For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો શા માટે નાગપંચમીએ કરવામાં આવે છે સર્પની પૂજા?

નાંગ પંચમીએ સાપની પૂજા શા માટે કરવામાં આવે છે? વાંચો અહીં...

By Staff
|
Google Oneindia Gujarati News

આજે નાગપંચમી છે, શિવના ગળામાં શોભતા નાગની આજે પૂજા કરવામાં આવે છે. હિંદુ પંચાંગ અનુસાર શ્રાવણ માસની શુક્લ પંચમીને નાગપંચમીના તહેવાર તરીકે ઊજવવામાં આવે છે. સર્પની લોકો પૂજા કરે છે, હંમેશા લોકોના મગજમાં એ વાત આવે છે કે જે સાપોથી માણસોને આટલો ભય લાગે છે તેની તેઓ પૂજા કેમ કરે છે, આજના દિવસે તેને લોકો દૂધ કેમ પીવડાવે છે?

આવો આજે અમે તમને આ પ્રશ્નોના જવાબ આપી દઇએ...

- ભારત એક કૃષિપ્રધાન દેશ છે અને સાપ આપણા ખેતરોની રક્ષા કરે છે, તે પાકને નુકસાન પહોંચાડનાર ઉંદર, કીટકોને ખાઇ જાય છે. આથી તેને ક્ષેત્રપાલ કે રખેવાળ પણ કહેવામાં આવે છે અને આ કારણે લોકો તેમની પૂજા કરે છે.

- સાપને સુગંધ પ્રિય હોય છે અને એ કારણે આપણા પુરાણોમાં સર્પને ખૂબ જ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. આ કારણે પણ લોકો તેમને પૂજે છે.

ભગવાન શિવના આભૂષણ

ભગવાન શિવના આભૂષણ

લોકો સર્પને ત્રણ લોકના સ્વામી ભગવાન શિવના આભૂષણના રૂપમાં જુએ છે, એટલા માટે તેની પૂજા કરીએ છીએ.

સમુદ્ર મંથન

સમુદ્ર મંથન

દેવ દાનવોની વચ્ચે જ્યારે સમુદ્ર મંથન થયુ ત્યારે શેષનાગ દ્વારા આ સંભવ થઇ શક્યું હતું અને આ મંથનથી જ અમૃત નિકળ્યું હતું એટલા માટે પણ સાપોની પૂજા કરવામાં આવે છે.

ભગવાન વિષ્ણુ

ભગવાન વિષ્ણુ

ભગવાન વિષ્ણુ પણ શેષનાગની શય્યા પર વિશ્રામ કરે છે એટલા માટે પણ તેમની પૂજા થાય છે.

કોઇને નુકસાન ના પહોંચાડે

કોઇને નુકસાન ના પહોંચાડે

વર્ષા ઋતુમાં તમામ જીવ જંતુઓ પોતાના દરમાંથી બહાર આવીને સુરક્ષિત સ્થાનની શોધ કરે છે. આવામાં આ ઝેરીલા જીવ-જંતુ આપણા ઘરમાં પ્રવેશ કરીને આપણને નુકસાન ના પહોંચાડે એટલા માટે તેમની પૂજા કરવામાં આવે છે.

કૃતજ્ઞ બુદ્ધિ

કૃતજ્ઞ બુદ્ધિ

સમગ્ર સૃષ્ટિના હિત માટે વરસતા વરસાદના કારણે નિર્વાસિત થયેલ સાપ જ્યારે આપણા ઘરમાં અતિથિ બનીને આવે છે ત્યારે તેમને આશ્રય આપીને તેની પૂજા કરવી આપણું કર્તવ્ય છે. આ રીતે નાગપંચનીના ઉત્સવ શ્રાવણ મહીનામાં રાખવામાં આવ્યો છે.

English summary
Nag Panchami is a traditional worship of snakes or serpents observed by Hindus throughout India. The worship is offered on the fifth day of bright half of Lunar month of Shravan (July/August), according to the Hindu calendar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X