Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

દિવાળીમાં આ 10 વસ્તુથી ઘરની સજાવટ કરી બનાવો સૌથી અલગ

દિવાળી આવતા જ સૌથી પહેલા ઘરની સફાઇ કરવામાં લાગી જાય છે. સફાઈ કર્યા પછી ઘરની સજાવટનો નંબર આવે છે.

દિવાળી આવતા જ સૌથી પહેલા ઘરની સફાઇ કરવામાં લાગી જાય છે. સફાઈ કર્યા પછી ઘરની સજાવટનો નંબર આવે છે, જો તમે તમારા ઘરના સમાન જૂના દેખાવથી કંટાળી ગયા છો, તો આ દિવાળી તમારા ઘરને ટ્રેડિશનલ નવો લુક આપો. દિવાળીના થોડા દિવસો બાકી છે. દેશભરમાં ઉત્સાહનું વાતાવરણ છે.

ફુલોથી સુશોભન

ફુલોથી સુશોભન

ઘરને વધારે ફુલોથી સુશોભિત કરવાના બદલે ઘરની 2 યુવતિઓને દરવાજે ઉભી રાખો. આનાથી તમારા ઘરને સિમ્પલની સાથે સાથે ફેસ્ટીવલ ડેકોરેશન પણ મળી જશે.

રંગોળી

રંગોળી

ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર રંગોળી બનાવવાથી ઘર સુંદર લાગે છે, મહેમાનો પણ તેને જોઈને ખૂબ ખુશ થઇ જશે. તમે પરંપરાગત રંગો અને ફૂલોનો ઉપયોગ કરીને તમારા હાથથી રંગોળી બનાવી શકો છો. પરંતુ જો તમે આ ન કરી શકો, તો બજારમાં એક કરતા વધારે રેડીમેડ રંગોળી ઉપલબ્ધ છે જેનો તમે ઉપયોગ કરી શકો છો. પ્રવેશદ્વારની સાથે, લીવિંગ રૂમની વચ્ચે પણ સુંદર રંગોળી બનાવીને ઘરની સંદરતા વધારી શકાય છે.

દીવાલને દીવાથી સજાવો

દીવાલને દીવાથી સજાવો

આ તમે પણ માનસો કે ઘરની લાઇટો બદલવાથી જ આખા ઘરનો દેખાવ બદલાઇ જાય છે. આ જ રીતે દિવાળી પર ઘરને સજાવવા માટે લાઇટની જગ્યાએ દીવાનો ઉપયોગ કરો, અને ઘરની દરેક ખુણાને દીવાથી શણગારો.

તોરણ

તોરણ

ઘરના મેન ડોરની સાથે સાથે રૂમના દરેક દરવાજા પર તોરણ લગાવો. આ માટે તમે ફુલો અને પાનમાંથી બનેલા તોરણનો ઉપયોગ પણ કરી શકો છો અથવા બજારમાં મળતા ડિઝાઇનર તોરણનો પણ ઉપયોગ કરી શકાય છે.

કેન્ડલ ડેકોરેશન

કેન્ડલ ડેકોરેશન

આજકાલ, બજારમાં ઘણા પ્રકારની મીણબત્તીઓ ઉપલબ્ધ છે. તમે ઘરને એક અલગ અને સરળ લુક આપી શકો છો. તમે આ મીણબત્તીઓને વિંડોઝ અને છત પર પણ સજાવટ કરી શકો છો.

ટી લાઇટનો ઉપયોગ કરો

ટી લાઇટનો ઉપયોગ કરો

ટી લાઇટ્સને રંગીન ગ્લાસ કન્ટેનરમાં મૂકો અને તેને ડ્રોઇંગ રૂમ અને ડાઇનિંગ રૂમની છત પરથી લટકાવી દો. તેઓ ઘરને ખૂબ સુંદર દેખાવ આપશે.

આ રીતે પ્રવેશદ્વાર સજાવો

આ રીતે પ્રવેશદ્વાર સજાવો

દીવાળી પર રંગોળી પણ બનાવવામાં આવે છે. દરેક વખતે જો તમે ફૂલો અથવા રંગોની રંગોળીથી કંટાળ્યા છો, તો આ સમયે ક્રિસ્ટલ અને માળાની રંગોળી બનાવવાનો પ્રયાસ કરો. તે સંપૂર્ણપણે અલગ દેખાશે. બજારમાં રેડીમેડ રંગોલીસ પણ ઉપલબ્ધ છે. જો તમે ઇચ્છો તો, તમે તેને ઘરે પણ બનાવી શકો છો. આમાં દીવા અને ગણેશજીની મૂર્તિ મુકીને સજાવટ કરી શકો છો.

પેપર ફાનસ

પેપર ફાનસ

દિવાળીમાં બજારમાં અનેક પ્રકારના સામાન જોવા મળે છે. આમાંનું એક પેપર ફાનસ છે. તમારા ઘરને પેપર ફાનસથી સજાવો. તે માત્ર દેખાવમાં જ સુંદર નથી, પણ ઘરને રોશન પણ કરે છે.

ફ્લોટિંગ મીણબત્તી

ફ્લોટિંગ મીણબત્તી

તમારી પાસે બીજો એક સરસ વિકલ્પ છે, જો તમે ઇચ્છો, તો તમે આ દિવાળીમાં ફ્લોટિંગ મીણબત્તીઓનો પણ ઉપયોગ કરી શકો છો, તે તમારા ઘરની સજાવટમાં ચાર ચાંદ લગાવી દેશે.

ઇલેક્ટ્રિક લાઇટ્સ

ઇલેક્ટ્રિક લાઇટ્સ

આજકાલ બજારમાં ઇલેક્ટ્રિક લાઇટ મળી રહે છે. આ લાઇટ્સની મદદથી, તમે તમારા ઘરને સજાવટ કરી શકો છો. આ લાઇટ્સમાં, તમને ઘણી વેરાઇટ પણ મળશે જે તમારા ઘરને ચમકાવી દેશે.

ઇંટીરિયરને બદલવા માટે કેટલાક નવા પ્રોડક્ટ બજારમાં આવ્યા છે. તેમાંથી ક્રિસ્ટલ, મલ્ટી કલર સ્ટોન, મોતીનું કામ વગેરે છે. દિવાળી નિમિત્તે આજે અમે તમને આ વસ્તુઓથી ઘરની કેવી રીતે સજાવટ કરવી, કેવા પ્રકારની લાઈટ રાખવી એ વિશે જણાવીશું. તો ચાલો આપણે જાણીએ કે આ દિવાળીને ઘર કેવી રીતે રોશન કરવુ અને શું ટ્રેન્ડમાં છે.

આ દિવસે સૌથી ખાસ વાત એ છે કે તમારું ઘર કેટલું સુશોભીત છે. તમારે ઘરની સજાવટ માટે સારૂ રાચરચીલું પણ લાવવું જોઈએ. ચાલો આપણે જાણીએ તે કઈ-કઇ રીતો છે જેના દ્વારા તમે દિવાળીમાં તમારા ઘરને સજ્જ કરી શકો છો.

આ પણ વાંચો: દિવાળીમાં ઘરે બેઠા બનાવો રંગબેરંગી દીવા

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X