For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Yoga Day Spl: પેટ ફ્લેટ કરવા માટે 10 યોગાસન

|
Google Oneindia Gujarati News

આજે વિશ્વ યોગા દિવસ છે. શું આપ આપના જીવનની ગુણવત્તામાં ફેરફાર કરવા માંગો છો. તમે ખરેખર તમારા જીવનમાં શું મેળવવા માંગો છો? વૈભવ કે પછી શારીરિક દેખાવ જે સામાન્ય રીતે દરેક લોકો ઇચ્છતા હોય છે. આપ સમાન એજના લોકોને પૂછી જોજો તેઓ શું ઇચ્છે છે, તેઓ એમ જ કહેશે કે તેમને પોતાનું વજન ઓછું કરવું છે. એમાં પણ તેઓ પોતાનું પેટ ઓછુ કરવા માટે જ પ્રયત્નશીલ હોય છે. અમે અહીં આપના માટે દસ એવા કારગર યોગાસન લઇને આવ્યા છીએ જે આપને આપના પેટની સાથે આપનું વજન ઓછુ કરવામાં પણ મદદરૂપ નિવડશે.

જો તમે તમારા પેટને અદ્રશ્ય કરવા માટે વ્યર્થ મથામણ કરશો તો તે કદાચ આપને લાભદાઇ ના નિવડે. પરંતુ જો આપ અહીં આપેલા દસ યોગાસન નિયમિતપણે કરશો તો તે ચોક્કસ આપના વજન અને પેટને ઓછું કરવામાં મદદરૂપ બનશે. અને વિશ્વ યોગા દિવસ એ તમારુ વજન ઘટાડવા યોગાસન કરવાનું ચાલું કરવાનું યોગ્ય બહાનું છે. તમે જીમમાં જઇને કસરત કરતા હશો અથવા અન્ય ફ્રિ-હેન્ડ એબ પણ કરતા હશો પરંતુ પેટ ઓછુ કરવા માટે યોગાસન એ બેસ્ટ ઉપાય છે.

મોટાભાગની સેબ્રિટીઝ પોતાનું વજન ઘટાડવા અને પોતાના પેટને સ્લીમ રાખવા માટે યોગાસનનો સહારો લે છે. જેમાં શિલ્પા શેટ્ટી અને કરિના કપૂર જેવી અભિનેત્રીઓનું ઉદાહરણ આપી શકાય. આપ પણ તેમની જેમ સ્લીમ ફીગર બનાવવા ઇચ્છતા હોવ તો આજથી જ યોગાસન કરવાની શરૂઆત કરી દો.

પ્રાણાયમ

પ્રાણાયમ

પ્રાણાયમમાં તમે પદ્માસનની સ્થિતિમાં બેસી શકો છો. જેમાં તમારે તમારા પ્રાણવાયું પર હળવો કંટ્રોલ રાખવાનો હોય છે. શ્વાસોસ્વાસની ક્રીયાને ધીરે બનાવીને તેની પર ધ્યાન કેન્દ્રીત કરવાનું હોય. શ્વાસ લઇને જ્યાં સુધી રોકાઇ શકો રોકાવાનું અને પેટમાંથી એકદમ શ્વાસ ખાલી કરીને રોકાઇ શકો ત્યાં સુધી રોકાવાનું. આ પ્રક્રિયા વારંવાર કરવાથી તમારા પેટના સેલ્સ મજબૂત બને છે.

તડાસન

તડાસન

આ આસનમાં તમારે તાડના ઝાડ જેવી સ્થિતિ ધારણ કરવાની રહે છે. જેમાં તમારે એક પગ પર આ સ્થિતિમાં ઉપર હાથ જોડીને બેલેન્સ કરવાનું હોય છે.

સૂર્યનમસ્કાર

સૂર્યનમસ્કાર

સૂર્યનમસ્કારમાં તમારા શરીરના તમામ ભાગને કસરત મળી રહે છે. સૂર્યનમસ્કારમાં 12 પ્રકારની પોઝીશન હોય છે. સવારે વહેલા ઊઠીને તમારાથી થઇ શકે તેટલીવાર સૂર્યનમસ્કાર કરવાથી ખૂબ જ ફાયદારૂપ બની રહે છે.

પદહસ્તના

પદહસ્તના

આ આસનને ઊભા ઊભા કરવામાં આવે છે. જેમાં પગને ઢીંચણમાંથી વાળ્યા વગર હાથથી પગના પંજાને સ્પર્સ કરવાનો રહે છે. આ આસન પણ તમારા પેટ પર દબાણ લાવે છે અને પેટની ચરબી ઓછી કરે છે.

પશ્ચિમોતાનાસન

પશ્ચિમોતાનાસન

આ આસન પદહસ્તના આસન કરતા જરા પણ અલગ નથી. આ આસન બેસીને કરવામાં આવે છે, આ આસનમાં આપ બંને પગ બહારની તરફ રાખીને પણ તમારા હાથથી પગને અડી શકો છો અને શરૂઆતમાં એક એક પગનો ઉપયોગ પણ કરી શકો છો.

નૌકાસન

નૌકાસન

તસવીર જોઇને જ આપને માલૂમ પડી ગયું હશે કે આ આસનને નૌકાસન કેમ કહેવામાં આવે છે, કારણ કે તેની સ્થિતિ નૌકા જેવી બને છે. આ સ્થિતિમાં બંને પગ એક સાથે ઢીંચણમાંથી વાળ્યા વગર હવામાં ઉઠાવવાના છે, અને તે જ રીતે શરીરને પણ ઉઠાવવાનું છે, હાથ સીધા રાખવાના છે, હાથથી પગને પકડવાના નથી, આ સ્થિતિમાં આપના પેટ પર અસહ્ય પ્રેસર આવશે.

પવનમુક્તાસન

પવનમુક્તાસન

આ આસનને પવનમુક્તાસન એટલા માટે કહે છે કારણ કે આ આસન કરવાથી આપના પેટમાંથી નકામો ગેસ મુક્ત થાય છે. અને પાચનની તકલીફ રહેતી નથી, કબજીયાત જેવી તકલીફમાં પણ રાહત આપે છે. તેમ જપેટની ચરબી ઓછી થાય છે.

ધનુરાસન

ધનુરાસન

ધનુશ જેવું આસન એટલે ધનુરાશન. જેમાં ઊંધા સૂઇ જઇને પાછળથી પગને આ રીતે પકડીને ખેંચવાના હોય છે અને શરીર તથા પગને ભેગા કરવાનો પ્રયત્ન કરવાનો હોય છે.

ભૂજંગાસન

ભૂજંગાસન

ભૂજંગ જેવું આસન જેને સર્પાસન પણ કહેવામાં આવે છે. આ આસનમાં ઊંધા સૂઇ જઇને તમારા બંને હાથોની મદદથી આગળના શરીરને બને તેટલું ઉપર ઉઠાવવાનું હોય છે.

ચતુરંગાસન

ચતુરંગાસન

આ આસનમાં તમારે તમારા હાથ અને પગની મદદથી શરીરને ઉપર ઉઠાવવાનું છે. ભૂજંગાસનમાં માત્ર શરીરનો આગળનો જ ભાગ ઉપર ઉઠાવવાનો હોય છે પરંતુ આ આસનમાં સમગ્ર શરીરને ઉપર ઉઠાવવાનું હોય છે. આસનો કરતા પહેલા કંઇ ખાવું નહીં અને પાણી પણ પીવું નહીં. આસન કર્યાના 30 મિનિટ બાદ જ કંઇ ખાવું કેપીવું.

English summary
Today is World Yoga Day. Are you wondering how that changes the quality of your life? Well, what do you really want from your life? Money, luxury and good looks usually figure in everyone's looks. 10 totally effective yoga poses for a flat tummy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X