
મેટ્રોમેનિયલ વેબસાઈટે પાર કરી બધી હદ, વર્જિનિટીની ગેરેન્ટી આપવા માટે તૈયાર
લગ્ન માટે દોસ્તો-સંબંધીઓમાં સારા માંગા શોધવા ઉપરાંત લોકો મેટ્રિમોનિયલ વેબસાઈટ્સની પણ મદદ લે છે. વળી, હવે મેટ્રિમોનિયલ વેબસાઈટ આને વધુ ફાયદાકારક બિઝનેસ બનાવવા માટે વિવિધ પ્રકારની રીતો અજમાવી રહી છે. એક મેટ્રિમોનિયલ વેબસાઈટ એ વખતે ચર્ચામાં આવી જ્યારે તેણે પોતાની સાઈટ પર દાવો કર્યો કે અહીં તમને વર્જિન છોકરા અને છોકરીઓના માંગા મળશે. ત્યારબાદથી એ રીતના સવાલ પણ ઉઠવા લાગ્યા છે કે જે સંબંધનો પાયો પ્રેમ અને ભરોસા પર બનાવવામાં આવે છે ત્યાં શું હજુ પણ વર્જનિટીનો આધાર મહત્વ ધરાવે છે.

જાણીતી મેટ્રિમોનિયલ વેબસાઈટની નકલ
વર્જિન માંગા બતાવતી આ જાહેરાત Shadi.com નામની વેબસાઈટ પર સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે આ જાણીતી Shaadi.comની વેબસાઈટથી અલગ છે. આ બંનેના નામમાં માત્ર એક અક્ષર 'a' નો ફરક છે. આ તરફ જ્યારે લોકોની નજર પડી અને સાઈટથી આ વિશે માહિતી મેળવવાની કોશિશ કરવામાં આવી ત્યારે તેમણે આની જવાબદારી માર્કેટિંગ ટીમ પર નાખી દીધી અને હવે તે પોતાની સાઈટ પરથી પણ આ સેક્શન હટાવી ચૂક્યા છે.

વર્જિનિટી પર હોબાળો કેમ
સામાન્ય રીતે વર્જિનિટીનો નિયમ છોકરીઓ માટે રાખવામાં આવે છે. કોઈ છોકરીના વર્જિન હોવાનો અર્થ છે કે તેણે હજુ સુધી શારીરિક સંબંધ બનાવ્યા નથી. તેનુ કૌમાર્ય સુરક્ષિત છે. આજે પણ ઘણા લોકો છોકરીની વર્જિનિટીને તેની પવિત્રતા સાથે જોડે છે. એ પણ એક મોટુ કારણ છે કે મેટ્રીમોનિયલ સાઈટે વર્જનિટીને એક શ્રેણી તરીકે જોડી દીધુ કારણકે લોકો તેમના પ્લેટફોર્મ પર માંગા શોધવા આવ્યા.

વર્જનિટી ચેક કરવા માટે રિવાજ
ભારતના ઘણા એવા વિસ્તારો છે જ્યાં લગ્ન બાદ છોકરીની વર્જિનિટી તપાસ કરવાના નામે અલગ અલગ રીતિ-રિવાજો બનાવવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે લગ્ન બાદ વર-વધુની પહેલી રાતે તેમના બેડ પર સફેદ રંગની ચાદર પાથરવામાં આવે છે. આનાથી આગલા દિવસે એ ચેક કરી શકાય કે નવવધુ વર્જિન છે કે નહિ. જો ચાદર પર બ્લીડિંગના નિશાન ન હોય તો છોકરીના કેરેક્ટર પર શંકા કરવામાં આવે છે અને ઘણી વાર સંબંધ તૂટવાની અણીએ પહોંચી જાય છે.

ફેક વર્જિનિટીના નામ પર ચાલી રહ્યુ બજાર
એવુ ક્યાંય પ્રમાણિત નથી થયુ કે શારીરિક સંબંધ દરમિયાન લોહી ન આવવાથી છોકરી વર્જિન નહોતી. પરંતુ સમાજમાં આના વિશે વધુ હાઈપ ક્રિએટ કરી દેવામાં આવી છે કે હવે છોકરીઓ લગ્ન બાદ પોતાને વર્જિન સાબિત કરવા માટે ઘણી રીતો અપનાવી રહી છે. માર્કેટમાં એ રીતની પ્રોડક્ટ વેચવામાં આવી રહી છે જે ફર્સ્ટ નાઈટ પર છોકરીને વર્જિનિટી સાબિત કરવાના ટેન્શનમાંથી રાહત આપે છે. ઉદાહરણ તરીકે બજારમાં એવી પિલ્સ મળે છે જેને શારીરિક સંબંધ બનાવવાની થોડી વાર પહેલા પોતાના વજાઈનામાં રાખવાની અને ઈન્ટરકોર્સ દરમિયાન આનાથી બ્લડ નીકળવા જેવો આભાસ થશે. આ રીતે છોકરીઓ પોતાના પાર્ટનરને પોતાના વર્જિન હોવાની સાબિતી આપી રહી છે.

ઘણા ક્લિનિક પણ છે જોડાયેલા
લગ્ન વખતે છોકરીઓ ઉપર વર્જિન હોવાનુ દબાણ વધારવા માટે ઘણા ક્લિનિક પણ ખુલી ગયા છે. તે સર્જરી કરીને છોકરીઓની ફેક હાઈમન તૈયાર કરવાનો દાવો કરે છે. હાઈમનોપ્લાસ્ટી નામની સર્જરી છોકરીઓમાં ઘણી ફેમસ થઈ રહી છે. આ ક્લિનિક ગૂપચૂપ રીતે છોકરીઓની આ સમસ્યાનુ સમાધાન કરવાનો દાવો કરે છે.
લૉકડાઉનમાં પત્ની બની ગર્ભવતી, પતિએ આના માટે બિલાડીને ગણાવી જવાબદાર