Bahraich wolf attack : આદમખોર બન્યા પછી જાનવર માત્ર માણસનો જ શિકાર કરે? જાણો આવા પ્રાણીએ કેટલા ખતરનાક?
Bahraich wolf attack : ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લામાં આ દિવસોમાં આદમખોર વરૂઓનો ત્રાસ છે. છેલ્લા કેટલાક દિવસોમાં આદમખોર બનેલા વરૂઓએ 10 લોકોના જીવ લીધા છે.
આ સ્થિતી વચ્ચે તમને સવાલ થાય કે આખરે કોઈપણ જાનવર આખરે માનવભક્ષી કેમ બને? અને માનવભક્ષી થયા બાદ તે કોનો શિકાર કરે છે?

વાસ્તવમાં આદમખોર અરબી શબ્દ આદમ અને ફારસી શબ્દ ખોરથી બનેલું છે. તેનો અર્થ માણસ ખાનાર થાય છે. સાદી ભાષામાં માનવભક્ષી શબ્દ એવા પ્રાણી માટે વપરાય છે જે માણસોને ખાય છે અથવા માણસોને પોતાનો શિકાર બનાવે છે.
જણાવી દઈએ કે, જ્યારે વરુ, વાઘ કે ચિત્તા સહિતના અન્ય પ્રાણીઓના મોંમાં માનવ લોહી આવે છે ત્યારે તેઓ તે માનવ લોહીના વ્યસની બની જાય છે. જ્યારે આદમખોરોને ફરીથી ભૂખ લાગે છે ત્યારે તેઓ અન્ય વસ્તુઓનો શિકાર કરવાને બદલે શિકાર કરવા માટે માણસો શોધવાનું શરૂ કરે છે.
માનવામાં આવે છે કે જ્યારે આ વિકરાળ પ્રાણીઓ તેમના શિકારને શોધી શકતા નથી ત્યારે તેઓ માનવભક્ષી બની જાય છે. વન વિભાગની ટીમના જણાવ્યા અનુસાર સિંહ, વાઘ અને વરુ જેવા જંગલી પ્રાણીઓ ત્યારે જ માનવભક્ષી બને છે જ્યારે તેમને જંગલમાં પૂરતો ખોરાક ન મળે.
આ સિવાય જ્યારે આ પ્રાણીઓ મનુષ્યનું માંસ ખાવાનું શરૂ કરી દે છે તો તેઓને આ પ્રકારનું માંસ પસંદ આવવા લાગે છે. ગ્રામીણ વિસ્તારોમાં માનવભક્ષી પ્રાણીઓ માટે વૃદ્ધ લોકો કરતાં નાના બાળકો પર હુમલો કરવાનું સરળ છે. તેથી જ તેઓ મોટે ભાગે બાળકોને નિશાન બનાવે છે.












Click it and Unblock the Notifications
