• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જો તમે કહી શકતા નથી 'I L U', તો આ રીતે વ્યક્ત કરો પ્રેમ

By Kumar Dushyant
|

જો કે આમ કહેવું એકદમ સરળ છે, પરંતુ કરવું ખૂબ મુશ્કેલ છે. જો કે આઇ લવ યુ કહેવા માટે યોગ્ય સમય અને યોગ્ય તૈયારીની જરૂર પડે છે. પરંતુ હાં, જો બંને સંબંધના એક જ વળાંક પર ઉભા હોય, ત્યારે પોતાના પ્રેમને સીધી રીતે વ્યક્ત કરવો આસાન બની જાય છે.

જ્યારે તમે તમારો સંબંધ આ ટ્વિસ્ટ સુધી પહોંચી ન જાય ત્યાં સુધી તમે પ્રેમ વ્યક્ત કરવા માટે ઘણી બધી રીતો અપનાવી શકો છો. તમે તેમના પ્રત્યે વિનમ્ર રહીને અને તેમનો સંભાળ રાખીને તેની શરૂઆત કરી શકો છો. આ ઉપરાંત તેમના પ્રત્યે નરમ વલણ અપનાવવું, ચિંતા કરો, સપોર્ટ કરવો અને તેમની જરૂરિયાતના સમયે હાજર રહેવું પ્રેમનો સંકેત હોય શકે છે. સાથે જ ભૌતિક રીતે પણ તમારે પ્રેમ વ્યક્ત કરવાની જરૂર પડશે.

એક બોયફ્રેન્ડ હોવાના લીધે તમારે તેમના માટે કેટલીક નાની-મોટી વસ્તુઓ ખરીદવી જોઇએ. તમે તેમના માટે ફૂલનો એક ગુલદસ્તો ખરીદો અથવા પછી તેમને પત્ર લખીને જણાવો કે તેમની સાથે સમય પસાર કરવો કેટલું સારું લાગે છે. સારું રહેશે કે પ્રેમનો ઇઝહાર કરવાના બદલે પ્રેમ દાખવવાનો પ્રયત્ન કરો.

આવો અમે તમને જણાવીએ 10 એવી પદ્ધતિઓ જેના માધ્યમથી તમે પ્રેમ વ્યક્ત કરી શકો છો.

ફૂલ મોકલો

ફૂલ મોકલો

પ્રેમ વ્યક્ત કરવાનો સૌથી રોમેન્ટિક અને સદાબહાર પદ્ધતિ છે. બસ તમારે તેમને ઇમ્પ્રેસ કરવા માટે તેમના દિલની સાંભળો અને યોગ્ય ફૂલ પસંદ કરો.

પત્ર લખો

પત્ર લખો

કેટલીકવાર એવું થતું હશે કે તમે તેને મળી શકતા નહી હોય. એવામાં તમે તેમને પત્ર લખો. તેમાં તમે તમારા પ્રેમ વિશે લખો અને તેમાં પ્રશંસા કરો. પત્રને વધુ રોમેન્ટિક બનાવવા માટે તમે શેરો શાયરી અથવા ગઝલનો પણ ઉપયોગ કરી શકો છો.

ડેટિંગ

ડેટિંગ

બોયફ્રેન્ડ હોવાના લીધે જરૂરી છે કે તમે ડેટિંગ પર લઇ જાવ. તમે ઇચ્છો તો તેમને બહાર લંચ કરાવી શકો છો અથવા સાથે કોઇ પિક્ચર જોઇ શકો છો. એવી રોમેન્ટિક ઓટિંગથી તમને પ્રેમ વ્યક્તમાં મદદ મળશે.

તેમના માટે જમવાનું બનાવો

તેમના માટે જમવાનું બનાવો

પ્રેમ વ્યક્ત કરવાની આ એક જોરદાર પદ્ધતિ છે. તમે તેમને જમવા માટે બોલાવો અને તેમના માટે પોતે જમવાનું બનાવો. આનાથી એ વાતનો અહેસાસ થશે કે તમે તેમનો કેટલો ખ્યાલ રાખો છો.

પ્રશંસા કરો

પ્રશંસા કરો

તેના માટે તમારે કોઇપણ પ્રકારના પ્લાનિંગ જરૂર નહી પડે. જ્યારેપણ તમને અવસર મળે તેમની પ્રશંસા કરો. છોકરીઓને પ્રશંસા સાંભળવી ખૂબ ગમે છે, ભલે તે જુઠ્ઠી જ કેમ ન હોય. તે પોતાને સુંદર દેખાડવા માટે ખૂબ મહેનત કરે છે.

સરપ્રાઇઝ આપો

સરપ્રાઇઝ આપો

તેમને સરપ્રાઇઝ આપીને પણ તમે પ્રેમ વ્યક્ત કરી શકો છો. તમે તેમના ઘરે ડિનર માટે પહોંચીને તેમને સરપ્રાઇઝ આપી શકો છો. અથવા પછી તમે તેમના માટે કોઇ સરપ્રાઇઝ બર્થડે પાર્ટી પણ રાખી શકો છો.

પ્રેમનું સાર્વજનિક પ્રદર્શન

પ્રેમનું સાર્વજનિક પ્રદર્શન

આ પદ્ધતિ નબળા હદયના લોકો માટે નથી. જો તમે છોકરીને સાર્વજનિક સ્થળ પર લિપ કિસ કરો છો, તો તેનાથી ખબર પડે છે કે તમે તેને કેટલો પ્રેમ કરો છો અને તે તમારા માટે કેટલી મહત્વપૂર્ણ છે.

ઇમાનદારી અને સમ્માન

ઇમાનદારી અને સમ્માન

આનાથી એ ખબર પડે છે કે તમે તેને કેટલો પ્રેમ કરો છો. કોઇપણ સંબંધમાં દરેક વખતે ઇમાનદાર હોવું અને સામેવાળાનું સમ્માન કરવું એકદમ જરૂરી હોય છે.

જરૂરિયાતના સમયે સાથે રહો

જરૂરિયાતના સમયે સાથે રહો

જ્યારે તમારી ગર્લફ્રેન્ડને તમારી જરૂરિયાત હોય અથવા પછી તમારો સપોર્ટ જોઇતો હોય તો તેના માટે તૈયાર રહો. એવા સમયે જ્યારે તમે તેમની સાથે હોવ છો તો તેમને તમારામાં સકારાત્મક વસ્તુઓ જોવા મળે છે. સાથે જ તેમને એવો અહેસાસ થાય છે કે તમે તેમને કેટલો પ્રેમ કરો છો અને તેમનો કેટલો ખ્યાલ રાખો છો.

પ્રેમનો ઇઝહાર કરો

પ્રેમનો ઇઝહાર કરો

મોટાભાગે લવ યુ શબ્દ હવળાશપૂર્વક એકદમ અનૌપચારિક રીતે કહો. પરંતુ યોગ્ય સમયે તેમને ગંભીર અને રોમેન્ટિક રીતે પણ કહો. જ્યારે તમે દિલમાં સાચો પ્રેમ અને પ્રેમનો ઇઝહાર કરો છો, તો તેની અસર થાય છે.

English summary
You need to express your love for her physically too. As a boyfriend you need to buy her little things that say more than their use. Buying her a bunch of flowers or writing her a letter expressing your joy of being with her helps in showing your love for her before you pop the “I Love You” to her.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more