For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

7 Tips: જાહેરમાં બોલવાના ડર આ રીતે દૂર કરો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

શું કોઇ સ્થળે જાહેરમાં બોલતી વખતે તમને ડર લાગે છે, પરસેવો છૂટી જાય છે અને તમારા દિલની ધડકનો વધી જાય છે? ક્યાંક એવું તો નથી કે તમે ગ્લોસોફોબિયાનો શિકાર છો.

ગ્લોસોફોબિયા હકિકતમાં એક તરફથી ડર છે. પોતાના બિઝનેસમાં પ્રગતિ મેળવવાના ઘણા રસ્તા છે, તો પછી સમૂહમાં ફ્લુઅન્ટ બોલવું કેમ જરૂરી છે? તે આના માટે કારણ કે, પોડિયમ પર આવીને બોલવાથી ફક્ત એક વિશેષજ્ઞના રૂપમાં તમારી હેસિયત વધશે પરંતુ આ તમારી કંપનીની પ્રગતિમાં ફાયદાકારક સાબિત થશે.

આવો અમે તમને સાત એવી ટિપ્સ આપીશું, જેની મદદથી તમે લોકો વચ્ચે બોલવાના ડરથી છુટકારો મેળવી શકશો અને પોતાના બિઝનેસમાં પણ પ્રગતિ કરશો.

નાના સ્તર પર શરૂઆત કરો

નાના સ્તર પર શરૂઆત કરો

જો તમે બોલવાના મામલે નવા છો તો નાના સ્તરથી શરૂઆત કરો. અભ્યાસ કરવા માટે તમે તમારા મિત્રો અને પરિવારજનોની મદદ લઇ શકો છો. તમે નાના ગ્રુપથી બોલવાની શરૂઆત કરો અને પોતાને મજબૂત બનાવો. પોતાના બિઝનેસ દરિયાન મેં 30 થી માંડીને 3000 લોકોના સમૂહને સંબોધિત કર્યા છે. આ દરમિયાન મેં જોયું કે જો તમને ટોપિક સારી પેટે ખબર હોય છે તો બોલતા પહેલાંનો ડર પોતાનામાંથી દૂર થઇ જશે.

તૈયારી

તૈયારી

તમારે જે વિષય પર બોલવાનું છે, તે વિષય પર તમારી પુરતી માણીતિ જ તમને બોલવાના ડરને ઓછો કરી શકે છે. બોલતી વખતે કોઇપણ પ્રકારની ગડબડી ન કરવાનો આત્મવિશ્વાસ જ તમે તમારા શ્રોતાઓ સાથે જોડાઇ શકશો. કોઇપણ મોટા અવસર પર બોલતાં પહેલાં સારી પેઠે રિહર્સલ જરૂર કરી લો. પોતાની સ્પીચને સમય મુજબ તૈયાર કરો. સમય બચવાની સ્થિતીમાં થોડી વધારાની સામગ્રી સાથે રાખો.

ગોખશો નહી

ગોખશો નહી

ક્યારેય પણ પોતાની સ્પીચનો એક એક શબ્દ યાદ ન કરો. આનાથી તમે બોલવાની કળામાં ક્યારેય મહારત પ્રાપ્ત કરી શકશો નહી. એનાથી સારું એ રહેશે કે તમે તમારી સ્પીચના મુખ્ય મુખ્ય બિંદૂને યાદ કરી લો અને પછી તેને ઉદાહરણ દ્વારા સમજાવો.

બુલેટથી બચો

બુલેટથી બચો

મોટાભાગે બિઝેનેસ પ્રેજેંટેશન બોરિંગ હોય છે, કારણ કે તે પાવરપોઇંટ સ્લાઇડ અને બુલેટથી ભરેલ હોય છે. એવા પ્રેજેંટેશનને તમે નજરઅંદાજ કરી દો અને પોતાની સામગ્રીને વાતચીતના કેન્દ્રમાં રાખો. જો તમે પાવરપોઇંટનો ઉપયોગ કરવા માંગો છો તો વિજ્યુઅલનો ઉપપોગ કરો. આનાથી તમારો સંદેશ સરળતાથી લોકો સુધી પહોંચી શકશે.

તણાવ ઓછો કરો

તણાવ ઓછો કરો

સ્ટેજ પર પહોંચતાં પહેલાંની એક મિનિટ પહેલાંની ક્ષણ કોઇપણ પ્રેજેંટેશનનો સૌથી મોટો ડરામણો સમય હોય છે. આનાથી બચવા માટે તમે સુખદ પરિણામના વિશે વિચારો. સાથે જ તણાવને ઓછો કરવા માટે અને આત્મવિશ્વાસને પ્રાપ્ત કરવા માટે જોર જોરથી શ્વાસ અંદરની તરફ લો.

એક મિત્રને શોધો

એક મિત્રને શોધો

સ્ટેજ પર બોલતાં પહેલાં પહેલી હરોળમાં બેસેલા કેટલાક શ્રોતાઓને પોતાનો પરિચય આપો. વાતચીત દરમિયાન ગભરાહટને ઓછી કરવા માટે અને તેમની સાથે જોડાવવા માટે આ લોકોની આંખોમાં આંખો નાખો.

શ્રોતાઓને વ્યસ્ત રાખો

શ્રોતાઓને વ્યસ્ત રાખો

સ્પીચમાંથી કંટાળો દૂર કરવા માટે પોતાની વાતચીતમાં ટૂ વે રાખો. તેનાથી તમે સમૂહના લોકો સાથે પ્રશ્ન પૂછો અને તેમની ભાગદારીને વધારો. તેનો ફાયદો એ થશે કે જો તમે મુદ્દા પરથી ભટકી રહ્યાં હશો તમને તમારીએ સ્પીચ વ્યવસ્થિત કરવાનો સમય મળશે.

English summary
Does the thought of speaking in front of a group evoke fear, make you sweat, starts your heart pounding? It's likely you have glossophobia - the fear of public speaking.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X