For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતની 6 એવી સ્પેશિયલ ફોર્સ જેનાથી ધ્રૂજે છે દુશ્મનો

|
Google Oneindia Gujarati News

ભારત દુનિયામાં સૌથી ઝડપી વિકસતો દેશ છે. જ્યાંની અર્થવ્યવસ્થા વિકસિત દેશોની સૂચિમાં સામેલ થવાના કગાર પર છે. પરંતુ ભારત પોતાના પાડોશી દેશોના કારણે હંમેશાથી આતંકવાદની સમસ્યાઓથી જૂજતો રહ્યો છે. દુનિયાના 7માં સૌથી મોટા દેશની સુરક્ષા કરવી એટલી સરળ ના હોત જો આપણી પાસે હિમ્મતવાન સિપાઈ ના હોત.

હા ભારતની પાસે પણ તેના શાનદાર સિહાઈની સાથે સાથે આતંકનો ખાત્મો કરવા માટે સ્પેશિયલ સિક્યોરિટી ફોર્સિઝ આગળ આવે છે. દેશના એ બહાદુર સિપાઇઓની ફૌઝ અંગે આપને જણાવીએ છીએ જેના નામથી જ દુશ્મનો ધ્રૂજવા લાગે છે.

આવો એક નજર કરીએ ભારતની એવી સ્પેશિયલ ફોર્સ પર જેનાથી ધ્રૂજે છે દુશ્મનો...

નેશનલ સિક્યુરિટી ગાર્ડ

નેશનલ સિક્યુરિટી ગાર્ડ

નેશનલ સિક્યોરિટી ગાર્ડ એટલે કે એનએસજી. આ ભારતની સૌથી પ્રમુખ સિક્યોરિટી ફોર્સ છે. તેનો ઉપયોગ ટેરરિસ્ટ એક્ટીવિટીને રોકવા અને રાજ્યમાં થઇ રહેલી ઇંટરનલ ડિસ્ટરબન્સને સંભાળવા માટે કરવામાં આવે છે. તેને સામાન્ય ભાષામાં એનએસજી, બ્લેક કેટ અથવા કમાંડો નામથી પણ ઓળખવામાં આવે છે. 1984ના ઓપરેશન બ્લૂ સ્ટાર બાદ તેની સ્થાપના કરવામાં આવી હતી.

સ્પેશિયલ ફ્રંટિયર ફોર્સ

સ્પેશિયલ ફ્રંટિયર ફોર્સ

આ સ્પેશિયલ ફોર્સનું ગઠન 1962માં થયું હતું. સીનો-ઇન્ડિયન વોર દરમિયાન આ ફોર્સે ચાઇનીઝ લાઇન પર એક ઓપરેશન ચલાવ્યું હતું. આ ફોર્સ ભારતીય ગુપ્તચર એજન્સી રૉની સાથે રહીને કામ કરે છે.

ગાર્ડ

ગાર્ડ

ગાર્ડ ઇન્ડિયન એરફોર્સની એક સ્પેશિયલ ફોર્સ યુનિટ છે. જેનું ગઠન 2004માં કરવામાં આવ્યું હતું. તેનું નામ ગરૂડ પક્ષીના નામ પર રાખવામાં આવ્યું હતું. આતંકી ગતિવિધિયોને રોકવા માટે આ ફોર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

પેરા કમાંડો

પેરા કમાંડો

પેરા કમાંડો ભારતીય સૈનાનો ભાગ છે. તે ફોર્સ રેસ્ક્યૂ ઓપરેશન, આતંકી ગતિવિધિયો હોસ્ટેઝ રેસ્ક્યૂ જેવા ખાસ ઓપરેશન, આતંકી ગતિવિધિઓ, હોસ્ટેજ રેસ્ક્યૂ જેવા ખાસ ઓપરેશન માટે ઓળખાય છે. તેનું ગઠન 1966માં કરવામાં આવ્યું હતું.

માર્કોઝ મેરાઇન કમાંડો

માર્કોઝ મેરાઇન કમાંડો

આ કમાંડો ઇન્ડિયન નેવીનો એક ભાગ છે. તે ફોર્સ કાઉંડર ટેરરિઝમ, ડાયરેક્ટ એક્શન, હોસ્ટેજ રેસ્ક્યૂ જેવા ઓપરેશનને અંજામ આપે છે. તેનું ગઠન 1987માં કરવામાં આવ્યું હતું. તે લગભગ યૂએસની નેવી SEALથી મળે છે.

સ્પેશિયલ પ્રોજેક્શન ફોર્સ

સ્પેશિયલ પ્રોજેક્શન ફોર્સ

આ સ્પેશિયલ ફોર્સનું ગઠન 1988માં કરવામાં આવ્યું હતું. તેનું મુખ્ય કામ વડાપ્રદાન, ફોર્મર પીએમ, અને તેમની ફેમિલીને સુરક્ષા પુરી પાડવાનું છે. આ ફોર્સના કમાંડોની પાસે ઘણા આધુનિક અથિયારો હોય છે.

English summary
Ranked as the 7th largest country in the world and flanked by a few difficult neighbors, it is definitely a Herculean task to safeguard a country like India.Thanks to the elite special forces we have. Here are 9 Indian forces every Indian should be proud of.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X