમાંફાંસી આપવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તે ખોટો છે. એ હજૂ માણસ જીવીત છે.
જે બાદ ટેડ ક્રુઝે પોતાનું ટ્વિટ ડિલીટ કર્યું અને લખ્યું, તે સામે આવ્યું છે કે, મેંતાલિબાનની શેર કરેલી પોસ્ટ, જેમાં એક માણસ હેલિકોપ્ટરથી લટકતો જોવા મળે છે, તે ખોટી હોઈ શકે છે. તેથી જ મેં તે ટ્વીટ હટાવી દીધી છે, પણ હું મારી એ વાતપર અડગ છું કે, તાલિબાન એક ક્રૂર આતંકવાદી સંગઠન છે અને હાલની અમેરિકી સરકારે અફઘાનિસ્તાનમાં બ્લેક હોક હેલિકોપ્ટર સહિત લાખો લશ્કરી સાધનો છોડીદીધા છે.

Fact Check
દાવો
તાલિબાની આતંકવાદીઓ એક વ્યક્તિને હેલિકોપ્ટરથી લટકાવીને મારી રહ્યા છે.
નિષ્કર્ષ
જે વ્યક્તિને તમે હેલિકોપ્ટરથી લટકતા જોઇ રહ્યા છો તે વાસ્તવમાં તાલિબાન ફાઇટર છે અને કોઈને ફાંસી આપવામાં આવી રહી નથી. તાલિબાન ફાઇટર વાસ્તવમાં તાલિબાની ધ્વજ લગાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.












Click it and Unblock the Notifications
