Moto E ખરીદવાના આ રહ્યા છ કારણો..
મોટોરોલાએ ઇંટ્રી લેવલ માર્કેટમાં મોટો ઇ લોન્ચ કરીને ખલબલી મચાવી દીધી છે. લેટેસ્ટ એંડ્રોઇડ ઓએસ, પાવરફૂલ પ્રોસેસર અને ફૂલ ડે બેટરી લાઇફ ધરાવતો મોટો ઇ ફ્લિપકાર્ટમાં વનડે ઓફરની સાથે મળી રહ્યો છે જેમાં આજના દિવસે ફોન ખરીદવા પર આપને 8 જીબી માઇક્રોએસડી કાર્ડમાં 50 ટકાની છૂટ મળશે સાથે જ મોટો ઇના કવર પર 50 ટકાની છૂટ આપવામાં આવી રહી છે. સાથે ઘણી ફ્રી ઇબુક પણ, સાઇટમાં મોટો ઇ બ્લેક અને વ્હાઇટ કલર ઓપ્શનની સાથે ઉપલબ્ધ છે.
પરંતુ ઓફર તો અન્ય ઘણા ફોન પર પણ ચાલી રહ્યા છે એન અર્થ એ કે શું એની પર પણ રૂપિયા ખર્ચ કરી શકાય. અમે આપને આજે 6 એવા કારણો અંગે જાણકારી આપીશું જેના કારણે મોટો ઇને ખરીદવું સૌથી ફાયદા કારક સોદો બની રહેશે.
આવો જોઇએ મોટો ઇ ખરીદવાના 6 કારણો...

કિંમત
મોટો ઇમાં 4.3 ઇંચની સ્ક્રીનની સાથે લેટેસ્ટ ઓએસ અને ડ્યુઅલ કોર સ્નૈડ્રેગન 200 પ્રોસેસર આપવામાં આવ્યું છે, સાથે સાથે 1 જીબીની રેમ, 5 મેગાપિક્સલ રિયર કેમેરો, ફુલ ડે બેટરી બેકઅપ. આટલા સરસ ફીચર્સ આપને માત્ર 6999 મળી રહ્યા છે, જે લગભગ કોઇ અન્ય સ્માર્ટફોનમાં આટલી કિંમતમાં મળતા હશે.

ડિસપ્લે
મોટોમાં આપવામાં આવેલી 4.3 ઇંચની સ્ક્રીન 960x540 પિક્સલ રેજ્યૂલેશન સપોર્ટ કરે છે સાથે જ ફોનનું ટચ ખૂબ જ એક્સપીરિયંસ ખૂબ જ સારું છે. ઉપરથી સ્ક્રીનમાં ગોરિલ્લા ગ્લાસ 3 પ્રોટેક્શન આપવામાં આવ્યું છે જે સ્ક્રીનને સંપૂર્ણ રીતે પ્રોટેક્ટ કરે છે. ઇંટ્રી લેવલ સેગમેંટમાં મોટો ઇની ડિસપ્લે સૌથી શાનદાર માનવામાં આવી રહ્યું છે.

સોફ્ટવેર
આ રેંજમાં માત્ર મોટો ઇ જ એવો સ્માર્ટ ફોન છે જેમાં એંડ્રોઇડ કિટકેટનું લેટેસ્ટ ઓએસ વર્જન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ગૂગલ કિટકેટની આગળ આવનાર વર્જનની ગેરંટી અપડેટ મોટો ઇમાં આપશે.

1 જીબી રેમ
બ્રાંડેડ કંપનીના કોઇપણ ફોન 7,000 રૂપિયાની રેંજમાં 1 જીબી રેમ નથી આપતા, સાથે ડ્યુઅલ કોર સ્નૈપડ્રૈગન પ્રોસેસર, એંડ્રોઇડ 4.4 ઓએસ તેને વધુ શાનદાર બનાવે છે.

સ્પ્લેશ રજીસ્ટેંટ કોટિંગ
મોટો ઇમાં સ્પ્લેશ રજીસ્ટેંટ કોટિંગ આપવામાં આવ્યું છે જેની મદદથી ફોનની ઉપરની સપાટી પર પાણી અને ધૂળની કોઇ અસર નથી થતી. એટલે કે જો આપના ફોનમાં પાણીની બૂંદો પડી ગઇ તો આપે ચિંતા કરવાની જરૂર નથી માત્ર તેને સાફ કરી શકો છો.

કલરફુલ કવર
જ્યાં મોટાભાગના ફોનમાં બ્લેક અને વ્હાઇટ એટલે કે બે કલર ઓપ્શન મળતા હોય છે પરંતુ આ રેંજમાં આપને આપની પસંદનો કોઇ પણ કલરનું બેક કવર લગાવી શકો છો. એટલે કે ફોનમાં રેડ, પિંક, ગ્રીન, યલો ઉપરાંત બીજા અન્ય કલરના બેક પેનલ આપવામાં આવ્યા છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
