For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાંધીજી મારા માટે રામ અને કૃષ્ણ સમાન, એટલે કરૂ છું ઘરમાં રોજ પૂજા!

|
Google Oneindia Gujarati News

મોહિતહારી, 14 ઑગસ્ટ: સામાન્ય રીતે લોકો પોતાના આરાધ્ય દેવની પોતાના ઘરમાં રોજ પૂજા કરતા હોય છે પરંતુ બિહારના પૂર્વી ચંપારણમાં એક વ્યક્તિ છે જેના માટે મહાત્મા ગાંધી જ ભગવાન છે. રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની કર્મભૂમિ માનવામાં આવતા ચંપારણનો આ રાષ્ટ્રપ્રેમી મહાત્મા ગાંધીની માત્ર સ્થાપના કરી તેમને માત્ર ભગવાન જ નથી માનતો પરંતુ તેમની વિધિવત પૂજા-અર્ચના પણ કરે છે.

આના માટે તેમણે ઘરમાં જ ગાંધી મંદિર બનાવી દીધુ છે. પૂર્વ ચંપારણ જિલ્લાના મોતિહારીના ધર્મસમાજના રહેનાર બાપૂના અનન્ય ભક્ત 60 વર્ષિય તારકેશ્વર પ્રસાદના મકાનના એક ઓરડામાં ગાંધીજીની કાંસ્યની એક પ્રતિમા મૂકેલી છે. આ પ્રતિમાની સ્થાપના ધાર્મિક આયોજન બાદ પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રતિમાની તારકેશ્વર પ્રતિદિવસ પૂજા કરે છે અને બાપૂ પર આધારિત ભજન-કીર્તન હોય છે. એ જ કારણ છે કે વિસ્તારમાં તારકેશ્વરની ઓળખ ગાંધીભક્તના રૂપમાં કરવામાં આવે છે.

gandhi
તારકેશ્વરે જણાવ્યું કે 'મારા પિતાજી સ્વ. અચ્છેલાલ ચોધરી ગાંધીવાદી હતા, તેમના કારણે અત્રે ગાંધીજીની આવન-જાવન રહેતી હતી' તેઓ કહેતા હતા કે આખરે ભગવાનની પૂજા તો લોગ કરે જ છે. ગાંધીજીએ પણ આપણને એવી જ રીતે અંગ્રેજોથી આઝાદી અપાવી હતી જેવી રીતે રામ અને કૃષ્ણએ પાપીઓથી આપણને મુક્તિ અપાવી હતી. માટે ગાંધીજીને પણ ભગવાન તરીકે પૂજવા કોઇ ખોટી બાબત નથી. તેઓ રોજ મૂર્તિ જળાભિષેક કરી ચંદન લગાવીને વિધિવત પૂજા કરે છે.

આ દરમિયાન આરતી, હવન, સહિત સવારે વહેલા ભજન અને સંધ્યાકાળે વંદન કરે છે. પૂજા બાદ પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવે છે. પૂજામાં આસપાસના લોકો પણ ઉત્સાહની સાથે સામેલ થાય છે. રાષ્ટ્રીય તહેવારના પ્રસંગે અત્રે વિશેષ પ્રાર્થના અને પૂજા તથા ભજનનું આયોજન કરવામાં આવે છે. ગાંધીના જન્મદિવસના અવસર પર બે ઓક્ટોબરના રોજ વિશેષ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં જિલ્લાના તમામ ગાંધીવાદીઓને આમંત્રીત કરવામાં આવે છે.

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X