• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ પાંચ મુશ્કેલીઓ રાહુલ ગાંધીને જીતથી દૂર ફેંકે છે!

|

બેંગલોર, 10 ઓક્ટોબર: ગઇકાલે રામપુર અને અલીગઢમાં રેલીઓને સંબોધિત કર્યા બાદ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી 2014 માટે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં જનાધાર એકત્રિત કરવાની શરૂઆત કરી દીધી છે. પોતાના ભાષણોમાં રાહુલે મુઝફ્ફરનગર રમખાણોનો પણ ઉલ્લેખ કર્યો અને સપા સરકારની નિંદા કરી.

બે દિવસ પહેલા પણ તેમણે પોતાના ભાષણમાં દલિતો પ્રત્યે લાગણી દર્શાવીને દલિત વોટ એકત્રિત કરવાની કોશીશ કરી હતી. ખાસ વાત એ છે કે રાહુલની આ રેલીઓમાં તેમના મુખ્ય પ્રતિદ્વંદી નરેન્દ્ર મોદી પહેલા પ્રદેશમાં આયોજીત કરવામાં આવી, જેમાં તેમણે કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરાયેલા અન્ન સુરક્ષા બિલ અને ભૂમિ અધિગ્રહણ બિલની પણ પ્રશંસા કરી. રાહુલ ભલે આ બિલોના સહારે કોંગ્રેસને સત્તામાં લાવવાના સપના સેવી રહ્યા હોય, પરંતુ તે એટલું સરળ પણ નથી. તેમણે ઘણા પડકારોનો સામનો કરવો પડશે.

જુઓ એ કઇ એવી બાબતો છે જે રાહુલ માટે મુશ્કેલીમાં ઉભી કરે છે:-

માયાવતી અને મુલાયમની નિંદા

માયાવતી અને મુલાયમની નિંદા

રાહુલે પોતાની રેલીમાં માયાવતી અને મુલાયમ સિંહની નિંદા કરી છે. જેમની પાર્ટીઓએ સરકાર ચલાવવામાં તેમની મદદ કરી. તેમની નિંદા કરીને રાહુલે એવું બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે પાર્ટી અને ગઠબંધન કરતા ઉપર છે. આવામાં સવાલ એ પેદા થાય છે કે શું કોંગ્રેસ એકલી જ રાહુલના નેતૃત્વમાં સરકાર બનાવવાનું સપનું જોઇ રહી છે. એવું પણ લાગી રહ્યું છે કે તેઓ પોતાની, પાર્ટીની અને ગઠબંધનની સ્થિતિને લઇને ભ્રમ ફેલાવી રહ્યા છે.

ઉત્તરપ્રદેશ જ રાહુલ અને કોંગ્રેસની મદદ નહીં કરે

ઉત્તરપ્રદેશ જ રાહુલ અને કોંગ્રેસની મદદ નહીં કરે

સરકાર બનાવવા માટે માત્ર ઉત્તર પ્રદેશ જ કોંગ્રેસની મદદ નહીં કરે. હાલમાં નરેન્દ્ર મોદી દેશના વિવિધ રાજ્યો અને પ્રદેશોની મુલાકાત કરી રહ્યા છે. અહીં સુધી કે જે રાજ્યોમાં ભાજપાની સરકાર નથી ત્યાં પણ. તમિળનાડુ અને આંધ્ર પ્રદેશમાં તેઓ પહેલા પણ રેલી કરી ચૂક્યા છે. જ્યારે રાહુલ હજી માત્ર ઉત્તર પ્રદેશ અને કેટલાક રાજ્યો સુધી જ સિમિત છે. જ્યારે મધ્યપ્રદેશ, છત્તિસગઢ, તમિળનાડુ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં પણ તેમને તેમનું જનાધાર તપાસવું પડશે. તેલંગાણા મુદ્દા પર સળગી રહેલા રાજ્ય આંધ્ર પ્રદેશમાં પણ હજી સુધી તેઓ નથી પહોંચ્યા.

પ્રભાવશાળી ભાષણ ના આપવું

પ્રભાવશાળી ભાષણ ના આપવું

એ પણ એક વાસ્તવિકતા છે કે રાહુલ ગાંધીના ભાષણ સામાન્ય જનતા અને કોંગ્રેસ કાર્યકર્તાઓમાં ઉત્સાહ પેદા નથી કરતો, જ્યારે બીજી તરફ મોદી પોતાના ભાષણો અને અંદાજથી જનતાને પ્રભાવિત કરવામાં સફળ થઇ રહ્યા છે. આ ઉપરાંત ઘણા અવસરે આપવામાં આવેલા ભાષણોની પણ ટિકા થઇ રહી છે જ્યારે તેઓ ગરીબીને માનસિક અવસ્થા કહે છે. જ્યારે મોદીને જોઇએ તો તેઓ પોતાનું ભાષણ સ્રોતાઓ અનુસાર બદલતા રહે છે, જ્યારે રાહુલ ગાંધી દરેક જગ્યાએ પોતાના ભાષણને વાગોળતા રહે છે. જેમકે આધી રોટી ખાયેંગે, કોંગ્રેસ પાર્ટી કો વાપસ લાયેંગે.

ભ્રષ્ટાચાર પર મૌન

ભ્રષ્ટાચાર પર મૌન

યુપીએના શાસનમાં થયેલા કૌભાંડો પર અને જનતાને ભ્રષ્ટાચારથી મુક્ત કરવા પર રાહુલ ગાંધીએ હજી કઇ નથી કહ્યું. આ ઉપરાંત જ્યારે અણ્ણા હઝારેનું આંદોલન ચલાવવામાં આવી રહ્યું હતું ત્યારે પણ તેઓ અદ્રશ્ય થઇ ગયા હતા. દેશની સૌથી મોટી સમસ્યા પર રાહુલે કોઇ ટિપ્પણ કરી નથી.

ગઠબંધનમાં રસ નથી

ગઠબંધનમાં રસ નથી

રાહુલ ગાંધી કઇ ક્ષેત્રીય પાર્ટિયો સાથે ગઠબંધન કરવા માટે ઇચ્છુક છે. તેના પર તેમનો મત સ્પષ્ટ નથી. તેઓ કેન્દ્રમાં તો એ પાર્ટીઓનું સમર્થન લઇ રહ્યા છે, પરંતુ સામાન્ય જનતા સામે તેમની ટિકા કરી રહ્યા છે. જો તેઓ કોઇ નવા ગઠબંધનની તલાસમાં છે કંઇ કહેવાય નહીં. મોદીની ગઠબંધન ચલાવવાની ક્ષમતા પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે, જોકે રાહુલની સાથે આવી કોઇ મુશ્કેલી નથી.

lok-sabha-home

English summary
Rahul Gandhi is on a whirlwind tour of Uttar Pradesh to regain the ground of Congress. But will his mission succeed in the big battle of 2014? Here are five reasons why he is more likely to struggle.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more