Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Exclusive: સેવ સોઇલના મેસેજ સાથે 3 યુવાનોએ સર કર્યા મહારાષ્ટ્રના 10 શિખર

Exclusive: નો યુઝ સિંગલ યુઝ પ્લાસ્ટિક અને સેવ સોઇલના ઉમદા મેસેજ સાથે ત્રણ યુવાનો પર્યાવરણ જાગૃતિ માટે ઘરથી નીકળીને પહાડો સર કરી રહ્યા છે. જેમાં સુરતના મહર્ષ બુહા, નિશિત ઠાકોર અને શૈલેશ બાલાંશ સાથે મહારાષ્ટ્રના 10 શિખરો સર કર્યા છે.

આ ટ્રેકિંગ દરમિયાન તેઓએ શિખરો પર ફેંકવામાં આવેલા કચરાને એકઠો કરીને સ્થાનિક પાલિકાની મદદથી યોગ્ય નિકાલ કર્યો હતો. મહર્ષ બહાએ જણાવ્યું હતું કે, જૂન મહિનામાં એમના મિત્રની સાથે અલગ અલગ જગ્યાએ આ યાત્રા કરીને 15થી વધુ કોથળીમાં પ્લાસ્ટિકનો કચરો એકત્ર કર્યા હતા.

મહર્ષ બહાએ જણાવ્યું હતું કે, આ યાત્રા દરમિયાન અમે 30-40 કિલોમીટર ચાલતા હતા. અમે 9 દિવસમાં 500 કિલેમીટરની યાત્રા દરમિયાન 15થી વધુ કોથળી એકઠી કરીને પર્યાવરણને સાફ કરવામાં સહયોગ આપ્યો હતો. પહેલા દિવસે સાલ્હેર પીક, જે મહારાષ્ટ્રનો બીજો સૌથી હાઈ પોઈન્ટ છે. આ સ્થળે અન્ય 4 લોકો સાથે મળીને પ્લાસ્ટિકનો કચરો એકઠો કર્યો હતો.

મહર્ષ બહાએ જણાવ્યું હતું કે, આ યાત્રા દરમિયાન અમે સપ્તશ્રૃંગી પીક, ધોકડ ફોર્ટ, કીરદા પીક, કલ્સુબાઇ, ગલદેવ, કટારબાઇ, તારામતી અને કંડાકાથી કચરો એકઠો કર્યો હતો. કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતા મહર્ષ બહા છેલ્લા 7 વર્ષથી ટ્રેકિંગ કરી રહ્યા છે.

સ્વચ્છતાનો સંદેશ આપતા મહર્ષ જણાવે છે કે, જે પણ લોકો ટ્રેકિંગ કરવા માટે જાય છે, તેઓએ પોતાની યાત્રા દરમિયાન સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.

તેમની આ યાત્રા દરમિયાન એક શિખરમાં નરેન્દ્ર રાઠોડ (સચિવાલય SO) પણ ત્રણ દિવસમાં 3 શિખર સર કર્યા હતા. સુરેન્દ્રનગરના કળમાદ ગામના વતની નરેન્દ્ર રાઠોડે નો યુઝ સિંગલ યુઝ પ્લાસ્ટિક અને સેવ સોઈલના કેમ્પેઈનમાં ભાગ લઇને લોકોમાં પર્યાવરણ જાગૃતિનો સંદેશ ફેલાવ્યો હતો.

Maharashtra

મહર્ષ બુહા, નિશિત ઠાકોર અને શૈલેશ બાલાંશની યાત્રાની ઝાંખી તેમની જુબાની

દિવસ 01 - સાલ્હેર શિખર (મહારાષ્ટ્રનું બીજું સૌથી ઊંચું શિખર) - પહેલા દિવસે સાલ્હેર પીક સર કર્યું અને તેમની સાથે પ્લાસ્ટિક એકઠુ કરવા 4 સહભાગીઓ જોડાયા હતા. જેમાં તેઓએ સાલ્હેર કિલ્લા પરથી કાચરો એકઠો કર્યો હતો.

દિવસ 02 - માર્કંડેય કિલ્લો (મહારાષ્ટ્રનું નવમું સૌથી ઊંચું શિખર) (સપ્તશ્રૃંગી શિખર) - અમે 01/07/2024 એ સાંજે બસ પકડીને ત્યાં પહોંચીને એક આશ્રમમાં રોકાયા હતા. 02/07/2024 સવારે 7 કલાકે માર્કંડેય કિલ્લો પર પહોંચીને ઉતરતા સમયે 1 બોરી કચરો એકઠો કર્યો હતો.

દિવસ 03 - ધોડપ કિલ્લો (મહારાષ્ટ્રનું સાતમું સૌથી ઉંચુ શિખર) - 02/07/2024 એ સાંજે લિફ્ટ લઈને અમે હાથી ગવમાં પહોંચીને રાત રોકાઈ ગયો હતો. આને 03/07/2024 ની સવારે 8 કલાકે ઉપર પહોંચીને ખાસ ઉતરતા સમયે 1 બોરી પ્લાસ્ટિકની બોટલો અને રેપર એકઠા કર્યા હતા.

દિવસ 04 - કિર્દા શિખર (મહારાષ્ટ્રનું ચોથું સૌથી ઊંચું શિખર) - 03/07/2024 ની સાંજે અમે અંબેવાડી ગામ પહોચી ગયા હતા. એવુ કેહવાય છે કે, આ પીક મહારાષ્ટ્રમાં 50 થી ઓછા લોકો એ ક્લાઈમ્બ કરેલુ છે, જેમા મોનસૂનમાં ક્લાઈમ્બ કરવાવાળી પહેલી ટીમ અમારી છે! 04/07/2024 ની વહેલી સાવરમાં અમે ત્યા પહોંચીને શિખર ચઢ્યા હતા. આ શિખરને આએ એક જ પીક એવી છે, જ્યા એક પણ પ્લાસ્ટિક રેપર કે પ્લાસ્ટિક બોટલ જોવા નથી માળતી!

દિવસ 05 - કાલસુબાઈ (મહારાષ્ટ્રનું પહેલું સૌથી ઊંચું શિખર) - 04/07/2024 ની સાંજે અમે બારી ગામ પહોંચી ગયા હતા. ત્યાં એક ઘરમાં અમને ફ્રી માં જામવા સાથે રેહવા મળી ગયું હતું. 05/07/2024 ની સવારેમાં કલસુબાઈ શિખરની ટોચ પર પહોંચીને ખાસ ઉતરતા સમયે અમે 2 બોરી કચરો એકઠો કર્યો હતો. કલસુબાઈ સૌથી વધુ પ્લાસ્ટિક ધરાવતો પર્વત છે. આ એક એવી જગ્યા છે, જ્યા સૌથી વધુ ગંદકી છે, અને આ મહારાષ્ટ્રનુ સૌથી ઊંચુ શિખર પણ છે.

દિવસ 06 - ઘનચક્કર અને ગવાલદેવ (3જું અને 5મું સૌથી ઊંચું શિખર મહારાષ્ટ્ર) - 05/07/2024ની સાંજે અમે શિરાપુંજે ગામ પહોંચી ગયા હતા. ત્યાં પહોંચીને અમે નક્કી કર્યું હતું કે, એક જ દિવસમાં 2 પર્વતની ટોચ સર કરીશું. 06/07/2024 ની વહેલી સાવરે અમે ભૈરવગઢ થાળને પહેલું ઘનચક્કર સર કર્યું હતું. જે બાદ ગવલદેવના ટોપ પર પહોંચી ગયા હતા. ત્યાંથી વિશિષ્ટ ઉતરતા અમને સહેજ પણ કચરો જોવા મળ્યો ન હતો.

દિવસ 07 - કાત્રાબાઈ (10મું સૌથી ઊંચું શિખર મહારાષ્ટ્ર) - 06/07/2024 એ સાંજે અમે કુમસેટ ગામ પહોંચીને રાત રોકાયા હતા. 07/07/2024 એ અમારી સાથે કાત્રાબાઈ શિખર ચડવા માટે 7 લોકો જોડાયા હતા. જેમાં મહારાષ્ટ્ર થી 4 અને ગુજરાતના 3 લોકો પણ જોડાયા હતા. જેમા 2 છોકરીનો સમાવેશ થાય છે. ઉપર પરથી ઉતરતા સમયે અમે રસ્તામાં જેટલો પણ કચરો હતો, એ બધો એકત્રિત કરી લીધો હતો.

દિવસ 08 - તારામતી (આઠમું સૌથી ઉંચુ શિખર મહારાષ્ટ્ર) - 07/07/2024 એ સાંજે અમે પાંચનાઈ ગામે પહોંચીને રાત રોકાઈ ગયા હતા. 08/07/2024 સવારે અમે તારામતી પીક ટોપ પરથી નીચે ઉતરતા સમયે 1 બોરી પ્લાસ્ટિક એકઠી કરી હતી, જેમાં અમારી સાથે ગુજરાતના 5 લોકો જોડાયા હતા.

દિવસ 09 - કંડકા શિખર (6ઠ્ઠું સૌથી ઉંચુ શિખર મહારાષ્ટ્ર) - 08/07/2024 ની સાંજે અમે કોથળે ગામમાં એક સરકાર શાળામાં તંબુ બાંધીને રહ્યા હતા. 09/07/2024 ની સાવરે અમે ગુજરાતથી આવેલા 4 લોકો સાથે મળીને કંડકા પીક ટોપ કર્યુ હતું. આ સાથે સાથે ખાસ ઉતરતા સમયે 1 થેલી પ્લાસ્ટીક રેપર અને પ્લાસ્ટીકની બોટલો પણ એકઠી કરી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X