• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

લખનઉના 20 શાનદાર ટેસ્ટ, માત્ર ખાવાના શોખીનો માટે...

|

[ ભારતીય વાનગી] લખનઉ માત્ર મોટા મોટા નવાબોના નામથી જ નહીં પરંતુ અત્રેના ખાનપાનની શૈલીના કારણે પણ ખૂબ જ જાણીતું છે. જો આપ હાર્ડ-કોર નોન વેજિટેરિયન છો, તો આપને અત્રે વિભિન્ન પ્રકારની બિરિયાની, કબાબ, કોરમા, નાહરી કુલ્ચે, શીરમાલ, ઝર્દા, રુમાલી રોટી અને એવા જ હજારો પ્રકારની વેરાઇટી મળી જશે.

જો આપ લખનઉ આવ્યા હોવ અને અત્રેના અકબરી ગેટ પર મળનાર ફેમશ ટુંડે કબાબ નથી ખાધા તો સમજવું કે આપનો લખનઉનો ફેરો બેકાર છે. એવું નથી કે લખનઉમાં માત્ર નોનવેજ ડિશ જ ફેમશ છે, આ શહેર શાકાહારીઓ માટે પણ સ્વર્ગ સમાન છે.

લખનઉની ચાટ દેશની શાનદાર ચાટમાની એક છે. આલુ ટિક્કી, દહી વડા, મટર કબાબ, મખ્ખન મલાઇ, કુલ્ફી ફાલુદા, બાસ્કેટ ચાટ અને છોલે ભટૂરે વગેરે... કેટલાંક નામોમાંથી છે. જો આપનું ક્યારેક નવાબોના શહેરમાં આવવાનું થાય તો ખુદને અત્રે દાવત આપવાનું ના ભૂલો. લખનવી પાન અત્રેની સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. તેના વખર લખનઉ અધુરું છે.

આવો એક નજર કરીએ લખનઉની આ વાનગીઓ પર જેને જોતા જ આપના મનમાં આવી જશે પાણી...

ગિલોટી કબાબ

ગિલોટી કબાબ

આ લખનઉનું સૌથી પ્રસિદ્ધ કબાબ છે. આ કબાબની તે સમયે શોખ કરવામાં આવી જ્યારે નવાબોને લાગ્યું કે તેમના દાંત હવે નબળા થઇ ગયા છે. ત્યારે શાહી રસૌઇયાએ આ કબાબ બનાવ્યા જે મોઢામાં નાખતા જ ગળી જાય. એટલે તેનું નામ ગિલોટી કબાબ પડ્યું.

બોટી કબાબ

બોટી કબાબ

આ ફેમસ મુગલઇ પકવાન પાકિસ્તાનમાં પણ પોપ્યુલર છે. મટનના પીસને સતત આંચ પર પકાવ્યા બાદ આ સ્વાદીસ્ટ કબાબને તૈયાર કરવામાં આવ્યું. તેને ખાધા બાદ આપ આંગળીઓ ચાંટતા રહી જશો.

ટુંડે કબાબ

ટુંડે કબાબ

લખનઉ આવો અને ટુંડે કબાબ ના ખાધા તો લખનઉની યાત્રા અધુરી છે. ટુંડેનો અર્થ છે વિકલાંગ. એટલે જે વ્યક્તિએ આ પકવાનને પહેલા બનાવ્યું હતું તે વિકલાંગ હતો. ટુંડે કબાબ બનાવવા માટે 100 પ્રકારના મસાલાનો પ્રયોગ કરવામાં આવે છે. આ એટલા મુલાયમ હોય છે કે તે મોઢામાં જતા જ ઓગળી જાય છે. તે એટલા ફેમસ છે કે બેંગલોરમાં તેની એક શાખા ખોલી દેવામાં આવી છે.

મટન સીખ કબાબ

મટન સીખ કબાબ

અમીનાબાદ અને ચોંકની નાની-નાની દુકાનોમાં આપને મટનના સીખ કબાબ મળી જશે. આ સીખ કબાબ આપને જોવામાં ખૂબ જ સિંપલ હોય છે પરંતુ તેમનો ટેસ્ટ ખૂબ જ શાનદાર હોય છે.

ચિકન શામી કબાબ

ચિકન શામી કબાબ

ચિકન તથા ચણા દાળને વાટીને આ કબાબ તૈયાર કરવામાં આવે છે. તેમાં ઘણા બધા સુગન્ધિત મસાલા અને ઇંડા પણ નાખવામાં આવે છે, જેના દ્વારા તે ક્રિસ્પી અને ટેસ્ટી બની જાય છે. તેને લચ્છેદાર ડુંગળી અને રોટલીની સાથે ખાવામાં આવે છે.

લખનવી બિરિયાની

લખનવી બિરિયાની

મટન બિરિયાની અત્રે ખૂબ જ ફેમશ છે, મસાલોની સાથે પકવવામાં આવેલ ચોખાને જ્યારે પહેલાથી મેરિનેટ કરવામાં આવેલ મટનની સાથે મિક્સ કરવામાં આવે છે, ત્યારે લખનવી બિરિયાની તૈયાર થાય છે. બિરિયાની પકવવાનો અંદાજ અત્રે સૌથી અલગ માનવામાં આવે છે. અત્રેની બિરિયાની ખાધા બાદ આપને બીજે ક્યાંયની બિરિયાની પસંદ નહીં પડે.

તંદૂરી ચિકન

તંદૂરી ચિકન

ચિકનનું નામ સાંભળીને દરેકના મોઢામાં પાણી આવી જાય છે. જો તંદૂરી ચિકનની વાત આવે ત્યારે ચોક્કસ વાહ કહેશે. તેની પર લાગેલું દહી, ક્રીમ, મસાલા અને લીંબૂનું પેસ્ટ માનો તેમાં વધુ સ્વાદ ઊમેરે છે. લખનઉની ગલીઓમાં આપને તંદુરી ચિકન વેચાતું આપને સરળતાથી મળી જશે. જેને સ્ટાર્ટર તરીકે પસંદ કરી શકાય છે.

પાયાની નિહારી

પાયાની નિહારી

લખનઉના પાયાની નિહારી એક એવી જબરદસ્ત ડિશ છે જેને રાતમાં 6થી 7 કલાકની ધીમા તાપે પકવવામાં આવે છે. નાહર એક ઉર્દૂ શબ્દ છે જેનો અર્થ થાય છે સવારે એટલા માટે આ ડિશ સવારે સવારે લખનઉમાં ધડાધડ વેચાય છે. નિહારીને કુલ્ચાની સાથે ખાવામાં આવે છે.

હાંડી ચિકન

હાંડી ચિકન

નામથી જ માલૂમ પડે છે કે આ ચિકન એક માટીની હાંડીમાં પકવવામાં આવે છે. આમ તો આ ડિશ આઝમગઢથી ફેમસ થઇ છે પરંતુ એ જ સ્વાદ આપને લખનઉના ગોમતી નગર અને બાદશાહ નગરમાં પણ મળી જશે. કોલસાના ધીમા તાપે પકવવામાં આવેલ ચિકન શીરમાલની સાથે ખાઇ શકો છો.

કાકોરી કબાબ

કાકોરી કબાબ

લખનઉની ડિનર પાર્ટીઓમાં કાકોરી કબાબને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. પિસાયેલ મટનને લોખંડના સીખમાં નાખીને ગુલાબના પાઉડરને છાંટી મસાલા નાખી તેને ધીમા તાપે તપાડવામાં આવે છે.

ઝર્દા પુલાવ

ઝર્દા પુલાવ

ઝર્દા શબ્દ ઉર્દૂ છે. જેનો અર્થ થાય છે પીળો. એટલા માટે આ પુલાવ પીળા રંગનો હોય છે. આ સ્વીટ પુલાવ બાસમતી ચાવલ, શક્કર, મેવે અને કેસરને નાખીને બનાવવામાં આવે છે. લગ્નમાં તેને એક પોપ્યુલર ડેઝર્ટ તરીકે ખાવામાં આવે છે.

શીરમાલ

શીરમાલ

આ રોટલીને કેસર, દૂધ, મેદા અને ઘીથી તૈયાર કરવામાં આવે છે. નારંગી કલરની દેખાતી શીરમાલ તેની બનાવટ અને દેખાવની દ્રષ્ટિએ ખૂબ જ ફેમશ છે.

પ્રકાશની કુલ્ફી

પ્રકાશની કુલ્ફી

અમીનાબાદની પ્રકાશની કુલ્ફી ખાધા બાદ આપ તમામ થાક ભૂલી જશો. પ્રકાશની કુલ્ફી આખા લખનઉમાં પ્રસિદ્ધ છે. આ ફાલુદા કુલ્ફી આપને એકદમ ઠંડી સર્વ કરવામાં આવશે એ પણ અનેક ફ્લેવરમાં.

લખનવી પાન

લખનવી પાન

ભારે ખાવાનું ખાધા બાદ અત્રે દરેકજણ રસીલા પાનનો સ્વાદ ચોક્કસ ચાખે છે. લખનવી પાનનો સ્વાદ આખા ભારતમાં પ્રસિદ્ધ છે. આ પાનમાં આપને ગુલકંદ મળશે જે તેને મીઠું બનાવે છે.

બાસ્કેટ ચાટ

બાસ્કેટ ચાટ

લખનઉથી સારી ચાટ આપને ક્યાય નહીં મળે, ખાસ કરીને બાસ્કેટ ચાટ. આ ચટપટી ચાટ ખાસ મસાલા, મીઠું દહીં, આંમલી ચટની, મટર અને બટાકા ભરીને તૈયાર કરવામાં આવે છે. તેના માટે બાસ્કેટને પણ અલગથી બનાવવામાં આવે છે.

મખ્ખન મલાઇ

મખ્ખન મલાઇ

તસવીરમાં દેખાતું માખણ બરફ જેવું પરંતુ તે અડકવામાં રૂ જેવું છે. જેને મોઢામાં નાખતા જ ઓગળી જાય છે. લખનઉમાં તે બાળકોની ફેવરિટ છે.

લસ્સી

લસ્સી

લખનઉ ફરવા આવો તો ચોક બજાર સ્થિત શ્રી સ્થિત લસ્સી ચોક્કસ ટેસ્ટ કરો. લસ્સી આપને આખા લખનઉમાં મળી જશે પરંતુ અત્રેની મલાઇદાર લસ્સી પીને આપનું મન ભરાઇ જશે.

વાજપેઈની કચોરી, પૂરી અને છોલે

વાજપેઈની કચોરી, પૂરી અને છોલે

લખનઉમાં લીલા સિનેમાની પાસે વાજપેઇના ખસ્તે, કચોરી, અને છોલે આપને દૂરથી જ જોવા મળી જશે. આ લોકો પોતાની જ સ્ટાઇલમાં પૂરી અને કચોરી બનાવે છે. અહીં અટલ બિહારી વાજપેઈ પણ આવી ચૂક્યા છે.

દહી બતાશે

દહી બતાશે

મીઠું એટલે કે સ્વીટ ખાવાના શોખીનોએ પાણીવાળા બતાશે ઓછા અને દહિવાડા બતાશે વધારે પસંદ પડે છે. આપને અત્રેની નાની મોટી તમામ દુકાનોમાં દહી બતાશે દરેક સમયે મળી જશે.

મલાઇ ગિલોરી

મલાઇ ગિલોરી

આ મીઠાઇ ખૂબ જ સ્વાદિષ્ટ અને મખમલની જેમ મુલાયમ છે. લખનઉમાં આ છપ્પનમ ભોગ, રામ આસરે અતવા રાધેલાલની મીઠાઇની દુકાન પર મળી જશે.

English summary
The Land of Nawabs and Awadhi cuisine, Lucknow is a total foodies paradise! Here are 20 mouthwatering dishes that you just cannot miss when in Lucknow.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more