16મી લોકસભામાં ફક્ત 20 મુસ્લિમ ઉમેદવાર ચૂંટણી જીત્યા

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 18 મે: 16મી લોકસભામાં મુસલમાનોનું પ્રતિનિધિત્વ સૌથી ઓછું રહેશે. ફક્ત 20 મુસ્લિમ ઉમેદવાર ચૂંટણી જીતી શક્યા છે. ઉત્તર પ્રદેશમાં 80 સીટો છે પરંતુ એકપણ મુસ્લિમ ઉમેદવાર જીતી ન શક્યો. ચૂંટણી પરિણામ દર્શાવે છે કે મુસ્લિમ સમુદાયમાંથી 20 લોકો વિજયી થયા છે. નવી લોકસભામાં મુસ્લિમ સાંસદોની સૌથી મોટી સંખ્યા પશ્વિમ બંગાળથી છે. અહીંથી સાત સાંસદ છે. ત્યારબાદ બિહારનું સ્થાન છે. અહીંથી ચાર મુસ્લિમ ઉમેદવાર જીત્યા છે.

આંકડા પર નજર કરીએ તો નિવર્તમાન લોકસભામાં 25થી વધુ મુસ્લિમ સભ્ય હતા. પશ્વિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના બશીરહાટથી ઇદરીસ અલી, ઉલૂબેરિયાથી સુલ્તાન અહેમદ, વર્ધમાન દુર્ગાપુરથી મમતાઝ સંઘમિતા અને માકપાના બી ખાન (મુર્શીદાબાદ) અને મોહંમદ સલીમ (રાયગંજ) ચૂંટણી જીત્યાં છે. કોંગ્રેસની મૌસમ નૂર (માલ્દા ઉત્તર) અને અબૂ હાશિમ ખાન ચૌધરી (માલદા દક્ષિણ)થી ચૂંટણી જીત્યા છે.

muslim

બિહારમાં અરરિયાથી આરજેડીના તસ્લીમુદ્દીન, કટિહારથી રાકાંપાના તરિક અનવર, ખગડિયાથી લોજપાના ચૌધરી મહબૂબ અલી કૈસર અને કિશનગંજથી કોંગ્રેસના મોહંમદ અસરારૂલ હક કાસમી ચૂંટણી જીત્યા છે. જમ્મૂ કાશ્મીરમાં અનંતનાગથી પીડીપી નેતા મહબૂબા મુફ્તી, બારામુલાથી મુજફ્ફર હુસૈની બેગ અને શ્રીનગરથી હામિદ કારા ચૂંટણી જીત્યા છે. બેગ અને કારા પણ પીડીપીથી છે.

અસમમાં બારપેટાથી સિરાજુદ્દીન અજમલ અને ધુબડીથી બદરૂદ્દીન અજમલ ચૂંટણી જીત્યા છે. આ બંને જ ઑલ ઇન્ડિયા યૂનાઇટેડ ડેમોકેટ્રિક ફ્રંટના છે. રાકાંપાના મોહંમદ ફૈજલ લક્ષદ્રીપથી અને અન્નાદ્રમુકના અનવર રાજા તમિલનાડુના રામનાથપુરમથી ચૂંટણી જીત્યા છે. એમઆએમના અસદ્દીન ઔવેસીએ હૈદ્વાબાદ સીટ યથાવત રાખી છે.

English summary
The 16th Lok Sabha will have one of the lowest numbers of Muslim MPs with just about 20 of them emerging victorious in the Lok Sabha polls which saw a saffron surge in the whole north and western parts of India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X