• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  15 વાતો તમારી ટીમ સાથે, જે તમને બનાવે છે Best Boss

  By Kumar Dushyant
  |

  બેંગ્લોર: સવરે સાત વાગે આંખ ખુલતાં જ આપણા બધાના મગજમાં જે પહેલો શબ્દ આવે છે, તે છે ઓફિસ. જલદી જલદી તૈયાર થવું ઓફિસ તરફ દોડવું આપણી દિનચર્યાનો ભાગ બનતું જાય છે. પરંતુ વિચારો જો તમે ઓફિસ પહોંચ્યા અને ત્યાં એક સાદા ચહેરા માટે તમારો ક્રુર બૉસ રાહ જોતા જોવા મળે તો કેવું લાગે છે. એક તરફ તે આપણા દિવસની ખરાબ શરૂઆત લાગે છે. પરંતુ બીજી તરફ જો ઓફિસમાં તમારો બોસ ઉર્જાવાન અને મોટિવેટ કરનાર હોય તો બધાનું કામ સરળ લાગવા માંડે છે.

  સારું કોમ્યુનિકેશન કોઇપણ સંસ્થા માટે મૂળ જરૂરિયાત હોય છે. તેના માટે સંસ્થા નવી ઉંચાઇઓને આંબવાનું સામર્થ્ય ધરાવે છે. જો કે એક સારો બોસ હંમેશા પોતાના શબ્દો અને પ્રક્રિયાઓની સાથે પોતાની ટીમ કોમ્યુનિકેશન વધુ વધુ ધ્યાન આપે છે. એક આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પીકર અને લેખક, માઇકલ કેર કહે છે કે એક સારો બોસ હંમેશા પોતાની ભાષા અને હાવભાવ પર ધ્યાન આપે છે. તો બીજી તરફ હ્યૂમર પણ કામનો એક ભાગ છે. જે હંમેશા પ્રોક્ટિવિટીમાં મદદ કરે છે.

  "Good morning. How are you?"

  ઘણા લોકો માને છે કે દિવસની શરૂઆત થતાં આખો દિવસ સારો રહે છે. જો કે ઓફિસમાં આવતાં જ જો તમે તમારા સ્ટાફને હસીને ગુડ મોર્નિંગ પણ કહો છો તે પૂરતું છે. તે તમારા સ્ટાફની એક સારી શરૂઆત હોઇ શકે છે. સાથે આ તમારી ઉપસ્થિતી નોંધાવવાની એક રીત હોઇ શકે છે.

  Great job

  Great job

  સમયાંતરે તમારા સ્ટાફના કામની પ્રશંસા કરવા અને તેના કામને ઓળખ આપવા પણ જરૂરી છે. એક સારો બોસ ક્યારેય પણ પોતાના સ્ટાફની મહેનતની ઉપેક્ષા કરતો નથી. પરંતુ તેને મોટિવેટ કરવા પોતાની જવાબદરી સમજે છે. પરંતુ માઇકલ કેરના અનુસાર ક્યારેય પણ તેનો ઓવરડોઝ આપવો ન જોઇએ.

  Sure, let's try it

  Sure, let's try it

  એક સારો બોસ હંમેશા પોજીટિવ એનર્જીની સાથે ઓફિસ આવે છે અને પોતાની ટીમમાં પણ સકારાત્મકતાની લહેર ફેલાવે છે. તે રિસ્ક લેતાં ડરતો નથી અને પોતાની ટીમને નવા પ્રયોગ કરવા માટે પ્રેરિત કરે છે. તે ઇનોવેટિવ આઇડિયાનું હંમેશા સ્વાગત કરે છે.

  That was my mistake

  That was my mistake

  એક સારો બોસ પણ પોતાની ભૂલ સ્વિકારતાં પણ ચૂકતો નથી. આ તેમના અનુભવને દર્શાવે છે. વિશેષજ્ઞોના અનુસાર, આ સ્ટાફને નવી ચીજો શિખવાડવા અને તેની સામે લાવવાના ગુણને શીખવાડે છે.

  I have complete confidence in you

  I have complete confidence in you

  બધા તમારી ટીમમાં આવડત છે તો એક સારો બોસ જરૂરી બધાની સામે રાખે છે. પોતાની ટીમને સંપૂર્ણ પણે સપોર્ટ કરવો અને તેના કામોમાં વિશ્વાસ દાખવવો પણ તમારો એક સારો અને અનુભવી બોસ બનાવે છે.

  How can I be of greater support to you?

  How can I be of greater support to you?

  હું કોઇ પ્રકારે તમારી મદદ કરી શકું છું. આ એક વાક્ય પણ તમારી ટીમને ખૂબ પ્રોત્સાહિત કરી શકે છે. તેને હંમેશા તમારી ટીમને લાગતું રહશે કે તમે તેમની સાથે છો. આ તેમના પ્રત્યે તમારો લગાવ અને વિશ્વાસને બતાવે છે.

  Do you have the resources you need to get this done?

  Do you have the resources you need to get this done?

  પોતાની ટીમ અથવા સ્ટાફના રસ્તામાંથી પત્થર દૂર કરવાનું કામ એક સારા બોસની ઓળખ હોય છે. ટીમ પોતાના કામને પ્રભાવશાળી રીતે શકે એટલા માટે તેમને સુરક્ષિત વાતારણ આપવું પણ મુખ્ય વાત હોય છે.

  What's on your plate right now?

  What's on your plate right now?

  સમયાંતરે પોતાની ટીમના લોકોની સ્થિતિ અને પ્રોજેક્ટ પર નજર રાખવી પણ બોસના અહમ છે. ટીમના કયા સભ્યની પાસે કેટલુ કામ છે અને તેની પાસે કેટલો સમય છે, એ જોવું એકદમ જરૂરી હોય છે.

  Don't hesitate to ask

  Don't hesitate to ask

  એક બોસ હંમેશા પોતાની ટીમના સભ્યોને પોતાની સાથે વાત કરવા અને આઇડિયા શેર કરવાની સલાહ આપે છે. એક સંસ્થા માટે જરૂરી છે કે સ્ટાફના લોકો પોતાના બોસને પૂછવામાં અચકાશો નહી.

  Here's why we're doing this

  Here's why we're doing this

  જો તમે પોતાના સ્ટાફની સામે પોતાના વિઝનને સ્પષ્ટ રાખશો નહી, તો આખી ટીમ કંફ્યૂજ થશે. જો કે એક સારો બોસ હંમેશા પોતાની નીતિ પોતાની ટીમની સાથે સ્પષ્ટ રાખે છે. ક્યારે, શું, કેમ જેવા પ્રશ્નોના જવાબ તે પોતાની ટીમને ખુલીને વહેંચે છે.

  How we can do this better?

  How we can do this better?

  એક સારો બોસ પોતાની ટીમને સારી રીતે કરવા માટે ટ્રેન કરે છે. તે પોતાની ટીમ સાથે આઇડિયા વહેંચે છે અને તેના આ પ્રશ્નનો જવાબ જરૂર માંગે છે કે આ કામને વધુ સારી રીતે કેવી રીતે કરી શકાય છે.

  How are your kids/parents?

  How are your kids/parents?

  એક સારા બોસને હંમેશા પોતાની ટીમ અથવા સ્ટાફની સાથે પોજિટિવ સંબંધ બનાવીને રાખવા જોઇએ. તે હંમેશા પોતાની ટીમના સભ્યોની સાથે પ્રયત્ન કરતો રહે છે.

  How are things going?

  How are things going?

  સમયાંતરે પોતાની ટીમના સભ્યોની સાથે વાત કરવી અને તેમની સ્થિતીની તપાસ કરવી પણ બોસનું કામ છે. જો કે એક પ્રશ્ન તમારી ટીમને ખૂબ પોઝિટિવ એનર્જી આપે છે.

  Tell me about how your week is going

  Tell me about how your week is going

  પોતાની ટીમ સાથે જોડાયેલા રહેવા માટે અને તેમના કામનો અંદાજો લેવા માટે એક બોસ દ્વારા આ પ્રશ્ન ખૂબ મહત્વપૂર્ણ હોય છે.

  "Hahaha!"

  એક સારો બોસ હસે છે. પોતાની ટીમ પર નહી, પરંતુ પોતાની ટીમ સાથે. આ આખા વાતાવરણને સકારાત્મક બનાવી દે છે.

  English summary
  Best bosses realize that their words and actions have a significant impact on the motivation, job satisfaction, and productivity of their employees.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more